SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદની સ્થાપનાનો સમય : ૧૦૯ મણિરાવે આ નવી નિરયન કુંડલીના ગ્રહયોગોના ફલાદેશનો વિચાર કરતાં નોંધ્યું છે કે એ ફલાદેશ અમદાવાદની વૃત્ત કારકિર્દીને બરાબર લાગુ પડતો નથી. શ્રી દિનકર ફ્યુસેએ આ સમયની સાયન કુંડળી પ્રમાણે ફલાદેશ વિચાર્યો છે,૨૨ તે પણ એને ખરાખર લાગુ પડતો નથી.ર૩ ફલજ્યોતિષની અટપટી ખાબતોને બાજુએ રાખીએ તો પણ મુક્તેશાસ્ત્રની દૃષ્ટિએ ય આ કુંડળી વિચિત્ર હોવાનું માલૂમ પડે છે. ‘તારીખે અહમદશાહી'નો કર્યાં હુલવી શિરાઝી સ્પષ્ટ જણાવે છે કે અહમદશાહે આકાશનું ગણિત જાણનારા અને અગમનિગમ જાણનારાઓને બોલાવી શહેરની સ્થાપનાનું શુભ મૂર્ત કઢાવ્યું હતું. માણસના જન્મનો સમય આપણા હાથમાં હોતો નથી, પરંતુ નવા શહેરની સ્થાપના ક્યારે કરવી એ તો આપણા હાથની વાત છે. આથી, બાદશાહે જ્યારે જ્યોતિષીઓ પાસે સ્થાપનાનું મુર્ત કઢાવ્યું હતું, ત્યારે એ મુર્ત્ત મુર્ત્તશાસ્ત્રના નિયમો અનુસારનું હોય એ તદ્દન અપેક્ષિત છે. એ દૃષ્ટિએ જોતાં ઝલકાદ માસમાં સૂર્ય મીન રાશિમાં હતો. ભારતીય મુશાસ્ત્રમાં આવા શુભ કામ માટે હાલ તો મીનાર્કનો સમય નિષિદ્ધ મનાય છે, પરંતુ એ માન્યતા અહીં પંદરમી સદીના આરંભમાં પ્રચલિત હતી કે કેમ એ નક્કી કહેવું મુશ્કેલ છે. છતાં લગ્ન, લગ્નાધિપતિ, સૂર્ય, શનિ, રાહુ અને શુક્ર બળવાન ન હોય એવો દિવસ હિંદુ જ્યોતિષીઓ ભાગ્યે જ પસંદ કરે એ સ્પષ્ટ છે.૨૪ શ્રી રત્નમણિરાવ ધારે છે તેમ આ મુર્ત મુસ્લિમ નજુમીઓએ કાઢયું હોય,ર૫ તો તેમની મુદતશાસ્ત્રની માન્યતાઓની દૃષ્ટિએ પણ આ ગ્રહયોગ તપાસવા રહે. ફલજ્યોતિષ તથા મુર્ત્તશાસ્ત્રની દૃષ્ટિએ ગમે તે હોય, તો પણ શ્રી હરિહરભાઈ એ નક્કી કરેલી મિતિને આધારે શ્રી સેએ બનાવેલી કુંડળી પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ‘મિરાતે અહમદી’માં જણાવેલી કુંડળી તેમ જ શ્રી ગિરિજાશંકર જોશીએ બનાવેલી કુંડળી શનિ, રાહુ અને ગુરુ જેવા મંદગતિના ગ્રહોની ખાબતમાં ઈ. સ૦ ૧૪૧૧માં કે તેની નજીકના કોઈ ખીજા વર્ષમાં લાગુ પડી શકે તેવી છે જ નહિ.૨૬ શ્રી સે જણાવે છે કે ‘ મિરાતે અહમદી ’ વગેરેમાં આપેલી કુંડળીઓમાં જે ગ્રહોની સ્થિતિ છે, તે આસપાસનાં એકસો વર્ષનું ગણિત તપાસતાં પણ મળતી નથી. આથી ગ્રહગણિતની ચોક્કસ પદ્ધતિ પ્રમાણે એ બંને કુંડળીઓ અવાસ્તવિક અને અશ્રદ્ધેય હોવાનું નિશ્ચિત થાય છે. આથી કુંડળી, મુ અને ફલાદેશની વાત પડતી મૂકવી ષ્ટ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, તાત્પર્ય એ નીકળે છે કે અમદાવાદની સ્થાપના માટે મુસ્લિમ તવારીખ પ્રમાણે હિજરી સન ૮૧૩ના ઝિલકાદ મહિનાની ખીજી તારીખ અને ગુરુવાર (તા૦ ૨૬મી ફેબ્રુઆરી, ઈ॰ સ૦ ૧૪૧૧) અને હિંદુ અનુશ્રુતિ પ્રમાણે સંવત ૧૪૬૮ની વૈશાખ સુદ ૭ ને રવિવાર (તા૦ ૧૭મી ઍપ્રિલ ઈ સ૦ ૧૪૧૨) એ એ મિતિ સહુથી વધુ સંભવિત હોવાનું ફલિત થાય છે. એ એ પ્રકારનાં સાધનોમાં સલતનતનો અમલ અને ‘તારીખે અહમદશાહી'ની સમકાલીનતા જોતાં, અમદાવાદની સ્થાપના માટે હિ॰ સ૦ ૮૧૩(ઈ સ૦ ૧૪૧૧)ની મિતિ વધારે પ્રમાણભૂત ગણાય. ૨૨ જ્યોતિષદર્શન, વર્ષ ૧, અંક ૧ર (નવેમ્બર, ૧૯૫૦); “અમદાવાદ–ગુજરાતનું પાટનગર” (પૃ૦ ૬૪-૬૮) ૨૩ રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસઃ ઇસ્લામ યુગ, ખંડ ૨, ૫૦ ૬૧૫-૧૬, ૨૪ ઍજન, ૧, પૃ૦ ૬૧૦-૧પ. ૨૫ ઍજન, પૃ૦ ૬૧૧, નોંધ ૩. ૨૬ ત્રીસ વર્ષે રાશિ ખદલતો શનિ ઈ॰ સ૦ ૧૪૧૧માં મેષ રાશિમાં હતો, જ્યારે એ બે કુંડળીઓમાં અને ધન રાશમાં જણાવેલો છે; અઢાર વર્ષે રાશિ બદલતો રાહુ યારે મીન રાશિમાં હતો, જ્યારે એને એ એ કુંડળીઓમાં કન્યા રાશિનો કહ્યો છે; ને બાર વર્ષે રાશિ ખલતો ગુરુ ત્યારે સિંહ રાશિમાં હતો, જ્યારે એને એ એ કુંડળીઓમાં વૃશ્ચિક રાશિમાં જણાવ્યો છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230014
Book TitleAmdavad na Sthapanano Samay
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & History
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy