Book Title: Amdavad na Sthapanano Samay
Author(s): Hariprasad G Shastri
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230014/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદની સ્થાપનાનો સમય અમદાવાદ શહેર ગુજરાતના ત્રીજા સુલતાન અહમદશાહ પહેલાએ પ્રાચીન આશાપલ્લી–કર્ણાવતીની બાજુમાં વસાવેલું એ હકીકત જાણીતી છે, પરંતુ એણે એ શહેર ક્યારે વસાવેલું એનો ચોક્કસ સમય નક્કી કરવામાં મતભેદ પ્રવર્તે છે. હરિપ્રસાદ શાસ્ત્રી કવિ હુલવી શિરાઝીએ અહમદશાહના સમયનો ઇતિહાસ ‘તારીખે અહમદશાહી ’માં લખેલો, ને એ કવિ, અહમદશાહની લગભગ સમકાલીન હતો એવુ જાણવા મળે છે. પરંતુ આ તિહાસનો આજે પત્તો નથી. એ ગ્રંથ ફારસી પદ્યમાં રચાયો હતો. એમાંથી આશરે એક્સો ખેત · મિરાતે સિકંદરી ’માં ઉતારવામાં આવી છે, તે ‘મિરાતે અહમદી ’માં પુરવણીમાં અપાયેલા અમદાવાદના વર્ણનમાં પણ એમાંથી કેટલીક ખેત રજૂ કરવામાં આવી છે. એ એતો પરથી માલૂમ પડે છે કે અહમદશાહે નજુમ(જ્યોતિષ)ના જાણકારો પાસે ગણિત કરાવી શહેરની સ્થાપનાનું શુભ મુર્ત કઢાવ્યું હતું ને એ મુહૂર્ત હિજરી સન ૮૧૩ના ઝુલકાદ મહિનામાં આવ્યુ હતું.? આમાં તારીખ આપવામાં આવી નથી. હિ૰ સ૦ ૮૧૩નો એ મહિનો ઈ. સ૦ ૧૪૧૧ના ફેબ્રુઆરી-માર્ચમાં આવતો હતો. << એ પછીનો ઉલ્લેખ શ્રીરાકુંનયતીયનાપ્રવન્ય(લગભગ ઈ॰ સ૦ ૧૫૩૦)માં મળે છે. એમાં સંવત્ ૨૪૬૮ વર્ષે વૈરાલ વિ ૭ વૌ પુષ્યે અદ્દીમનાવાય સ્થાપના ! ” એવું નોંધેલું છે. અર્થાત આ ઉલ્લેખ અનુસાર અમદાવાદની સ્થાપના સંવત ૧૪૬૮ના વૈશાખ વિદે ૭ને રવિવારે થઈ હતી. પરંતુ એ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાનું જણાવેલું છે તે પરથી આ તિથિ વૈશાખ વદે છ નહિ, પણ વૈશાખ સુદ છ હોવી જોઈ એ એવું માલૂમ પડે છે. આથી પ્રસ્તુત પ્રબન્ધની પ્રતમાં સુદિ 'ને બદલે ' હિંદ'ની : ર 3 ૧ The Mirat-i-Ahmadi: Supplement (Trans. by Syed Nawab Ali and C. N. Seddon), pp. 4–5; રત્નમણિરાવ ભીમરાવ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ, પૃ૦ ૫૫-૫૬, સં૰ મુનિ જિનવિજયજી (૧૯૧૭), પૃ૦ ૩૧. ગુજરાતના રાજાઓની જૂની વંશાવળીમાં સંવત ૧૪૬૮ના વૈશાખ સુદ ૭ રવિવાર પુષ્યનક્ષત્રની મિતિ જણાવેલી છે, તે પરથી આ અનુમાનને સમર્થન મળે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ સરતચૂક થઈ ગણાય. ચૈત્રાદિ વર્ષની પદ્ધતિ અનુસાર વિક્રમ સંવત ૧૪૬૮ના વૈશાખ સુદિ, સાતમને દિવસે રવિવાર નહિ, પણ ગુરુવાર હતો.૪ વર્ષ ચૈત્રાદિને બદલે કાર્તિકાદિ ગણીએ, તો એ દિવસેપ રવિવાર હોઈ શકે ખરો, પરંતુ ચૈત્રાદિ સં૦ ૧૪૬૮ની એ તિથિએ હિજરી સન ૮૧૩ના ઝિલકાદ (અર્થાત્ ૧૧મા) મહિનાને બદલે હિ૦ સ• ૮૧૪નો મહોરમ (૧લો) મહિનો આવે અને કાર્તિકાદિ સં૦ ૧૪૬૮ની મિતિએ તો હિ॰ સ૦ ૮૧૫નો મહોરમ મહિનો આવે ! આમ સ૦ ૧૪૬૮ની મિતિ સાથે હિ॰ સ૦ ૮૧૩ના ઝિલકાદ મહિનાનો મેળ મળતો નથી. અમદાવાદની સ્થાપના પછી લગભગ બસો વર્ષે લખાયેલ ‘ મિરાતે સિકંદરી'માં હિ॰ સ૦ ૮૧૩માં શહેરની સ્થાપના થઈ હોવાનું અને ગઢનું બાંધકામ હિ॰ સ૦ ૮૧૬(ઈ સ૦ ૧૪૧૩-૧૪)માં પૂરું થયું હોવાનું જણાવેલું છે.૬ આ કિતાબમાં કવિ હુલવીની ખેતો ઉતારેલી છે. તારીખે ફિરિસ્તા, જે લગભગ એ જ સમયમાં લખાઈ હતી, તેમાં આ બનાવ હિ૦ સ૦ ૮૧૫ના આખરમાં (અર્થાત ઈ॰ સ૦ ૧૪૧૩માં ) બન્યો હોવાનું જણાવ્યું છે. આ સમય ગઢનું બાંધકામ પૂરું થયાનો હોઈ શકે. ‘ આઈ ને અકબરી,’ જે પણ લગભગ એ સમયે લખાઈ હતી, તેમાં હિ॰ સ૦ ૮૧૩ના ઝિલકાદ મહિનાની ૭મી તારીખ આપી છે. એ દિવસે ઈ સ૦ ૧૪૧૧ના માર્ચની ૩જી તારીખ હતી. દ્ર ઈ સ૦ ૧૭૬૧માં (અર્થાત્ અમદાવાદની સ્થાપના પછી ૩૫૦ વર્ષે) પૂરી થયેલ મિરાતે અહમદી ’માં અમદાવાદની સ્થાપનાનો વિગતવાર સમય આપવામાં આવ્યો છે. એમાં હિજરી સન ૮૧૩ના ઝુલકાદ મહિનાની ૩૭ તારીખ, સંવત ૧૪૪૯ અને શક ૧૩૧૪ના વૈશાખ સુદ પાંચમની મિતિ અને સૂર્યોદયાત ૧૫ ધડી અને ૩૫ પળનો સમય જણાવેલો છે ને એ સમયના ગ્રહોની કુંડળી પણ આપી છે.૯ આમાં વિક્રમ સંવત ૧૪૪૯ (ચૈત્રાદિ) અને શક વર્ષ ૧૩૧૪નો પરસ્પર મેળ મળે છે, પરંતુ એ વર્ષની વૈશાખ સુદ પાંચમે ગુરુવાર નહિ પણ શનિવાર આવે છે, કાર્તિકાદિ વિક્રમ સંવત ૧૪૪૯માં એ દિવસે ગુરુવાર આવે ખરો, પરંતુ તો શક વર્ષ ૧૩૧૪ને બદલે ૧૩૧૫ થઈ જાય.૧૧ આથી યે વધુ ઈ સ૦ ૧૪૧૧ના ઍપ્રિલની ૩૦મી. ઈ- સ૦ ૧૪૧૨ના ઍપ્રિલની ૧૭મી. ગુજ૦ ભાષાંતર-આત્મારામ મોતીરામ દીવાનજી (૧૯૧૪), પૃ૦ ૨૩–૨૪. ૭ Eng. Trans. by Blochman, Vol. I, p. 507 n. ८ હિજરી તારીખ સાથે વાર આપેલો નથી. અનતાં સુધી મંગળવાર હશે. ← Supplement, pp. 2–3 કુંડળી આ પ્રમાણે છે : * ૫ ૧૦ ૧૧ તાઃ ૨૭-૪–૧૩૯૨. તા. ૧૭-૪-૧૩૯૩, ૬ રા 3], y ૯ શ ૪ ચૈ ૧૦ મ 3 ૧ સ્ ૧૧ ૨ જી ૨૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદની સ્થાપનાના સમય ઃ ૧૦૭ ગંભીર વાંધો એ આવે છે કે હિજરી સન ૮૧૩ની મિતિ ઈ. સ. ૧૪૧૧માં આવે છે, જ્યારે શક ૧૩૧૪ની મિતિ ઈ. સ. ૧૭૯૨માં આવે છે. આ ૧૮ વર્ષનો ફેર ઘણો મોટો ગણાય. ગુજરાતના સુલતાનોની તવારીખ તે તે વખતે લખાતી રહેતી ને એમાં સુલતાનના રાજ્યારોહણ જેવા દરેક મહત્ત્વના બનાવની ચોક્કસ તારીખ નોંધવામાં આવતી. આ અનુસાર અહમદાબાદ વસાવનાર અહમદશાહ હિજરી સન ૪૧૩ના રમજાન મહિનાની ૧૪મી તારીખે અર્થાત ઈ. સ. ૧૪૧૧ના જાન્યુઆરીની ૧૦મી તારીખે તખ્તનશીન થયો હતો. આથી એણે એ અગાઉ ૧૯ વર્ષ પહેલાં શહેર વસાવ્યું સંભવતું નથી. આથી સંવત ૧૪૪૯ શક ૧૩૧૪નું વર્ષ સમૂળગું અસંભવિત કરે છે; હિજરી સન ૪૧૩ની સાલ જ વિચારણીય છે. “મિરાતે અહમદી'માં આપેલી કુંડળી પ્રમાણે વડોદરાના શ્રી આપટેએ એના ફલાદેશની અનુકુળ નોંધ લખી છે, પરંતુ ગ્રહગણિતની દષ્ટિએ એ કુંડલીને તપાસતાં એ શક ૧૩૧૪(ઈ. સ. ૧૩૯૨)ના પ્રયોગો સાથે બંધ બેસતી નથી એટલું જ નહિ, હિજરી સન ૪૧૩(ઈસ૧૪૧૧)ના પ્રયોગો સાથે પણ એનો મેળ મળે એમ નથી.૧૪ આથી વિકમ-શક વર્ષ તેમ જ કુંડળી એ બંને કપોલકલ્પિત હોવાનું ફલિત થાય છે. શ્રી ગિરિજાશંકર જોશીએ એમના કુલની પ્રાચીન અનુશ્રુતિમાં મળેલો જે શ્લોક જણવ્યો છે તેમાં પણ સંવત ૧૪૪૯ની વૈશાખ સુદ પાંચમ ને ગુરુવારની મિતિ આપી છે, પરંતુ ઉપર જણાવ્યા મુજબ એ મિતિ સમૂળી અસ્વીકાર્ય છે. શ્રી ગિરિજાશંકર જોશી પોતે પણ એ મિતિને પ્રમાણભૂત ગણતા નથી. આથી શ્રી ગિરિજાશંકર જોશીએ વૈશાખ સુદ પાંચમ ને ગુરુવારની મિતિ શક ૧૩૩૩ ઈ. સ. ૧૪૧૨ની ગણીને નવેસર કુંડળી બનાવેલી છે, જે “મિરાતે અહમદી માંની કુંડળીને ઘણે અંશે મળતી આવે છે. એમાં લગ્ન, ચંદ્ર, ગુરુ, શનિ, રાહુ, કેતુ, સૂર્ય એક રાશિના છે; મંગળ, બુધ અને શુક્રની રાશિ ૧૨ અહીં ૧૪૬૮ને બદલે ૧૪૪૯ની લહિયાને હાથે સરતચૂક થઈ હોવાનું ધારી શકાય, પરંતુ શ્રી ગિરિજાશંકર જોશીએ ટાંકેલા આનુશ્રુતિક શ્લોકમાં શબ્દોમાં જણાવેલ સંખ્યા પણ નિશ્ચિત રીતે ૧૪૪૯ આપેલી છે (જુઓ નીચે નોંધ ૧૫). 13 Mirat-i-Ahmadi, Supplement, Appendix II (pp. 215-22). ૧૪ એ બંને વર્ષમાં રાહુ મીન રાશિમાં હતો, જ્યારે આમાં એને કન્યા રાશિનો કહ્યો છે. શનિ અને ગુરુ જેવા મંદ ગતિના ગ્રહ પણ એ વર્ષોમાં આપેલી રાશિમાં હોવાનો લેશમાત્ર સંભવ નથી (જુઓ નીચે નોંધ ૨૪). એ વર્ષોમાં આ ગ્રહો કઈ રાશિમાં હતા એને લગતું ગણિત મુત્ર શ્રી હરિહરભાઈ ભટ્ટે મને આ કામ માટે ગણી આપ્યું છે, જેને માટે હું તેમનો આભારી છું. १५ संवत् नंदकृतेन्द्रकैः परिमिते मासे सिते माधवे पञ्चम्यां गुरुवासरे दिनदले ऋक्षे च पुष्याभिधे । नाथेनाथ सुमाणिकेन मनसा दत्तं मुहूर्त यदि (दा) श्रीपात्शाह-सुएझदेन अमदावादं तदा कारितम् ॥ [ શંકરરાય અમૃતરાય, અમદાવાદની જીવનવિકાસ'; રત્નમણિરાવ ભીમરાવ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ, ૫૦ ૨૫-૨૬ ] ૧૬ એ કુંડળી આ પ્રમાણે છે : ૨ બુ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ જુદી પડે છે. શ્રી રત્નમણિરાવના મત મુજબ આ કુંડળીનો ક્લાદેશ મિરાતે અહમદી 'માંની કુંડળીના ફલાદેશ કરતાં અમદાવાદની કારકિર્દીને વધારે સારી રીતે લાગુ પડે છે.૧૭ પરંતુ આ મિતિ તથા કુંડળીની ચોકસાઈ કરતાં, એ બંને શંકાસ્પદ હરે છે. શક ૧૩૩૩ની વૈશાખ સુદ પાંચમે મંગળવાર હતો ને ત્યારે ઈ સ૦ ૧૪૧૧ની સાલ ચાલતી, જ્યારે ઈ સ૦ ૧૪૧૨માં એ તિથિએ શનિવાર હતો ને શક વર્ષ ૧૩૩૪ હતું. આથી એ મિતિમાં શક વર્ષ અને ઈસ્વી સનનો તેમ જ તિથિ અને વારનો મેળ મળતો નથી, એવી રીતે એ વર્ષોંના ગ્રહયોગોમાં શનિ, ગુરુ અને રાહુ જેવા મંદ ગતિના ગ્રહો પણ આપેલી રાશિ પ્રમાણે બિલકુલ બંધખેસતા નથી. અમદાવાદની વંશાવળીમાં અહમદશાહે વિ॰ સં૦ ૧૪૫૧માં અમદાવાદ વસાવી ૧૪૫૮માં એનું વાસ્તુ કર્યું એમ જણાવ્યું છે. ૧૮ પરંતુ અહમદશાહ સં॰ ૧૪૬૭( સ૦ ૧૪૧૧)માં તખ્તનશીન થયો હોઈ એ વર્ષો સંભવિત નથી. એ જ ગ્રન્થમાં ગુજરાતના રાજાઓની વંશાવળીમાં અહમદશાહે સંવત ૧૪૬૮ની વૈશાખ સુર્દિ ૭ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં પ્રથમ પ્રહરમાં અમદાવાદ વસાવ્યું એવું જણાવ્યું છે. ૧૯ આ મિતિ શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબન્ધુમાં જણાવેલી મિતિ સાથે મળતી આવે છે. પરંતુ અગાઉ જણાવ્યા મુજબ તિથિ, વાર અને હિજરી સનનો મેળ મળે નહિ. શ્રી હરિહરભાઈ ભટ્ટે અમદાવાદની સ્થાપનાના દિવસ વિશે વિચાર કરતાં, ‘મિરાતે અહમદી’માં જણાવેલી સંવત ૧૪૪૯ શક ૧૩૧૪ની મિતિને, એ સમયે હિ॰ સ૦ ૭૯પ હોઈ, અસંભવિત માની, તેમાં જણાવેલી હિ॰ સ૦ ૮૧૩ની સાલને જ પ્રમાણભૂત ગણી છે.૨૦ હિજરી સનની તારીખ સાથે વારનો મેળ તપાસતાં, તેમણે ખરી તારીખ ક્લિકાદ મહિનાની ત્રીજી નહિ, પણ બીજી હોવાનું પ્રતિપાદિત કર્યું છે. એ દિવસે સં૦ ૧૪૬૭ ને શક ૧૩૩૨ની ફ્રાગણ સુદ ૩ અને ઈ સ૦ ૧૪૧૧ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખ આવે છે. એ દિવસે શહેરની સ્થાપના સૂર્યોદયાત્ ધડી ૧૫ પળ ૩૫ સમયે થઈ ગણીને એ પરથી શ્રી સેએ એની કુંડળી તૈયાર કરી છે . એ સમયે કેતકી પ્રમાણે અયનાંશ ૧૫° ૪૦' હતા. શ્રી રત્ન ૧૭ ગુજરાતનું પાટનગર : અમદાવાદ, પ્રુરુ ૭૮૫–૮૭, શ્રી રત્નમણિરાવ ‘ મિરાતે અહમદી ’ની કુંડળીમાં ત્રીજા ભાવમાં કેતુ અને નવમા ભાવમાં રાહુ હોવાનું જણાવે છે, જ્યારે શ્રી આપડે એમાં રાહુ ત્રીજામાં અને કેતુ નવમામાં હોવાનું જણાવે છે. મુળ કુંડળી જોતાં આમાં શ્રી રત્નમણિરાવની સરતચૂક થઈ લાગે છે; ખરી રીતે શ્રી આપટેનો અનુવાદ બરાબર છે. શ્રી ગિરિજાશંકરે બનાવેલી કુંડળીમાં પણ રાહુ-કેતુનાં સ્થાન એ પ્રમાણે આવે છે. ૧૮ ફૉર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની યાદી, પૃ૦ ૨૫૪. ૧૯ એંજન, પૃ૦ ૫૧-પર. ૨૦ જ્યોતિષદર્શન, વર્ષ ૨, અંક ૧૦-૧૧ (ઑકટોબર-નવેમ્બર, ૧૫૫૧), ‘અમદાવાની સ્થાપનાનો દિવસ' (પૃ૦ ૧૯-૨૦) ૨૧ કુંડળી આ પ્રમાણે છે : નિરયન + * સૂં રા મેં જી સાયન કર ને ૩ પ્લુ ૧ ચ ૧૧ શ ૧૨૭ ૫ ગુ . S ૧૬ ૩ ૧૨ ચં શ ૧ શુ મ ૧૧ બુ ------ Page #5 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદની સ્થાપનાનો સમય : ૧૦૯ મણિરાવે આ નવી નિરયન કુંડલીના ગ્રહયોગોના ફલાદેશનો વિચાર કરતાં નોંધ્યું છે કે એ ફલાદેશ અમદાવાદની વૃત્ત કારકિર્દીને બરાબર લાગુ પડતો નથી. શ્રી દિનકર ફ્યુસેએ આ સમયની સાયન કુંડળી પ્રમાણે ફલાદેશ વિચાર્યો છે,૨૨ તે પણ એને ખરાખર લાગુ પડતો નથી.ર૩ ફલજ્યોતિષની અટપટી ખાબતોને બાજુએ રાખીએ તો પણ મુક્તેશાસ્ત્રની દૃષ્ટિએ ય આ કુંડળી વિચિત્ર હોવાનું માલૂમ પડે છે. ‘તારીખે અહમદશાહી'નો કર્યાં હુલવી શિરાઝી સ્પષ્ટ જણાવે છે કે અહમદશાહે આકાશનું ગણિત જાણનારા અને અગમનિગમ જાણનારાઓને બોલાવી શહેરની સ્થાપનાનું શુભ મૂર્ત કઢાવ્યું હતું. માણસના જન્મનો સમય આપણા હાથમાં હોતો નથી, પરંતુ નવા શહેરની સ્થાપના ક્યારે કરવી એ તો આપણા હાથની વાત છે. આથી, બાદશાહે જ્યારે જ્યોતિષીઓ પાસે સ્થાપનાનું મુર્ત કઢાવ્યું હતું, ત્યારે એ મુર્ત્ત મુર્ત્તશાસ્ત્રના નિયમો અનુસારનું હોય એ તદ્દન અપેક્ષિત છે. એ દૃષ્ટિએ જોતાં ઝલકાદ માસમાં સૂર્ય મીન રાશિમાં હતો. ભારતીય મુશાસ્ત્રમાં આવા શુભ કામ માટે હાલ તો મીનાર્કનો સમય નિષિદ્ધ મનાય છે, પરંતુ એ માન્યતા અહીં પંદરમી સદીના આરંભમાં પ્રચલિત હતી કે કેમ એ નક્કી કહેવું મુશ્કેલ છે. છતાં લગ્ન, લગ્નાધિપતિ, સૂર્ય, શનિ, રાહુ અને શુક્ર બળવાન ન હોય એવો દિવસ હિંદુ જ્યોતિષીઓ ભાગ્યે જ પસંદ કરે એ સ્પષ્ટ છે.૨૪ શ્રી રત્નમણિરાવ ધારે છે તેમ આ મુર્ત મુસ્લિમ નજુમીઓએ કાઢયું હોય,ર૫ તો તેમની મુદતશાસ્ત્રની માન્યતાઓની દૃષ્ટિએ પણ આ ગ્રહયોગ તપાસવા રહે. ફલજ્યોતિષ તથા મુર્ત્તશાસ્ત્રની દૃષ્ટિએ ગમે તે હોય, તો પણ શ્રી હરિહરભાઈ એ નક્કી કરેલી મિતિને આધારે શ્રી સેએ બનાવેલી કુંડળી પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ‘મિરાતે અહમદી’માં જણાવેલી કુંડળી તેમ જ શ્રી ગિરિજાશંકર જોશીએ બનાવેલી કુંડળી શનિ, રાહુ અને ગુરુ જેવા મંદગતિના ગ્રહોની ખાબતમાં ઈ. સ૦ ૧૪૧૧માં કે તેની નજીકના કોઈ ખીજા વર્ષમાં લાગુ પડી શકે તેવી છે જ નહિ.૨૬ શ્રી સે જણાવે છે કે ‘ મિરાતે અહમદી ’ વગેરેમાં આપેલી કુંડળીઓમાં જે ગ્રહોની સ્થિતિ છે, તે આસપાસનાં એકસો વર્ષનું ગણિત તપાસતાં પણ મળતી નથી. આથી ગ્રહગણિતની ચોક્કસ પદ્ધતિ પ્રમાણે એ બંને કુંડળીઓ અવાસ્તવિક અને અશ્રદ્ધેય હોવાનું નિશ્ચિત થાય છે. આથી કુંડળી, મુ અને ફલાદેશની વાત પડતી મૂકવી ષ્ટ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, તાત્પર્ય એ નીકળે છે કે અમદાવાદની સ્થાપના માટે મુસ્લિમ તવારીખ પ્રમાણે હિજરી સન ૮૧૩ના ઝિલકાદ મહિનાની ખીજી તારીખ અને ગુરુવાર (તા૦ ૨૬મી ફેબ્રુઆરી, ઈ॰ સ૦ ૧૪૧૧) અને હિંદુ અનુશ્રુતિ પ્રમાણે સંવત ૧૪૬૮ની વૈશાખ સુદ ૭ ને રવિવાર (તા૦ ૧૭મી ઍપ્રિલ ઈ સ૦ ૧૪૧૨) એ એ મિતિ સહુથી વધુ સંભવિત હોવાનું ફલિત થાય છે. એ એ પ્રકારનાં સાધનોમાં સલતનતનો અમલ અને ‘તારીખે અહમદશાહી'ની સમકાલીનતા જોતાં, અમદાવાદની સ્થાપના માટે હિ॰ સ૦ ૮૧૩(ઈ સ૦ ૧૪૧૧)ની મિતિ વધારે પ્રમાણભૂત ગણાય. ૨૨ જ્યોતિષદર્શન, વર્ષ ૧, અંક ૧ર (નવેમ્બર, ૧૯૫૦); “અમદાવાદ–ગુજરાતનું પાટનગર” (પૃ૦ ૬૪-૬૮) ૨૩ રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસઃ ઇસ્લામ યુગ, ખંડ ૨, ૫૦ ૬૧૫-૧૬, ૨૪ ઍજન, ૧, પૃ૦ ૬૧૦-૧પ. ૨૫ ઍજન, પૃ૦ ૬૧૧, નોંધ ૩. ૨૬ ત્રીસ વર્ષે રાશિ ખદલતો શનિ ઈ॰ સ૦ ૧૪૧૧માં મેષ રાશિમાં હતો, જ્યારે એ બે કુંડળીઓમાં અને ધન રાશમાં જણાવેલો છે; અઢાર વર્ષે રાશિ બદલતો રાહુ યારે મીન રાશિમાં હતો, જ્યારે એને એ એ કુંડળીઓમાં કન્યા રાશિનો કહ્યો છે; ને બાર વર્ષે રાશિ ખલતો ગુરુ ત્યારે સિંહ રાશિમાં હતો, જ્યારે એને એ એ કુંડળીઓમાં વૃશ્ચિક રાશિમાં જણાવ્યો છે ! Page #6 -------------------------------------------------------------------------- ________________ 110 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ ચન્થ તો સંત ૧૪૬૮(ઈ. સ. ૧૪૧૨)ની મિતિ પાછળ બીજી કંઈ વાસ્તવિક ભૂમિકા રહેલી હશે ખરી? અહમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના રાજગઢથી કરી હતી ને એ ગઢ હિ. સ. ૮૧૫ના આખરમાં કે હિ૦ સ૮૧૬(ના આરંભ)માં પૂરો થયો હતો. ત્યારે ઈ. સ. ૧૪૧૩નો ઉનાળો હતો. ઈ. સ. ૧૪૧૧ના ફેબ્રુઆરીમાં ગઢનું બાંધકામ શરૂ થયું ને ઈ. સ. ૧૪૧૩ના માર્ચ-એપ્રિલમાં પૂરું થયું, તો ઈ. સ. ૧૪૧૨ના ઍપ્રિલમાં આવતી વિસં. ૧૮૬૮ના વૈશાખની મિતિ ગઢનાં વાસ્તુપ્રવેશની હશે? વાસ્તુપ્રવેશની વિધિ સામાન્યતઃ વાસ્તુનું બાંધકામ પૂરું થતાં પહેલાં કરવામાં આવે છે, એ દૃષ્ટિએ જોતાં આ અસંભવિત નથી. આમ અમદાવાદ શહેરની સ્થાપના જે ગઢના બાંધકામથી કરવામાં આવી, તે ગઢનું ખાતમુર્ત ઈ. સ. ૧૪૧૧ની ૨૬મી ફેબ્રુઆરીએ, સંભવતઃ એનો વાસ્તુપ્રવેશ ઈસ. ૧૪૧૨ના ઍપ્રિલની ૧૭મીએ, અને ગઢના બાંધકામનું પૂરું થવું ઈ. સ. ૧૪૧૩ના માર્ચ-ઍપ્રિલમાં થયું હોવાનું માલુમ પડે છે.