________________
જિન અરિષ્ટનેમિ સંબદ્ધ ત્રણ અપ્રકાશિત સ્તવ
પ્રીતિ પંચોલી
(રૂ.) મુનિવર પુણ્યવિજયજીના સંગ્રહમાંથી અલગ અલગ ત્રણ કત્તઓ રચિત ત્રણ નેમિનાથdવ અહીં પ્રકાશનાર્થે લીધાં છે, જેના કત્તાં અનુક્રમે અંચલગચ્છીય ઋષિવર્ધનસૂરિ, સંભવત: કલ્યાણ નામક કવિ, અને કોઈ અજ્ઞાત કવિ છે. પહેલું અને ત્રીજું સ્તોત્ર રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિને સંબોધાયેલું છે.
પ્રથમ સ્તવના પ્રણેતા જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિ છે. આ સૂરિએ અતિશયપંચાશિકા અપરનામ જિનાતિશયપંચાશિકાની રચના કરેલી. તદુપરાંત તેમણે ચિતોડમાં સ૧૫૧૨(ઈસ. ૧૪૫૬)માં મરુગુર્જર ભાષામાં નલદવદંતિરાસ પણ રચ્યો છે, જેની ગ્રંથપ્રશસ્તિ આ પ્રમાણે છે.
શ્રીય અંચલગચ્છનાયક ગણધર, ગુરૂશ્રી જયકીરતિસૂરીવર
જાસ નામિ નાસઈ દુરિત તાસુ સસ ઋષિવર્લ્ડન સૂરિઈ, કઉ કવિત મન આનંદ પૂરિઈ
નવરાય દવદંતી ચરિત. સંવત પનરબારોત્તર વરસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે,
શ્રી સંઘ આદર અતિ ઘણઈએ એહ ચરિત જે ભણઈ ભણાવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉષ્ણવ
આવઈ, નિતુનિ મંદિર તસ તણઈએ. ઋષિવર્ધનસૂરિએ સ્તુતિ-સ્તવો પણ રચેલાં છે. વંશસ્થ વૃત્તમાં ૧૦ અને છેલ્લું શાર્દૂલવિક્રીડિતમાં એમ કુલ ૧૧ પધમાં નિબદ્ધ અહીં પ્રસ્તુત એમનું રચેલું ‘નેમિનાથ-સ્તવ' પદાંત ચમકોનું એક પ્રૌઢ ભક્તિકાવ્ય છે. જેના પ્રત્યેક શ્લોકનું અંતિમ યમકાંકિત ચરણ ધ્રુવપદ રૂપે રચેલું છે : યથા :
नेमि स्तुवे रैवत केतके तके ॥१॥ પ્રસ્તુત ચરણથી આ સ્તવ રેવતાચલ0 ભગવાન અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલું જણાય છે. સ્તોત્રમાં યમકોનો પ્રયોગ થયેલો હોઈ સંપૂર્ણ ભાવાર્થ પ્રાપ્ત કરવા માટે વૃત્તિ અથવા અવસૂરિની પ્રાપ્તિ થવી આવશ્યક છે.
૧૧માં, એટલે આખરી પધમાં, કર્તાએ સ્વગચ્છનું તો નામ નથી આપ્યું પણ પોતાનું તથા ગુરુનું નામ જણાવ્યું છે. તેઓ જયકીર્તિના શિષ્ય ઋષિવર્ધન હતા. (જયકીર્તિસૂરિ અંચલગચ્છના હતા અને મોટે ભાગે તેઓ
પ્રસિદ્ધ મેરતંગસુરિની પરંપરામાં થઈ ગયા હતા.) પ્રસ્તુત રચના વિધિપક્ષ-અંચલગચ્છના ઋષિવર્ધનની (અને એથી પ્રાય: ૧૫મા શતકની મધ્યભાગના અરસાની) હોવાનું સ્પષ્ટ છે, અને તે બુરહાનપુરમાં મુનિ સહસ્રસુંદરના પઠન માટે લખાઈ હોવાની નોંધ પ્રતને અંતે લેવાઈ છે. (આ પ્રત ઈસ્વી ૧૬મા સૈકાની હોવાનો સંભવ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org