________________
૧૨૨
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભિક્ષા ભક્ષનારા પ્રમાદીઓ છે; જે રાગાદિ દોષથી શુદ્ધ આત્મસ્વરૂપનો ઘાત ન થાય–હિંસા ન થાય એમ ભાવ અહિંસકપણે યતનાપૂર્વક વર્તે છે અને દ્રવ્યથી પણ કોઈ પણ જીવની કંઈ પણ હિંસા ન થાય એવી જયણ રાખે છે તે યતિ છે, બાકી તો વેષવિબક છે; જે શુદ્ધ આત્મતત્વને જ્ઞાતા છે, જે શુદ્ધ આત્મસ્વરૂપમાં સંયમનથી અને પ્રતાપનથી સંયમ–તપ સંયુક્ત છે, જેનો રાગ ચાલ્યો ગયો છે, જે વીતરાગ છે, જે સુખ-દુ:ખ પ્રત્યે સમવૃત્તિવાળો છે એવો શબ્દોપયોગરૂપ આત્મા તે જ શ્રમણ છે, બાકી તો નામશ્રમણ છે, દ્રવ્યલિંગી છે.
"सुविदिदपदत्थसुत्तो संजमतवसंजुदो विगदरागो । સમળો સમુહુતો મળવો સુબોત્તિ ” – મહર્ષિ કુંદકુંદાચાર્યજીકૃત પ્રવચનસાર
થોડા આર્ય અનારય જનથી, જૈન આર્યમાં થોડ; તેમાં પણ પરિણત જન થોડ, શ્રમણ અલપ-બહુ મોડા..રે જિના
વિનતડી અવધારો” – શ્રી યશોવિજયજી આમ જે વિચક્ષણ પ્રાજ્ઞજનો વિચારે છે તે તો ભાવવિહીન દ્રવ્યલિંગને પ્રાયઃ કંઈ પણ વજૂદ આપતા નથી; તેઓ તો મુખ્યપણે ભાવ–આત્મપરિણામ પ્રત્યે જ દૃષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા
ભાવલિંગીને જ મહત્વ આપે છે; દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ આત્મભાવના સાધુગુણભૂષિત પ્રગટપણાના અને નિષ્કષાયપણુના અવિસંવાદી માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે; ભાવસાધુનું જ સાચા નગદ રૂપિયાને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે ક-ધાતુ માન્યપણું ખોટી અને છાપ ખોટી, અથવા ધાતુ ખોટી અને છાપ સાચી, એ બે પ્રકાર
કલઈના રૂપિયા જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તો સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે; અને ધાતુ સાચી પણ છાપ ખોટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપિયા જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે સાધુ છે,–એ બે પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલો આત્મગુણ પ્રગટયો છે? તે યોગમાર્ગ કેટલો આગળ વધ્યો છે ? તે કેવી યોગ દશામાં વર્તે છે? તેનું ગુણસ્થાન કેવું છે? તેની અંદરની મુંડ (કષાય મુંડનરૂ૫) મુંડાઈ છે કે નહિ ? તેનો આત્મા પરમાર્થે “સાધુ” “મુનિ' બન્યો છે કે નહિ ? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે. તે જાણે છે કે જે આત્મજ્ઞાની સમદર્શી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઇચ્છારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચરતા હોય અને પરમશ્રત એવા જે પુરૂની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, તે જ સાચા સદ્ગુરુ છે. ‘છત્તીસ કુળો ગુરુ મન્ના' તે જાણે છે કે જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા આત્મારામી હોય, જે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય,
૩. “ શીળાયરરિં ત વહોર્દિ મટીરાચં નિત્યં ઈ. ૩-૨૯૭
“વા વયંતિ પર્વ વેસો સિત્સંવાળા વિ नमणिज्जो घिद्धी अहो सिरसूलं कस्स पुक्करिमो॥"
– મહર્ષિ હરિભદ્રસૂરિકૃત સંબોધ પ્રકરણ ૨-૭૬. અથ – હીનાચારવંતોથી તથા વૈષવિડંબકોપી તીર્થ મલિન કરાયેલું છે. ઈ. બાલકવો એમ વદે છે કે આ પણ તીર્થકરોનો વેષ છે, (માટે) નમન કરવા યોગ્ય છે. ધિક્કાર હો ! ધિક્કાર હો ! અહો ! (આ) શિરશુલ અમે કોની પાસે પોકારીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org