Book Title: Chaturvinshati Jinastuti
Author(s): Shivlal Jesalpura
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિ લાવણ્યસમયકૃત ચતુર્વિશતિ જિનસ્તુતિ સંપાદક : શિવલાલ જેસલપુરા કુવિ લાવણ્યસમય (હયાત વિ॰ સં॰ ૧૫૨૧થી ૧૫૮૯) પ્રથમ પંકિતના જૈન ગુજરાતી કવિઓમાં અગ્રસ્થાન ધરાવે તેવા, સમર્થ ને પ્રતિભાશાળી કવિ છે. તેમણે નાનીમોટી ત્રીસેક કૃતિઓ રચી છે. તેમાંની કેટલીક પ્રસિદ્ધ થઈ છે, જ્યારે મોટા ભાગની અપ્રસિદ્ધ છે. તેમની કૃતિઓમાં તેમનું પાંડિત્ય ને સામાજિક જીવનનું ઊંડું જ્ઞાન વારંવાર પ્રગટ થાય છે. કોઈ પણ પ્રસંગ, પાત્ર કે ભાવના વર્ણનને રસમય બનાવવાની કળા તેમને સહજ છે. અલંકાર, દૃષ્ટાન્તો અને સામાન્ય વિધાનોથી કોઈ પણ વિષયને તેઓ દીપ્તિવંત બનાવી મૂકે છે. આ બધી કૃતિઓમાં ‘ચતુર્વિશતિ જિનસ્તુતિ' આપણા મધ્યકાલીન સાહિત્યમાં ભાત પાડે એવી છે. પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલી સળંગ કૃતિઓ તો ગણીગાંઠી છે; જ્યારે ચતુર્વિશતિ જિનસ્તુતિ 'માં પ્રથમ ૨૭ કડીઓ માલિની છંદની અને છેલ્લી કડી હરિગીત છંદની છે. દરેક કડીમાં ક્રમસર એક એક તીર્થંકરના વ્યકિતત્વને ઉપસાવવામાં આવ્યું છે. કવિનું છંદપ્રભુત્વ ઉત્તમ કોટિનું છે. દરેક કડીમાં વર્ણસગાઈ, યમક અને પ્રાસની યોજના પણ આકર્ષક છે. - ઘણાં વર્ષો પહેલાં સ્વ॰ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ એ તેમને પ્રાપ્ત થયેલી હસ્તપ્રત પરથી આ કૃતિનું સંપાદન કરેલું અને ‘ જૈનયુગ’(પુ॰ ૧)માં તે પ્રસિદ્ધ થયેલું. પરંતુ તેથી વધુ શુદ્ધ અને જૂની હસ્તપ્રતો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ મંદિરના ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થઈ છે તે ઉપરથી ફરીથી સંપાદન કરી આ કૃતિ અહીં આપી છે. બંને પ્રતમાં લખ્યા સંવત નથી, પણ પ્રતની સ્થિતિ ને લિપિ પરથી વિ॰ સં. ૧૬૦૦ લગભગ તે લખાયાનો સંભવ છે. એમાંની નં૦ ૧૨૫૩ની પ્રતને A અને નં૦ ૪૧૪૩ને પ્રતને B સંજ્ઞા આપી અહીં પાતભેદ નોંધ્યા છે. બંને પ્રતમાં A પ્રત વધારે જૂની છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિનસ્તુતિ : ૧૩૧ કનકતિલક ભાલે, હાર હીઇ નિહાલે, રિષભપય પષાલે, પાપના પંક ટાલે. અરિચ નવ-રસાલે, ફૂટડી ફૂલમાલે, નર ભવ અજૂઆલે, રાગ નઇ રોગ ટાલે. અજિત કિણિ ન થતુ, જેહનઇ માન વીતુ, અનિવર વહીતુ માનીઇ માનવી તુ. લહસિ સુખ નિીતુ, પુજિ રે માનવી તુ. જુ જિન મનિ ચીંત, સુકાઇ માન–વીતુ. સમવસરણિ અષ્ટા, ચીત મોરઇ પા. અસુખ અતિ અરીઠા, ઉપડ્યા તે ઉખીડા, સુપર કરિ ગરીઠા સૌખ્ય પામ્યાં અનીડા, ભવ ટૂ મઝ મીઠા, સંભવસ્વામિ દીઠા. લહક સિરિ ધજાનુ, નાન કેરુ ખાનુ, જિનવર નહીં નાહ્નઉ, સામિ સાચઉ પ્રજાનઉ, જસ ગિ વર-વાનઉ, છઇલ માંહિં ન છાનું, સુત સમર્થ માન, માત સિદ્ધાર-જાન વિષમ વિષયગામી, કેવલજ્ઞાન પામી દુરગતિ દુખ દામી, જે હુઆ સિદ્ધિગામી, હૃદય ધરિ ન ધામી, પૂરવઇ પુણ્યકામી, સકલ સુમતિ સામી, સેવીઇ સીસ નામી. મ કિર અરથ માહુ, લોભના લોઢ વારુ; ભવિક ! ભવ મ હારુ, પિંડ પાપિંઇ મ ભારુ. નયગતિ નિવારુ, ચીતિ ચેતેસ વારુ. પદ્મમપ્રભ જુહારુ, સાંભલઉ ખોલ સારુ. કિય શિવપુર વાસો, સામિ લીલાવિલાસો, જય જગતિ સુપાસો, જેહનઇ દેવ દાસો. દલિઅકરમપાસો, રાગ નાઃઉ નિરાસો, ગુરુઅ-ગુણ નિવાસો, દોષ દોષિઇ ન જાસો. કડી ૫. B હ; સિધિ. કડી ૬. A મ્હારુ. B ચીતિ; વહારુ. A નરયગત વારી. B સાંભલુ. કડી છ. A ગુરુઅ. ૧ - ૨ ૩ ४ ૫ કડી ૧. B ઋષભ, AB પાચ પખાલે. કડી ૨. A કણ, B લૉસ. A મતિ. B ચીંતિ. કડી ૩. B ચૌંતિ. A સોખ્ય. B હૂઆ. કડી ૪. B લલ્ફિક. A ધન તું. B સાચુ, પ્રજાનુ. B વરવાનુ. A માÈ. B માનુ; સિધારષાનુ, ૐ ७ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચળે મદન-મદ નમાયા, ક્રોધોધા નમાયા, ભવભમર ભમાયા, રોગ-સોગા ગમાયા, સકલ ગુણ સમાયા, લક્ષ્મણો જાસ માયા, પ્રભુમિસુ જિન-પાયા, ચંગ ચંદ્રપ્રભાયા, સવિધિ સુવિધિ માંડી, પાપનાં પૂર છાંડી, મયણ-મદનમાંડી, ચીત ચોળું લગાડી, ગતિ મતિ શમાડી, મુક્તિકન્યા રમાડી, સુણિ-ન-સુણિ નમાડી, દેવવા તે રુહાડી. કનકવરણિ પીલા, જેણિ જીતી પ્રમીલા, સિરિ ધરિએ સુશીલા, દૂરિ કીધી કુશીલા, પ્રગટિત તપશલા, શીતલ સ્વામિ શીલા, મ કરસિ અવહીલા, જેહની લીલ લીલા. - ૧૦ ભવિક નર ! ભણી જઈ, સિહું ભમુ માગ બીજઈ ? અહનિશિ સમરી જઈ, સેવ શ્રેયાંસ કી જઈ, વિવિધ સુખ વરી જઈ, પુણ્યપીયુસ પી જઈ, અનુદિન પ્રણમી જઈ, લાછિનુ લાહ લીજઇ. જસ મુખ-અરવિંદો, ઊગીઉ કઈ દિશૃંદો, કિરિ અભિનવ ચંદો, પુનિમાનઉ અમંદો, નયણુ અમિઅબિંદો, જાસુ સેવઈ સુરિંદો, પય નમિ નરિંદો, વાસુપુજજે જિjદો. અસુખ-સુખ હણેવા, સૌખ્યનાં લક્ષ લેવા, ભવજલધિ તરવા, પુણ્ય પોતું ભરેવા, મુગતિ-વહૂ વરેવા, દુર્ગતિઈ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચીતિઈ કરવા. અકલ નવિ કલાયુ, પાર કેણઈ ન પાયુ, ત્રિભુવનિ ન સમાયુ, જેહનઈ જ્ઞાન માયુ, જસ જગિ વર જાયુ, રોગનઉ અંત આયુ, હૃદયકમલિ ધ્યાયુ, તે અનંતુ સુહાયુ. ૧૧ ૧૨ કડી ૮, A મદનમદ નડાયા; ભવભરમ. કડી ૯. A ચીત ચોવું. કડી ૧૦. A સિરિ ઘર સુશીલા. A કરિસિ. • કડી ૧૧. ચોથી લીટી-B તિમ તિમ યમ બીજઇ. A લાહુ. કડી ૧૨. A અરવંદો. A કરિ. B પુનિમાનુ; વાસુપુજજે. કડી ૧૩. A અસુખ ગતિ હણેવા. A સોગનાં લખ્ય, A ચીંતઈ કરેવા. કડી ૧૪. A કલાવ્યું. ત્રીજી લીટી-A જવ જિનવર જાયું. B રોગનું. Page #4 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિનરતુતિઃ ૧૩૩ ધરમ ધરમ ભાષઈ, મુક્તિનઉ માર્ગ દાષઈ. જગિ જિનવર પાષઈ, પાપ જાઈ ન પાષઈ. વરસ દિવસ પાઈ, જે પ્રલે ચિત્તિ રાઈ, પુરુષ અણિએ આજઈ, સૌખ્ય તે ચંગ ચાષઈ. ૧૫ મયગલ ઘર બારી, નારિ સિંગારિ ભારી, રયણ કનક સારી, કોડિ કેતી વિચારી, પ્રભુ તસુ પરિહારી, જ્ઞાનચારિત્રધારી, ત્રિભુવનિ જયકારી, સાંતિ એવુ સધારી. વર કનકિ ઘડાયા, હર હીરે જડાયા, મુગટ સિરિ અડાયા, સૂર તેજિઈ નડાયા, તિવલ તડતડીયા, પાપ પ્રકિઈ પડાયા, કુસુમય ચડાયા, કુંથુ પૂજંતિ રાયા. કરમ ભરમ જાલી, પુણ્યની નીંક વાલી, રતિ-અવિરતિ રાલી, કેવલજ્ઞાન પાલી, અખય-સુખ-રસાલી, સિદ્ધિ પામી સંહાલી, અર અરચિ સુમાલી, આપિ રે કૂલ ટાલી. સુણિન સુણિન હલ્લી, પુષ્યનિઈ પૂરિ ઘલી, ઘર તરુઅરવલ્લી, પુત્તપુત્તેહિં ભલ્લી, નિત નવલ-નવલ્લી, ભૂરિ ભોગેહિં ફુલ્લી, પ્રણમઇ જિણ મલ્લી, તાસુ કલ્યાણવલ્લી. ૧૯ વિગત-કવિ-કુરંગા, પામી પુણ્ય તુંગા, નવિલિ ગવિલ જંગા, દૂધ દોષો દુરંગા, જવ દૂચ જિન સંગા, સુવ્રતસ્વામિ ગંગા, કિરિ તરલ-તરંગા, આલસૂ માંહિં ગંગા. २० નમિ નય નિવારઈ, માન-માયા વિડાઈ, ભવજલધિ અપારઈ, હેલિ હેલાં ઊતારઈ, ભગત-જન સધાર, લોભ નાણુઈ લગાઈ, જિન જુગતિ જુહારઈ, તે સેવે કાજ સાર. ૧૮ કડી ૧૫. B મુક્તિનુ. A સાખ્ય. કરી ૧૬. A અંગાર. B સંત. A સેવ જુહારી. કડી ૧૭. B કનક. A મુકુટ તેજેઇ; તિવિલ. કડી ૧૮. A કરમરમ. કડી ૧૯. B સુણિ ન થલી. A જિન. કડી ૨૦. A વિગતિ કલિ કુરંગા. 8 નવલ ગવલ જંગ. A દાખ્યા. B હુઆ. A માહિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ 22 134 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી મુગતિ કુમતિ છોડી, પાપની પાલિ ફોડી, ટલિએ સયલ બોડી, મોહની વેલિ મોડી, જિણિ શિવવહુ લોડી, નહી નેમિ જેડી, પ્રણમાં લક્ષ કોડી, નાથ બિ હાથ જોડી. જલ જલણ વિયોગા, નાગ સંગ્રામ સોગા, હરિ મયગલ મોગા, વાત ચોરારિ રોગ, સવિ ભયહર લોગા, પામી પાસ જોગા, નર નહી કહિ જોગા, પૂજતાં ભૂરિ ભોગા. કઠિન કરમ મેલ્હી, કાઠીઆ તેર ઠેલી, વિમલ વિનવેલી, ભાવિ ભોલઈ ગહેલી, નિસુણિ હરષિ હેલી, ભેટિ પામી દુહેલી, સવિસવિર્દ પહેલી, વીર વંદૂ વહેલી. દુરિત દલ દુકાલા, પુણ્ય પામી સુગાલા, જસુ ગુણવર બાલા, રંગિ ગાઈ રસાલા, ભવિક નર ત્રિકાલા, ભાવિ વંદું ભયાલા જય જિનવર માલા, નામિ લછુછી વિશાલા. અમિઅરસ સમાણી, દેવદેવે વજાણી, વયણરયણખાણી, પાપલ્લી-કૃપાણી, સુણિન સુણિન પ્રાણી ! પુણ્યચી પટ્ટરાણી જગિ જિનવર-વાણી, સેવીઈ સાર જાણું. રિમિઝિમિ ઝમકારા, નેહરીચા ઉદારા, કટિ-તટિ પલકારા, મેષલીચા અપારા, કમલિ-મલિ-સારા, દેહ લાવણ્યધારા, સરસતિ જયકારા, હોઉ મે નાણુધારા. તપગછિ દિયર લબ્ધિસાયર સમદેવ સૂરીસરા, શ્રી સોમય ગણધાર સેવીય સમયરત્ન મુણસરા; માલિનીબૃદિઈ ઝમકબંધિઈ સ્તવ્યા જિન’ઊલટિ ઘણઈ, મિઈ લહિઉ લાલ અનંત સુખમય, મુનિ લાવણ્યસમય ભણઇ. 27 કડી 22. A પ્રણમઈ સુર કોડી; બે. કડી 24. B મેહલી. A ભારઈ ગયેલી. કડી 25. A જસ ગુણવર, લખી. કડી 27. B રમઝમ. કડી 28. A લછિસાયર. A સેવિઅ; મુનીસરા. A મલિની, 8 માલિનીય. A યમકબંધિઈ, B તન્યા. A મઇ, A લાવણ્યસમય સદા ભણઈ.