________________
૧૩૨ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચળે
મદન-મદ નમાયા, ક્રોધોધા નમાયા, ભવભમર ભમાયા, રોગ-સોગા ગમાયા, સકલ ગુણ સમાયા, લક્ષ્મણો જાસ માયા, પ્રભુમિસુ જિન-પાયા, ચંગ ચંદ્રપ્રભાયા, સવિધિ સુવિધિ માંડી, પાપનાં પૂર છાંડી, મયણ-મદનમાંડી, ચીત ચોળું લગાડી,
ગતિ મતિ શમાડી, મુક્તિકન્યા રમાડી, સુણિ-ન-સુણિ નમાડી, દેવવા તે રુહાડી. કનકવરણિ પીલા, જેણિ જીતી પ્રમીલા, સિરિ ધરિએ સુશીલા, દૂરિ કીધી કુશીલા, પ્રગટિત તપશલા, શીતલ સ્વામિ શીલા, મ કરસિ અવહીલા, જેહની લીલ લીલા. - ૧૦ ભવિક નર ! ભણી જઈ, સિહું ભમુ માગ બીજઈ ? અહનિશિ સમરી જઈ, સેવ શ્રેયાંસ કી જઈ, વિવિધ સુખ વરી જઈ, પુણ્યપીયુસ પી જઈ, અનુદિન પ્રણમી જઈ, લાછિનુ લાહ લીજઇ. જસ મુખ-અરવિંદો, ઊગીઉ કઈ દિશૃંદો, કિરિ અભિનવ ચંદો, પુનિમાનઉ અમંદો, નયણુ અમિઅબિંદો, જાસુ સેવઈ સુરિંદો, પય નમિ નરિંદો, વાસુપુજજે જિjદો. અસુખ-સુખ હણેવા, સૌખ્યનાં લક્ષ લેવા, ભવજલધિ તરવા, પુણ્ય પોતું ભરેવા, મુગતિ-વહૂ વરેવા, દુર્ગતિઈ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચીતિઈ કરવા. અકલ નવિ કલાયુ, પાર કેણઈ ન પાયુ, ત્રિભુવનિ ન સમાયુ, જેહનઈ જ્ઞાન માયુ, જસ જગિ વર જાયુ, રોગનઉ અંત આયુ, હૃદયકમલિ ધ્યાયુ, તે અનંતુ સુહાયુ.
૧૧
૧૨
કડી ૮, A મદનમદ નડાયા; ભવભરમ. કડી ૯. A ચીત ચોવું. કડી ૧૦. A સિરિ ઘર સુશીલા. A કરિસિ. • કડી ૧૧. ચોથી લીટી-B તિમ તિમ યમ બીજઇ. A લાહુ. કડી ૧૨. A અરવંદો. A કરિ. B પુનિમાનુ; વાસુપુજજે. કડી ૧૩. A અસુખ ગતિ હણેવા. A સોગનાં લખ્ય, A ચીંતઈ કરેવા. કડી ૧૪. A કલાવ્યું. ત્રીજી લીટી-A જવ જિનવર જાયું. B રોગનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org