SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 40 ] - દશ અને ચિંતન પંથમાં ધર્મ નથી, માટે જ પથે સમાજ અને રાષ્ટ્રને ધાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતે આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિષ્ણાણ પંથે આડે આવે છે. ધર્મજનિત પંથે સરજાયા તે હતા માણસજાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે—પથે દાવે પણ એ જ કાર્ય કરવાનો કરે છે...અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પથે જ એક થતાં અને મળતાં અટકાવે છે. પશે એટલે બીજું કાંઈ નહિ પણ ધર્મને નામે ઊતરેલું અને પિપાયેલું આપણું માનસિક સંકુચિતપણે કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંથના ઝેરીલા અને સાંકડા સંસ્કાર આવીને એમ કહે છે કે “સાવધાન ! તારાથી એમ ન થાય. એમ કરીશ તે ધર્મ રસાતળ જશે. લેકે શું ધારશે અને શું કહેશે! કઈ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણાં ભરવાની પસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પંથ તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજિયા લઈ જતું હોય અને કોઈ એક સાચે મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર બીજે રસ્તે જવાનું કહે અગર ગોકરી કરવાની ના પાડે તો તે મુસલમાનની એને પંથ શી વલે કરે ? એક ઓર્યસમાજનો સભ્ય કયારેક સાચી દૃષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેને સમાજ-પંથ તેને શું કરે? આ જ રીતે પથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે; અથવા એમ કહો કે આપણે પિતે જ પિતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી રાય અને એકતાનો દ્રોહ કરી રહ્યા છીએ. તેથી જ તો પથાભિમાની મેટા મોટા મનાતા ધર્મગુરુઓ, પંડિત કે પુરહિત કદી મળી શકતા જ નથી. એકરસ થઈ શકતા જ નથી; જ્યારે બીજા સાધારણ માણસે સહેલાઈથી મળી શકે છે. તમે જે કે એકતાનો અને લેકકલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એકબીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય, એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે, તે સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યું છે. આપણું આજનું કર્તવ્ય પમાં કાં તો ધર્મ લાવવાનું છે અને નહિ તે પથાને મિટાવવાનું છે. ધર્મ વિનાના પંથ કરતાં અપંથ એવા મનુષ્ય કે પશુ સુધ્ધાં થવું તે કહિતની દષ્ટિએ વધારે સારું છે એની કેઈ ના પાડે ખરું ? ––પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 21-8-30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249158
Book TitleDharm ane Panth
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size104 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy