________________ 110 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ ચન્થ તો સંત ૧૪૬૮(ઈ. સ. ૧૪૧૨)ની મિતિ પાછળ બીજી કંઈ વાસ્તવિક ભૂમિકા રહેલી હશે ખરી? અહમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના રાજગઢથી કરી હતી ને એ ગઢ હિ. સ. ૮૧૫ના આખરમાં કે હિ૦ સ૮૧૬(ના આરંભ)માં પૂરો થયો હતો. ત્યારે ઈ. સ. ૧૪૧૩નો ઉનાળો હતો. ઈ. સ. ૧૪૧૧ના ફેબ્રુઆરીમાં ગઢનું બાંધકામ શરૂ થયું ને ઈ. સ. ૧૪૧૩ના માર્ચ-એપ્રિલમાં પૂરું થયું, તો ઈ. સ. ૧૪૧૨ના ઍપ્રિલમાં આવતી વિસં. ૧૮૬૮ના વૈશાખની મિતિ ગઢનાં વાસ્તુપ્રવેશની હશે? વાસ્તુપ્રવેશની વિધિ સામાન્યતઃ વાસ્તુનું બાંધકામ પૂરું થતાં પહેલાં કરવામાં આવે છે, એ દૃષ્ટિએ જોતાં આ અસંભવિત નથી. આમ અમદાવાદ શહેરની સ્થાપના જે ગઢના બાંધકામથી કરવામાં આવી, તે ગઢનું ખાતમુર્ત ઈ. સ. ૧૪૧૧ની ૨૬મી ફેબ્રુઆરીએ, સંભવતઃ એનો વાસ્તુપ્રવેશ ઈસ. ૧૪૧૨ના ઍપ્રિલની ૧૭મીએ, અને ગઢના બાંધકામનું પૂરું થવું ઈ. સ. ૧૪૧૩ના માર્ચ-ઍપ્રિલમાં થયું હોવાનું માલુમ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org