SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને પથ [ se આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે, તેમ ધર્મથી વિભૂટા પડેલે પંથ (એક વાર ભલે તે ધમમાંથી જન્મ્યા હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસજાત સુખી થાય. અલબત્ત, અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધમ અને પથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તે તે કેવી રીતે? એના ઉત્તર સહેલા છે. જીવતા નખને કાઈ નથી કાપતું. ઊલટા એ કપાય તો દુ:ખ થાય છે, લોહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે; તેમ જો પથની અંદર ધર્મનું જીવન હોય તા તે પંથ એક નહિ હજાર હો—શા માટે માણસ જેટલા જ ન હોય ? છતાં લેકાનું કલ્યાણ જ થવાનું; કારણ કે, એમાં પ્રકૃતિભેદ અને ખાસિયત પ્રમાણે હજારા ભિન્નતાએ હોવા છતાં ક્લેશ નહિ હોય, પ્રેમ હશે; અભિમાન નહિ હોય, નમ્રતા હશે; શત્રુભાવ નહિ હોય, મિત્રતા હરશે; ઉકળવા પણ નહિ હોય, ખમવાપણુ હશે. પથા હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તે તે એટલું જ છે કે તેમાંથી વિખૂટા પડેલા ધર્મને આત્મા તેમાં ફરી આપણે પૂરવો. એટલે આપણે કાઈ પણ પંથના હોઈ એ છતાં તેમાં ધર્મનાં તત્ત્વો સાચવીને જ તે પથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન ખોલીએ. પથમાં ધર્મનો પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણો ટૂંકમાં આ પ્રમાણે છેઃ (૧) પોતે જે માનતા અને કરતા હોઈ એ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પેાતાની સમજ ઉપર એટલા બધા વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પેાતાની માન્યતાની ચુથા સમજ અને યથા વિશ્વાસની કસેટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણુ આવેશ કે ગુસ્સો ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખૂબીઓની સાથે જ જો કાંઈ ખામીઓ દેખાય તે તેની પણ વગર સકાચે કબૂલાત કરતા જવું. (૩) જેમ પોતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ તેમ ખીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈ એ. અને અથવા જેટલી બાજુ જાણી શકાય તે બધી આજીની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈ એ. એટલું જ નહિ, પણ પેાતાની બાજુ નબળી કે ભૂલભરેલી ભાસતાં તેનો ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કાઈ પણ આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હોતું, માટે બધી બાજુએ જોવાની અને દરેક બાજુમાં જે ખેડ સત્ય દેખાય તો તે બધાનો સમન્વય હોવી ોઈએ, પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય કરવાની વૃત્તિ આવ્યું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249158
Book TitleDharm ane Panth
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size104 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy