Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પથ
[૭]
પહેલામાં એટલે ધર્મમાં અંતર્શન હોય છે, એટલે તે આત્માની. અંદરથી ઊગે છે અને તેમાં જ ડેકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે; જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે.
ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણો ઉપર જ રહેલો હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેનો બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ, કપડાનો રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે.
પહેલામાં એકતા અને અભેદના ભાવે ઊઠે છે અને સમાનતાની ઊર્મિએ ઊછળે છે; જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડો પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ મૂકે છે, અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વીસરી જાય છે; અથવા એમ કહો કે એમાં એને પોતાનાં જુદાં સુખ-દુઃખ જેવું કાંઈ તત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પિતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે મૂકતા જાય છે અને બીજાનું દુઃખ, એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ. કહો કે એમાં માણસનાં સુખ અને દુઃખ સૌથી છૂટાં જ પડી જાય છે. એમાં માણસને પિતાનું અને પારકું એ બે શબ્દ ડગલે ને પગલે યાદ આવે છે.
પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને લકે દેખાય છે. તેમાં મોટાઈ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૌ કરતાં પોતાને ના જ દેખે છે; કારણ કે, ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા, સામે માણસને પિતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે પૈભવ ન પણ હોય છતાં માણસ પિતાને બીજાથી
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પથ
_ ૩૭ મે માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તે તે -બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઈને જ ખ્યાલ પૂરું પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણોની અનન્તતાનું તેમ જ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલે માણસ પિતામાં લધુતા અનુભવી શકતું જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે.
ધર્મમાં દષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જોવા-જાણવાની ધીરજ અને બધી જ બાજાઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હોતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ અને તે પણ પિતાની બાજુને
સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી.
ધર્મમાં પિતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળો માણસ બીજાના ગુણો કરતાં દિ જ ખાસ જોયા તેમ જ ગાયા કરે છે, અને પિતાના દોષો કરતાં ગુણે જ વધારે જોયા તેમ જ ગાયા કરે છે, અથવા તે એની નજરે પિતાના દે ચડતા જ નથી.
ધર્મગામ કે ધર્મનિક માણસ પ્રભુને પિતાની અંદર જ અને પિતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવો ભય લાગે છે, તેની શરમ આવે છે; જ્યારે પંચગામી માણસને પ્રભુ કાં તે જેરૂસલેમમાં, કાં તો મક્કા-મદીનામાં, કાંતો બુદ્ધગયા કે કાશીમાં અને કાં તો શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તે વૈકુંઠમાં કે મુકિતસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે. એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પિતાને વેગળો માની, જાણે કોઈ જાણતું જ ન હોય તેમ, નથી કેઈથી ભય ખાતો કે નથી શરમાતો. એને ભૂલનું દુઃખ સાલતું જ નથી અને સાથે તે ફરી ભૂલ ન કરવાને માટે નહિ.
ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉમર, લેખ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. કઈ જાતિને? પુરુષ કે રઝી ? કઈ ઉમરનો ? વેશ શું છે? કઈ ભાષા બોલે છે ? અને કઈ રીતે ઊઠે કે બેસે છે?—એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર બાઈ જાય છે. ઘણી વાર તે લેકમાં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જતિ, એવું લિંગ, એવી ઉમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જે ખાસું ચારિત્ર
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
દર્શન અને ચિંતe હોય તે પણ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતો જ નથી અને ઘણીવાર તે તેવાને તરછોડી પણ કાઢે છે.
ધર્મમાં વિશ્વ એ એક જ રોકે છે. તેમાં બીજા કેઈ નાના ચેકા. ન હોવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હોતી અને હોય છે તો એટલું જ કે તેમાં પિતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે પંથમાં. ચકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખે ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચોકાવૃત્તિનું નામ પિતાના પાપની દુર્ગધ સુંધી શકતું જ નથી! તેને પિત માનેલું એ જ સુવાસવાળું અને પિતિ ચાલતો હોય તે જ રસ્ત શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે બીજે બધે બદબો અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે.
ટૂંકમાં કહીએ તે ધર્મ માણસને રાતદિવસ પિવાના ભેદસંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પિછાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરે કરે છે, અને ક્યારેક દેવગે અભેદની તક કે આ તે તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની-મોટી તકરાર પણ (જર, જેર, જમીનના અને નાનમ–મોટપના ઝઘડાઓ) શમી જાય છે, જયારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરાર ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. - આ રીતે જોતાં ધર્મ અને પંથને તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા. પાછું જેવો જ નહિ, પણ લોકોના ગોળામાં, ખાસ કરીને હિંદુઓના ગળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા. વરસાદના પાણી જેવો છે. એને કોઈ સ્થાન ઊંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પથ એ હિંદુઓના ગળાના પાણી જેવો હોઈ તેને મન તેના પિતાના સિવાય બીજાં બધાં પાણું અસ્પૃશ્ય હોય છે. તેને પિતાને જ સ્વાદ અને પિતાનું જ રૂ૫, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણુતિ પણ બીજાના ગેળાને હાથ લગાડતાં રોકે છે.
પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હમેશાં ધર્મનો જ વાત કરતો જાય છે. જેમ જીવતા લેહી અને માંસમાંથી ઊગેલે નખ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે લેહી અને માંસને જ હેરાનગતિ કરે છે, તેથી જ્યારે એ વધુ પડતે નખ કાપવામાં
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પથ
[ se
આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે, તેમ ધર્મથી વિભૂટા પડેલે પંથ (એક વાર ભલે તે ધમમાંથી જન્મ્યા હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસજાત સુખી થાય. અલબત્ત, અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધમ અને પથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તે તે કેવી રીતે? એના ઉત્તર સહેલા છે. જીવતા નખને કાઈ નથી કાપતું. ઊલટા એ કપાય તો દુ:ખ થાય છે, લોહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે; તેમ જો પથની અંદર ધર્મનું જીવન હોય તા તે પંથ એક નહિ હજાર હો—શા માટે માણસ જેટલા જ ન હોય ? છતાં લેકાનું કલ્યાણ જ થવાનું; કારણ કે, એમાં પ્રકૃતિભેદ અને ખાસિયત પ્રમાણે હજારા ભિન્નતાએ હોવા છતાં ક્લેશ નહિ હોય, પ્રેમ હશે; અભિમાન નહિ હોય, નમ્રતા હશે; શત્રુભાવ નહિ હોય, મિત્રતા હરશે; ઉકળવા પણ નહિ હોય, ખમવાપણુ હશે. પથા હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તે તે એટલું જ છે કે તેમાંથી વિખૂટા પડેલા ધર્મને આત્મા તેમાં ફરી આપણે પૂરવો. એટલે આપણે કાઈ પણ પંથના હોઈ એ છતાં તેમાં ધર્મનાં તત્ત્વો સાચવીને જ તે પથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન ખોલીએ. પથમાં ધર્મનો પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણો ટૂંકમાં આ પ્રમાણે છેઃ (૧) પોતે જે માનતા અને કરતા હોઈ એ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પેાતાની સમજ ઉપર એટલા બધા વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પેાતાની માન્યતાની ચુથા સમજ અને યથા વિશ્વાસની કસેટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણુ આવેશ કે ગુસ્સો ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખૂબીઓની સાથે જ જો કાંઈ ખામીઓ દેખાય તે તેની પણ વગર સકાચે કબૂલાત કરતા જવું. (૩) જેમ પોતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ તેમ ખીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈ એ. અને અથવા જેટલી બાજુ જાણી શકાય તે બધી આજીની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈ એ. એટલું જ નહિ, પણ પેાતાની બાજુ નબળી કે ભૂલભરેલી ભાસતાં તેનો ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કાઈ પણ આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હોતું, માટે બધી બાજુએ જોવાની અને દરેક બાજુમાં જે ખેડ સત્ય દેખાય તો તે બધાનો સમન્વય હોવી ોઈએ, પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય
કરવાની વૃત્તિ આવ્યું હોય.
Page #5
--------------------------------------------------------------------------
________________ 40 ] - દશ અને ચિંતન પંથમાં ધર્મ નથી, માટે જ પથે સમાજ અને રાષ્ટ્રને ધાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતે આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિષ્ણાણ પંથે આડે આવે છે. ધર્મજનિત પંથે સરજાયા તે હતા માણસજાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે—પથે દાવે પણ એ જ કાર્ય કરવાનો કરે છે...અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પથે જ એક થતાં અને મળતાં અટકાવે છે. પશે એટલે બીજું કાંઈ નહિ પણ ધર્મને નામે ઊતરેલું અને પિપાયેલું આપણું માનસિક સંકુચિતપણે કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંથના ઝેરીલા અને સાંકડા સંસ્કાર આવીને એમ કહે છે કે “સાવધાન ! તારાથી એમ ન થાય. એમ કરીશ તે ધર્મ રસાતળ જશે. લેકે શું ધારશે અને શું કહેશે! કઈ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણાં ભરવાની પસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પંથ તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજિયા લઈ જતું હોય અને કોઈ એક સાચે મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર બીજે રસ્તે જવાનું કહે અગર ગોકરી કરવાની ના પાડે તો તે મુસલમાનની એને પંથ શી વલે કરે ? એક ઓર્યસમાજનો સભ્ય કયારેક સાચી દૃષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેને સમાજ-પંથ તેને શું કરે? આ જ રીતે પથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે; અથવા એમ કહો કે આપણે પિતે જ પિતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી રાય અને એકતાનો દ્રોહ કરી રહ્યા છીએ. તેથી જ તો પથાભિમાની મેટા મોટા મનાતા ધર્મગુરુઓ, પંડિત કે પુરહિત કદી મળી શકતા જ નથી. એકરસ થઈ શકતા જ નથી; જ્યારે બીજા સાધારણ માણસે સહેલાઈથી મળી શકે છે. તમે જે કે એકતાનો અને લેકકલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એકબીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય, એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે, તે સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યું છે. આપણું આજનું કર્તવ્ય પમાં કાં તો ધર્મ લાવવાનું છે અને નહિ તે પથાને મિટાવવાનું છે. ધર્મ વિનાના પંથ કરતાં અપંથ એવા મનુષ્ય કે પશુ સુધ્ધાં થવું તે કહિતની દષ્ટિએ વધારે સારું છે એની કેઈ ના પાડે ખરું ? ––પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 21-8-30