________________
કવિ લાવણ્યસમયકૃત ચતુર્વિશતિ જિનસ્તુતિ
સંપાદક : શિવલાલ જેસલપુરા
કુવિ લાવણ્યસમય (હયાત વિ॰ સં॰ ૧૫૨૧થી ૧૫૮૯) પ્રથમ પંકિતના જૈન ગુજરાતી કવિઓમાં અગ્રસ્થાન ધરાવે તેવા, સમર્થ ને પ્રતિભાશાળી કવિ છે. તેમણે નાનીમોટી ત્રીસેક કૃતિઓ રચી છે. તેમાંની કેટલીક પ્રસિદ્ધ થઈ છે, જ્યારે મોટા ભાગની અપ્રસિદ્ધ છે.
તેમની કૃતિઓમાં તેમનું પાંડિત્ય ને સામાજિક જીવનનું ઊંડું જ્ઞાન વારંવાર પ્રગટ થાય છે. કોઈ પણ પ્રસંગ, પાત્ર કે ભાવના વર્ણનને રસમય બનાવવાની કળા તેમને સહજ છે. અલંકાર, દૃષ્ટાન્તો અને સામાન્ય વિધાનોથી કોઈ પણ વિષયને તેઓ દીપ્તિવંત બનાવી મૂકે છે.
આ બધી કૃતિઓમાં ‘ચતુર્વિશતિ જિનસ્તુતિ' આપણા મધ્યકાલીન સાહિત્યમાં ભાત પાડે એવી છે. પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલી સળંગ કૃતિઓ તો ગણીગાંઠી છે; જ્યારે ચતુર્વિશતિ જિનસ્તુતિ 'માં પ્રથમ ૨૭ કડીઓ માલિની છંદની અને છેલ્લી કડી હરિગીત છંદની છે. દરેક કડીમાં ક્રમસર એક એક તીર્થંકરના વ્યકિતત્વને ઉપસાવવામાં આવ્યું છે. કવિનું છંદપ્રભુત્વ ઉત્તમ કોટિનું છે. દરેક કડીમાં વર્ણસગાઈ, યમક અને પ્રાસની યોજના પણ
આકર્ષક છે.
-
ઘણાં વર્ષો પહેલાં સ્વ॰ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ એ તેમને પ્રાપ્ત થયેલી હસ્તપ્રત પરથી આ કૃતિનું સંપાદન કરેલું અને ‘ જૈનયુગ’(પુ॰ ૧)માં તે પ્રસિદ્ધ થયેલું. પરંતુ તેથી વધુ શુદ્ધ અને જૂની હસ્તપ્રતો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ મંદિરના ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થઈ છે તે ઉપરથી ફરીથી સંપાદન કરી આ કૃતિ અહીં આપી છે. બંને પ્રતમાં લખ્યા સંવત નથી, પણ પ્રતની સ્થિતિ ને લિપિ પરથી વિ॰ સં. ૧૬૦૦ લગભગ તે લખાયાનો સંભવ છે. એમાંની નં૦ ૧૨૫૩ની પ્રતને A અને નં૦ ૪૧૪૩ને પ્રતને B સંજ્ઞા આપી અહીં પાતભેદ નોંધ્યા છે. બંને પ્રતમાં A પ્રત વધારે જૂની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org