Page #1
--------------------------------------------------------------------------
________________
ભાવલિંગનું પ્રાધાન્ય
ડૉ ભગવાનદાસ મન:સુખભાઈ મહેતા, એમ. ખી., બી. એસ.
આ ટંકોત્કીર્ણં વીરવાણીની ઉદ્ઘોષણા કરનારા મહાગીતાર્થ વીતરાગ મુનીશ્વર મહર્ષિ આનંદઘનજીનું સુભાષિત વચનામૃત છે કે :
‘ આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીન્ન તો વ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે. ’
'
· પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત. ’
પાતકનો——પાપનો ધાત——નાશ કરે, પાપ–દોષને હણી નાખે એવા સાચા સાધુ પુરુષનો પરિચય થાય તો ચિત્ત અકુશલ ભાવના અપચયવાળું (ન્યૂનતાવાળું) બને અને પ્રવચનવાણીની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત હોય તેની પાસેથી પ્રાપ્તિ થાય. ઐશ્વર્યવત હોય તે દારિદ્રય ફેડે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે. ' જેને પ્રવચનવાણી પ્રાપ્ત હોય અર્થાત્ આત્મપરિણામ પામી હોય, એવા ‘ પ્રાપ્ત ’ પરિણત ભાવિતાત્મા સાધુપુરુષ જ તેની પ્રાપ્તિમાં આસ ગણાય. સાધુ કોણ ? અને કેવા હોય ? તે વિચારવા યોગ્ય છે. સાધુનાં કપડાં પહેર્યાં, વ્યક્લિંગ ધારણ કર્યું, એટલે સાધુ બની ગયા એમ નહિ, પણ આદર્શ સાધુગુણસંપન્ન હોય તે સાધુ, જેનો આત્મા સાધુત્વગુણે ભુષિત હોય તે સાધુ, સમ્યગ્ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સમ્યપણે સાધે તે સાધુ, જે આત્મજ્ઞાની ને ખરેખરા આત્મારામી વીતરાગ હોય તે સાધુ, એ વાર્તા સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. અત્રે આવા ભાગસાધુ જ મુખ્યપણે વિવક્ષિત છે. ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે,” તેમ જ મુનિગણુ આતમરામી રે' ત્યાદિ આનંદ્દઘનજીનાં અન્ય વચનો પણ આ જ સૂચવે છે.
પાતક-ઘાતક સાધુનો પરિચય
શાસ્ત્રોક્ત સાધુ ગુણ–ભાવથી રહિત એવા વ્યાચાર્ય–દ્રવ્યસાધુ વગેરે તો ખોટા રૂપિયા જેવા છે. તેને માનવા તે તો કૂડાને રૂડા માનવા જેવું છે અને તે રૂડું નથી, માટે ભાવાચાર્ય–ભાવસાધુ આદિનું જ માન્યપણું શાસ્ત્રકારે સંમત કરેલું છે. આવશ્યકનિયુક્તિમાં ધાતુ અને છાપના દૃષ્ટાંતે શ્રીભાડુ સ્વામીએ અને યોગદષ્ટિસમુચ્ચયમાં યોગખીજ પ્રસંગે શ્રીહરિભદ્રસૂરિએ એ જ વાત સ્પષ્ટ કરી છે. નમસ્કાર મંત્રમાં પણ પંચ પરમેષ્ટિ મધ્યે જેને ગૌરવભર્યું સ્થાન આપ્યું છે તે મુખ્યપણે યથોક્ત ગુણગણુગુરુ ભાવાચાર્યભાવસાને અનુલક્ષીને. મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ તો આ અંગે પંચાશક શાસ્ત્રમાં હરિગર્જના
ભાવસાધુનું જ માન્યપણું:
નિષ્કષાયતા જ સાધુતાનો માપદંડ
૧.
“ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । ” - શ્રી યોગદર્શિસમુચ્ચય
“ વિવિશિષ્ટેષુ ? માય‘ માવયોનિપુ' ન દ્રવ્યાનાર્યાતિષ્વધર્મનક્ષોવુ,
""
कूटरूपे खल्वकूट बुद्धेरप्यसुन्दरत्वात् ।' - શ્રી યોગસિમુચ્ચયવૃત્તિ
આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિસ્તર વિવેચન (‘સુમનોનંદની' બૃહતૂ ટીકા) કરેલ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથનું અવલોકન કરવું.
Page #2
--------------------------------------------------------------------------
________________
ભાવલિંગનું પ્રાધાન્ય
૧૨૧
કરી છે કે−ર સાધુને કાલદોષથી હોય તો કવચિત્ અતિ અતિ સૂક્ષ્મ એવો સંજવલન કષાયનો ઉદય હોય, આકી તો કષાય હોય જ નહિ, અને જો હોય તો તે સાધુ જ નથી. કારણ કે સર્વંય અતિચારો સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાબંધી આદિ બાર કષાયના ઉદયથી તો સચોડો વ્રતભંગ થતો હોવાથી મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે, અર્થાત્ સાધુપણું જ મૂલથી નષ્ટ થાય છે. તાત્પર્ય કે લગભગ વીતરાગ જેવી–વીતરાગવત્ દશા જેની હોય તે જ સાધુ છે; અને વીતરાગતા—નિષ્કષાયતા એ જ . સાધુતાની કસોટી વા માપદંડ છે. ’
આમ સ્પષ્ટ શાસ્ત્રસ્થિતિ છતાં અન્ન ખાલજીવોની દૃષ્ટિ તો પ્રાયઃ લિંગ-આદ્ય વેષ પ્રત્યે હોય છે, એટલે તે તો મુગ્ધ હોઈ ભોળવાઈ જઈ વેષમાં જ સાધુપણું ક૨ે છે, અને બાહ્યત્યાગી—સાધુવેષધારી પણ આત્મજ્ઞાનથી રહિત એવાઓને ગુરુ કરીને થાપે છે, અથવા આ તો અમારા કુલ સંપ્રદાયના આચાર્ય છે, અમારા મા'રાજ છે, એવા મમત્વ ભાવથી પ્રેરાઈને પોતાના કુલગુરુનું મમત્વ-અભિમાન રાખે છે, પણ ભાવયોગી એવા ભાવાચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાનું જ મુખ્યપણે માન્યપણું શાસ્ત્રમાં કહ્યું છે, તે લક્ષમાં રાખતા નથી; તેમ જ બાહ્ય ગ્રંથભાગ માત્રથી ખાઘલિંગ સુંદર છે એમ નથી. કારણ કે કંચુક માત્ર ત્યાગથી ભુજંગ નિર્વિષ બનતો નથી, એ વસ્તુસ્થિતિનો પણ વિચાર કરતા નથી.
માલજીવોની દ્રવ્યલિંગપ્રધાન દૃષ્ટિ
((
'बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ||
बाह्यं लिङ्गमसारं, तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥ बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । कञ्चुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ॥ "
• શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ષોડશક “ ફૂટ લિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ;
નિધ્વંસ જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ...રે જિનજી ! ” શ્રી યશોવિજયજીકૃત સા. ત્ર. ગાથાસ્તવન
પણ પ્રાન જન તો આગમતત્ત્વનો વિચાર કરે છે; અર્થાત્ આગમાનુસાર, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાસૂત્ર આચરણુરૂપ તાત્ત્વિક સાધુત્વ છે કે કેમ તેની સમીક્ષા કરે છે, અને જેનામાં યથોક્ત આદર્શ નિગ્રંથ શ્રમપણું દશ્ય થાય તેનો જ સાચા સાધુપણે સ્વીકાર કરે છે. કારણ તે વિચારે છે કે - સમ્યગ્ દર્શન—–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ મોક્ષમાર્ગની જે નિરંતર નિર્મળ સાધના કરતો હોય તે જ સાચો સાધુ છે, બાકી તો વેષધારી છે; જે શુદ્ધ આત્મસ્વરૂપને જાણતો હોય, અનુભવતો હોય, જે આત્મારામી હોય તે જ ભાવમુનિ છે, બાકી તો નામમુનિ છે; જે દેહયાત્રા માત્ર નિર્દોષ વૃત્તિ કરી અપ્રમાદપણે નિગ્રંથ જીવન પાળે છે તે જ ભિક્ષુ છે, ખાકી તો પૌરુષની—ખલહરણી
સાચા સાધુ, ભાવ મુનિ, ભિક્ષુ, યતિ, શ્રમણ કોણ ?
२. " चरिमाण वि तह णेयं संजलणकसाय संगमं चेव । माइट्ठाण पाय असई पि हु कालदोसेण ॥ सव्वैविय अइयारा संजलणाणं तु उदयओ होंति । मूलअं पुण होइ बारसण्डं कसायाणं ॥ "
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પંચાશક
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભિક્ષા ભક્ષનારા પ્રમાદીઓ છે; જે રાગાદિ દોષથી શુદ્ધ આત્મસ્વરૂપનો ઘાત ન થાય–હિંસા ન થાય એમ ભાવ અહિંસકપણે યતનાપૂર્વક વર્તે છે અને દ્રવ્યથી પણ કોઈ પણ જીવની કંઈ પણ હિંસા ન થાય એવી જયણ રાખે છે તે યતિ છે, બાકી તો વેષવિબક છે; જે શુદ્ધ આત્મતત્વને જ્ઞાતા છે, જે શુદ્ધ આત્મસ્વરૂપમાં સંયમનથી અને પ્રતાપનથી સંયમ–તપ સંયુક્ત છે, જેનો રાગ ચાલ્યો ગયો છે, જે વીતરાગ છે, જે સુખ-દુ:ખ પ્રત્યે સમવૃત્તિવાળો છે એવો શબ્દોપયોગરૂપ આત્મા તે જ શ્રમણ છે, બાકી તો નામશ્રમણ છે, દ્રવ્યલિંગી છે.
"सुविदिदपदत्थसुत्तो संजमतवसंजुदो विगदरागो । સમળો સમુહુતો મળવો સુબોત્તિ ” – મહર્ષિ કુંદકુંદાચાર્યજીકૃત પ્રવચનસાર
થોડા આર્ય અનારય જનથી, જૈન આર્યમાં થોડ; તેમાં પણ પરિણત જન થોડ, શ્રમણ અલપ-બહુ મોડા..રે જિના
વિનતડી અવધારો” – શ્રી યશોવિજયજી આમ જે વિચક્ષણ પ્રાજ્ઞજનો વિચારે છે તે તો ભાવવિહીન દ્રવ્યલિંગને પ્રાયઃ કંઈ પણ વજૂદ આપતા નથી; તેઓ તો મુખ્યપણે ભાવ–આત્મપરિણામ પ્રત્યે જ દૃષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા
ભાવલિંગીને જ મહત્વ આપે છે; દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ આત્મભાવના સાધુગુણભૂષિત પ્રગટપણાના અને નિષ્કષાયપણુના અવિસંવાદી માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે; ભાવસાધુનું જ સાચા નગદ રૂપિયાને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે ક-ધાતુ માન્યપણું ખોટી અને છાપ ખોટી, અથવા ધાતુ ખોટી અને છાપ સાચી, એ બે પ્રકાર
કલઈના રૂપિયા જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તો સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે; અને ધાતુ સાચી પણ છાપ ખોટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપિયા જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે સાધુ છે,–એ બે પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલો આત્મગુણ પ્રગટયો છે? તે યોગમાર્ગ કેટલો આગળ વધ્યો છે ? તે કેવી યોગ દશામાં વર્તે છે? તેનું ગુણસ્થાન કેવું છે? તેની અંદરની મુંડ (કષાય મુંડનરૂ૫) મુંડાઈ છે કે નહિ ? તેનો આત્મા પરમાર્થે “સાધુ” “મુનિ' બન્યો છે કે નહિ ? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે. તે જાણે છે કે જે આત્મજ્ઞાની સમદર્શી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઇચ્છારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચરતા હોય અને પરમશ્રત એવા જે પુરૂની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, તે જ સાચા સદ્ગુરુ છે. ‘છત્તીસ કુળો ગુરુ મન્ના' તે જાણે છે કે જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા આત્મારામી હોય, જે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય,
૩. “ શીળાયરરિં ત વહોર્દિ મટીરાચં નિત્યં ઈ. ૩-૨૯૭
“વા વયંતિ પર્વ વેસો સિત્સંવાળા વિ नमणिज्जो घिद्धी अहो सिरसूलं कस्स पुक्करिमो॥"
– મહર્ષિ હરિભદ્રસૂરિકૃત સંબોધ પ્રકરણ ૨-૭૬. અથ – હીનાચારવંતોથી તથા વૈષવિડંબકોપી તીર્થ મલિન કરાયેલું છે. ઈ. બાલકવો એમ વદે છે કે આ પણ તીર્થકરોનો વેષ છે, (માટે) નમન કરવા યોગ્ય છે. ધિક્કાર હો ! ધિક્કાર હો ! અહો ! (આ) શિરશુલ અમે કોની પાસે પોકારીએ?
Page #4
--------------------------------------------------------------------------
________________
ભાવલિંગનું પ્રાધાન્ય
૧૨૩
જ્ઞાની સત્પુરુષોના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા વંચક હોય અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી તો ' દ્રવ્યલિંગી વૈષધારીઓ છે. આમ તે જાણતા હોઇ મુખ્યપણે તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમનાં આદર-ભક્તિ કરે છે.
આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીજા તો વ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે...વાસુપૂજ્ય. આગમધર ગુરુ સમકિતી, કરિયા સઁવર સાર રે; સંપ્રદાયી અર્વક સદા, ચિ અનુભવ આધાર
*
“નું સંમતિ પાસર,
પાતક ઘાતક સાધુ કેવા હોય?
#
*
“ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ’ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; ખાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ’ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્માિઁદ્ધ
*
મોતિ વાસદ્ । ’
,
*
“ કારજ સિદ્ધ ભયો તિનકો જિણે,
અંતર મુંડ મંડાય લિયા રે. ”
#
રે...શાંતિ જિન.
""
• શ્રી આનંદઘનજી
– શ્રી આચારાંગ સૂત્ર
#
*
“ ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમ ભાવે;
ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય૦ મોહપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા;
સિંહ પરે જે વિક્રમ શા, ત્રિભુવન જન આધારા...ધન્ય” - શ્રી યશોવિજયજી
આવા ભાવસાધુને જ મુખ્યપણે લક્ષગત રાખી અનેે આનંદધનજીએ ‘ પાતક ઘાતક' એવા સૂચક શબ્દપ્રયોગ કર્યો છે. ‘ પાતક ધાતક ’કોણ હોઈ શકે ? જેણે પોતે પાપનો ઘાત કર્યો હોય તે જ અન્યના પાપનો ધાતક હોઈ શકે, પણ પોતાના પાપનો ધાત નથી કર્યો એવો જે શ્રીઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રમાં વર્ણવેલ ‘પાપશ્રમણ ’ હોય તે પાતકધાતક કેમ હોઈ શકે? એટલે એવા પાપશ્રમણુની વાત તો યાંય દૂર રહી ! જેણે પાપનો ઘાત-નાશ કર્યો છે એવા નિષ્પાપ પુણ્યાત્મા સાધુ, કલ્યાણસંપન્ન પુણ્યમૂર્તિ સાચા સંતપુરુષ જ પાતકધાતક હોય.
આવા સત્પુરુષ દર્શનથી
શ્રી ચિદાનંદજી
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પણ પાવન ૪ “ના વાવના હોય છે, એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એમના પવિત્ર આત્મચારિત્રનો કોઈ એવો અદ્ભુત મૂક પ્રભાવું પડે છે કે બીજા જીવોને દેખતાં વેંત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણમૂતિ, દર્શનથી પણ પાવન, નિર્દોષ, નિવિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી ચમત્કારિક પ્રભાવતાથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર ઓળખાઈ જાય છે. કારણ કે તેવા મૌન મુનિનું. દર્શન પણ હજારો વાગાબરી વાચસ્પતિઓનાં લાખો વ્યાખ્યાનો કરતાં અનંતગણો સચોટ બોધ આપે છે. દેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકેઃ
“શાંતિકે સાગર અર, નીતિકે નાગર નેક,
- દયાકે આગર જ્ઞાન ધ્યાનકે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી,
સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો; રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય,
ગુનસે ખચિત ચિત્ત, સજજન સમાન હો; રાજચંદ્ર પૈર્ય પાળ, ધર્મ ઢાલ ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.”
– શ્રીમદ્ રાજચંદ્રજી
શ્રી સૂત્રકૃતાંગના કિ. મૃ. ૪. ના ૭૦ મા સત્રમાં નિગ્રંથમુનિનું આ પ્રકારે પરમસુંદર હદયંગમ વર્ણન કર્યું છે: “તે અણગાર ભગવંતો ઈસમિત, ભાષાસમિત, એષણસમિત, આદાનભંડમાત્ર
નિક્ષેપણસમિત, પારિજાપનિકાસમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, સૂત્રકૃતાંગમાં વર્ણવેલું નગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, અક્રોધ, અમાન, નિગ્રંથમુનિનું આદર્શ અમાય, અલોભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, અનાશ્રવ, અગ્રંથ, સ્વરૂપ છિન્નશ્રોત, નિરુપલેપ, કાંરયપાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ
જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિમ્પલેપ, કૂર્મ જેવા ગુદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગડાના શીંગડા જેવા એકજાત, ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા ઊંડીર (મસ્ત), વૃષભ જેવા સ્થિરસ્થામ. સિંહ જેવા દધર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય વેશ્યાવંત, સૂર્ય જેવા દીuતેજ, જાત્યસુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શવિષહ, સુત હુતાશન જેવા તેજથી જવલંત હોય છે. તે ભગવંતોને ક્યાંય પણ પ્રતિબંધ હોતો નથી.
૪. “સક્રિ: કલ્યાળસંપક કરનાર વ: |
તથાનતો થોનો યોજાવવા તે ” – શ્રી યોગદરિસમુચ્ચય
આ યોગાવંચકઆદિનું વરૂપ સમજવા જુઓ મસ્તૃત ચોગકિસમુચ્ચય વિવેચન. ૫. તે ના નામ મળમારા મનાવતો હરિયાણમિયા માતામિયા ઈ. ”
Page #6
--------------------------------------------------------------------------
________________ 125 ભાવલિંગનું પ્રાધાન્ય પરમ ભાવિતાત્મા સાધુચરિત શ્રીમદ્ રાજચંદ્રજી પણ નિગ્રંથ દશાનું તેવું જ હૃદયંગમ શબ્દચિત્ર કરતું સ્વસંવેદનમય અપૂર્વ ભાવવાહી દિવ્ય સંગીત લલકારી ગયા છે કેઃ “સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જે; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહિ, દેહે પણ કિંચિત મૂચ્છ નવ જેય જે–અપૂર્વ અવસર મુખ્યપણે તો વર્ત દેહ પર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જે–અપૂર્વ અવસર સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે—-અપૂર્વ અવસર બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન જે–અપૂર્વ અવસર” ઇત્યાદિ. - શ્રીમદ્ રાજચંદ્રજી આવા પરમ નિર્દોષ, પરમ નિવિકાર, વીતરાગ જ્ઞાની પવિત્ર પુરુષ જે કોઈ હોય તે જ બાહ્યાભ્યતર ગ્રંથથી રહિત સાચા ભાવનિગ્રંથ છે, તે જ શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા સાધુચરિત સાચા સપુરુષ છે, તે જ આત્માના પ્રત્યક્ષ પ્રગટ સતસ્વરૂપને પ્રાપ્ત થયેલા સાચા ભાવલિંગી સદગુરુ છે, તેજ સર્વ પરભાવ-વિભાવનો સંન્યાસ-ત્યાગ કરનારા આત્મારામી ભાવસાધુનું જ સાચા “સંન્યાસી —ધર્મસંન્યાસયોગી છે, તે જ સર્વ પરભાવ-વિભાવ પ્રત્યે પ્રાધાન્ય અગ્રહણબુદ્ધિરૂપ મન ભજનારા સાચા “મુનિ' છે, તે જ રવરૂપવિશ્રાંત ' શાંતમૂર્તિ સાચા “સંત” છે, તેજ સહજ આત્મસ્વરૂપ પદનો સાક્ષાત યોગ પામેલ સાચા ભાવયોગી છે, તે જ સમભાવભાવિત સાચા ભાવશ્રમણ છે, તે જ યથોક્ત ભાવલિંગસંપન્ન સાચા ભાવસાધુ છે અને તે ભાવલિંગી ભાવસાધુનું જ પ્રાધાન્ય છે. હજારો દ્રવ્યલિંગીઓની જમાત એકઠી થતાં પણ જે જનકલ્યાણ કે શાસન ઉદ્યોત નથી કરી શકતી, તે આવો એક ભાવલિંગી સાચો આદર્શ ભાવનિર્ચથ સહજ સ્વભાવે કરી શકે છે,–જેમ એક જ સૂર્ય કે ચંદ્ર વિશ્વમાં પ્રકાશ રેલાવી શકે છે: હજારો ટમટમતા તારાઓ એકત્રપણે પણ તેમ કરી શકતા નથી. IMG-IN: :: || ર પાક સાdus: TILL રહી Tryinister N/ Insii seks : ';K e BIRJ Balliણી aધ ના કામithjil/USA it d , le: - ]