________________
૧૭૦ જિન અરિષ્ટનેમિ સંબદ્ધ...
Nirgrantha આજે મને પ્રાપ્ત થઈ છે. અહો (એ) મારા ભાગ્યનો યોગ જ છે.
૪. હે સ્વામી ! આપની આ મૂર્તિ કલ્પવેલડી છે કે ત્રણ જગતના આનંદના ખજાનારૂપ સુધા છે કે જેને જોતાંવેંત જ આશ્ચર્ય થાય છે.
૫. વારંવાર દર્શન કરતાં મને એમ લાગે છે આ મૂર્તિ વાસ્તવમાં મુકિત અવસ્થા છે ? કે જે મૂર્તિને જોઈ રહેલા સંતો પોતાની જાતને અહીં સંસારમાં પણ શિવસુખમાં મગ્ન હોય તેમ જુએ છે.
૬. હે દેવ ! જગતના શત્રુનો નાશ (કર્મનો નાશ કરનારા તમે શંભુ છો. ભવના ભયને ભેદનારા તમે સ્વયંભૂ છો, અને સજજનોના હિતના જાણકાર અને જણાવનાર તમારા સિવાય અહીં બીજું કોઈ નથી.
૭, ભયંકર સંસાર-અટવીમાં, કરુણાના સાગર, વિશ્વવત્સલ અને વાંછિત પૂરવામાં સમર્થ, શરણ કરવા યોગ્ય એવા આપના શરણે આવ્યો છું.
૮. તમે મારા નાથ હોવ અને ચારે બાજ વિષના આવેગની જેમ મોહની મૂછનાઓ મારી ચેતનાને કેમ ડુબાડે? હે પ્રભુ! હું હતાશ થઈ ગયો છું.
૯. આથી જ ગુણહીન, દીન, અને અનંત સંસારમાર્ગના યાત્રી, દયાપાત્ર એવા મને હે દયાસાગર દેવ ! નિજ નજરે એક વાર તો નીરખો.
૧૦. સંસારરૂપી તુરંગમાં રહેલા, આઠ કર્મોની બેડીથી જકડાયેલા, જેની વાણી પણ રાંક બની છે એવી મારી દુષ્ટ દશાનો નાશ કરો.
૧૧. અનંતજ્ઞાની વિશ્વબંધુ! દેવાધિદેવ ! હે જિન ભગવનું વિધિપૂર્વક સેવા કરનારાઓને મોક્ષ પયંતનાં લાભ અને અભ્યદય આપવા (આપના) દ્વારા હું અનાથ થાઉં.
૧૨. હે જગન્નાથ નેમિનાથ ! આજે તારી ચરણપીઠમાં જે પુષ્પો વડે લવાયો છું અને તારા દર્શનમાં જે પુણ્યો સાક્ષીભૂત છે તે પુણ્યો વડે લવાયો છું, અને તારા દર્શનમાં જે પુણ્યો સાક્ષીભૂત છે તે પુણ્યો લાંબા કાળ સુધી મને મળતા રહો.
૧૩. હે વિશ્વનાથ સ્વામી ! મેં આપને વિષે જ્ઞાનનું રક્ષણાત્મક સામર્થ્ય (ભાવની પ્રભુતા) મારા માટે પ્રાપ્ત કર્યું છે. શું કલ્પવૃક્ષમાં ફળ લાગ્યા હોય તો દારિદ્રય જલદીથી નાશ ન પામે ?
૧૪. ચિંતામણિથી પણ અધિક માહાભ્યશાળી આપના પ્રભાવથી આપના પ્રત્યેના ભાવના કારણરૂપ મારા મનોરથો સિદ્ધિને પામો.
૧૫. હે જગદીશ્વર ! મહામોહરૂપી અંધકારને દૂર કરનાર હે નેમિનાથ ! આપની જ કૃપાથી મને કલ્યાણશ્રેણિના ગૃહરૂપ આપની ચરણસેવાનું સુખ સદૈવ પ્રાપ્ત થાઓ.
કાવ્યદર્શન આ સ્તવમાં પ્રાસાદ ગુણને વહન કરવામાં સક્ષમ શૈલી અને છંદનો પ્રયોગ થયેલો છે તથા તે મુદ્ર મંજલ ઘોષથી સંપન્ન છે. અસમાન સ્વરસંધિનો અભાવ છે. હૃધ ભાવોથી ભરપૂર પણ છે, જે ભગવન્નેમિ પ્રત્યે એક આર્ત ભક્તની હૃદયોર્મિ વ્યક્ત કરે છે. ઉપમા, નિદર્શના, અર્થાતરન્યાસ આદિ અર્થાલંકારોનો આસ્વાધ વિનિયોગ કર્યો છે.
કવિએ અત્ શબ્દના જૈન શાસ્ત્રાનુસારી ત્રણ પર્યાયો આપ્યા છે : (૧) ગઈ, (૨) મરદ, અને (૩) કરો કે જેના ક્રમશ: અર્થ થાય છે (૧) ઈંદ્રાદિની પૂજાને યોગ્ય; (૨) તેના કારણરૂપ કર્મશત્રુ વિનાશ; અને (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org