________________
૧૦૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
જુદી પડે છે. શ્રી રત્નમણિરાવના મત મુજબ આ કુંડળીનો ક્લાદેશ મિરાતે અહમદી 'માંની કુંડળીના ફલાદેશ કરતાં અમદાવાદની કારકિર્દીને વધારે સારી રીતે લાગુ પડે છે.૧૭
પરંતુ આ મિતિ તથા કુંડળીની ચોકસાઈ કરતાં, એ બંને શંકાસ્પદ હરે છે. શક ૧૩૩૩ની વૈશાખ સુદ પાંચમે મંગળવાર હતો ને ત્યારે ઈ સ૦ ૧૪૧૧ની સાલ ચાલતી, જ્યારે ઈ સ૦ ૧૪૧૨માં એ તિથિએ શનિવાર હતો ને શક વર્ષ ૧૩૩૪ હતું. આથી એ મિતિમાં શક વર્ષ અને ઈસ્વી સનનો તેમ જ તિથિ અને વારનો મેળ મળતો નથી,
એવી રીતે એ વર્ષોંના ગ્રહયોગોમાં શનિ, ગુરુ અને રાહુ જેવા મંદ ગતિના ગ્રહો પણ આપેલી રાશિ પ્રમાણે બિલકુલ બંધખેસતા નથી.
અમદાવાદની વંશાવળીમાં અહમદશાહે વિ॰ સં૦ ૧૪૫૧માં અમદાવાદ વસાવી ૧૪૫૮માં એનું વાસ્તુ કર્યું એમ જણાવ્યું છે. ૧૮ પરંતુ અહમદશાહ સં॰ ૧૪૬૭( સ૦ ૧૪૧૧)માં તખ્તનશીન થયો હોઈ એ વર્ષો સંભવિત નથી. એ જ ગ્રન્થમાં ગુજરાતના રાજાઓની વંશાવળીમાં અહમદશાહે સંવત ૧૪૬૮ની વૈશાખ સુર્દિ ૭ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં પ્રથમ પ્રહરમાં અમદાવાદ વસાવ્યું એવું જણાવ્યું છે. ૧૯ આ મિતિ શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબન્ધુમાં જણાવેલી મિતિ સાથે મળતી આવે છે. પરંતુ અગાઉ જણાવ્યા મુજબ તિથિ, વાર અને હિજરી સનનો મેળ મળે નહિ.
શ્રી હરિહરભાઈ ભટ્ટે અમદાવાદની સ્થાપનાના દિવસ વિશે વિચાર કરતાં, ‘મિરાતે અહમદી’માં જણાવેલી સંવત ૧૪૪૯ શક ૧૩૧૪ની મિતિને, એ સમયે હિ॰ સ૦ ૭૯પ હોઈ, અસંભવિત માની, તેમાં જણાવેલી હિ॰ સ૦ ૮૧૩ની સાલને જ પ્રમાણભૂત ગણી છે.૨૦ હિજરી સનની તારીખ સાથે વારનો મેળ તપાસતાં, તેમણે ખરી તારીખ ક્લિકાદ મહિનાની ત્રીજી નહિ, પણ બીજી હોવાનું પ્રતિપાદિત કર્યું છે. એ દિવસે સં૦ ૧૪૬૭ ને શક ૧૩૩૨ની ફ્રાગણ સુદ ૩ અને ઈ સ૦ ૧૪૧૧ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખ આવે છે. એ દિવસે શહેરની સ્થાપના સૂર્યોદયાત્ ધડી ૧૫ પળ ૩૫ સમયે થઈ ગણીને એ પરથી શ્રી સેએ એની કુંડળી તૈયાર કરી છે . એ સમયે કેતકી પ્રમાણે અયનાંશ ૧૫° ૪૦' હતા. શ્રી રત્ન
૧૭ ગુજરાતનું પાટનગર : અમદાવાદ, પ્રુરુ ૭૮૫–૮૭,
શ્રી રત્નમણિરાવ ‘ મિરાતે અહમદી ’ની કુંડળીમાં ત્રીજા ભાવમાં કેતુ અને નવમા ભાવમાં રાહુ હોવાનું જણાવે છે, જ્યારે શ્રી આપડે એમાં રાહુ ત્રીજામાં અને કેતુ નવમામાં હોવાનું જણાવે છે. મુળ કુંડળી જોતાં આમાં શ્રી રત્નમણિરાવની સરતચૂક થઈ લાગે છે; ખરી રીતે શ્રી આપટેનો અનુવાદ બરાબર છે. શ્રી ગિરિજાશંકરે બનાવેલી કુંડળીમાં પણ રાહુ-કેતુનાં સ્થાન એ પ્રમાણે આવે છે.
૧૮ ફૉર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની યાદી, પૃ૦ ૨૫૪.
૧૯ એંજન, પૃ૦ ૫૧-પર.
૨૦
જ્યોતિષદર્શન, વર્ષ ૨, અંક ૧૦-૧૧ (ઑકટોબર-નવેમ્બર, ૧૫૫૧), ‘અમદાવાની સ્થાપનાનો દિવસ' (પૃ૦ ૧૯-૨૦) ૨૧ કુંડળી આ પ્રમાણે છે :
નિરયન
Jain Education International
+
* સૂં રા મેં જી
સાયન
કર
ને ૩ પ્લુ
૧ ચ
૧૧
શ
૧૨૭
૫ ગુ
.
S ૧૬ ૩
૧૨
For Private & Personal Use Only
ચં શ
૧ શુ
મ
૧૧ બુ
------
www.jainelibrary.org