SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવલિંગનું પ્રાધાન્ય ડૉ ભગવાનદાસ મન:સુખભાઈ મહેતા, એમ. ખી., બી. એસ. આ ટંકોત્કીર્ણં વીરવાણીની ઉદ્ઘોષણા કરનારા મહાગીતાર્થ વીતરાગ મુનીશ્વર મહર્ષિ આનંદઘનજીનું સુભાષિત વચનામૃત છે કે : ‘ આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીન્ન તો વ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે. ’ ' · પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત. ’ પાતકનો——પાપનો ધાત——નાશ કરે, પાપ–દોષને હણી નાખે એવા સાચા સાધુ પુરુષનો પરિચય થાય તો ચિત્ત અકુશલ ભાવના અપચયવાળું (ન્યૂનતાવાળું) બને અને પ્રવચનવાણીની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત હોય તેની પાસેથી પ્રાપ્તિ થાય. ઐશ્વર્યવત હોય તે દારિદ્રય ફેડે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે. ' જેને પ્રવચનવાણી પ્રાપ્ત હોય અર્થાત્ આત્મપરિણામ પામી હોય, એવા ‘ પ્રાપ્ત ’ પરિણત ભાવિતાત્મા સાધુપુરુષ જ તેની પ્રાપ્તિમાં આસ ગણાય. સાધુ કોણ ? અને કેવા હોય ? તે વિચારવા યોગ્ય છે. સાધુનાં કપડાં પહેર્યાં, વ્યક્લિંગ ધારણ કર્યું, એટલે સાધુ બની ગયા એમ નહિ, પણ આદર્શ સાધુગુણસંપન્ન હોય તે સાધુ, જેનો આત્મા સાધુત્વગુણે ભુષિત હોય તે સાધુ, સમ્યગ્ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સમ્યપણે સાધે તે સાધુ, જે આત્મજ્ઞાની ને ખરેખરા આત્મારામી વીતરાગ હોય તે સાધુ, એ વાર્તા સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. અત્રે આવા ભાગસાધુ જ મુખ્યપણે વિવક્ષિત છે. ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે,” તેમ જ મુનિગણુ આતમરામી રે' ત્યાદિ આનંદ્દઘનજીનાં અન્ય વચનો પણ આ જ સૂચવે છે. પાતક-ઘાતક સાધુનો પરિચય શાસ્ત્રોક્ત સાધુ ગુણ–ભાવથી રહિત એવા વ્યાચાર્ય–દ્રવ્યસાધુ વગેરે તો ખોટા રૂપિયા જેવા છે. તેને માનવા તે તો કૂડાને રૂડા માનવા જેવું છે અને તે રૂડું નથી, માટે ભાવાચાર્ય–ભાવસાધુ આદિનું જ માન્યપણું શાસ્ત્રકારે સંમત કરેલું છે. આવશ્યકનિયુક્તિમાં ધાતુ અને છાપના દૃષ્ટાંતે શ્રીભાડુ સ્વામીએ અને યોગદષ્ટિસમુચ્ચયમાં યોગખીજ પ્રસંગે શ્રીહરિભદ્રસૂરિએ એ જ વાત સ્પષ્ટ કરી છે. નમસ્કાર મંત્રમાં પણ પંચ પરમેષ્ટિ મધ્યે જેને ગૌરવભર્યું સ્થાન આપ્યું છે તે મુખ્યપણે યથોક્ત ગુણગણુગુરુ ભાવાચાર્યભાવસાને અનુલક્ષીને. મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ તો આ અંગે પંચાશક શાસ્ત્રમાં હરિગર્જના ભાવસાધુનું જ માન્યપણું: નિષ્કષાયતા જ સાધુતાનો માપદંડ Jain Education International ૧. “ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । ” - શ્રી યોગદર્શિસમુચ્ચય “ વિવિશિષ્ટેષુ ? માય‘ માવયોનિપુ' ન દ્રવ્યાનાર્યાતિષ્વધર્મનક્ષોવુ, "" कूटरूपे खल्वकूट बुद्धेरप्यसुन्दरत्वात् ।' - શ્રી યોગસિમુચ્ચયવૃત્તિ આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિસ્તર વિવેચન (‘સુમનોનંદની' બૃહતૂ ટીકા) કરેલ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથનું અવલોકન કરવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211594
Book TitleBhavlinghnu Pradhanya
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages6
LanguageHindi
ClassificationArticle & Ascetics
File Size462 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy