________________
૧૦૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
સરતચૂક થઈ ગણાય. ચૈત્રાદિ વર્ષની પદ્ધતિ અનુસાર વિક્રમ સંવત ૧૪૬૮ના વૈશાખ સુદિ, સાતમને દિવસે રવિવાર નહિ, પણ ગુરુવાર હતો.૪ વર્ષ ચૈત્રાદિને બદલે કાર્તિકાદિ ગણીએ, તો એ દિવસેપ રવિવાર હોઈ શકે ખરો, પરંતુ ચૈત્રાદિ સં૦ ૧૪૬૮ની એ તિથિએ હિજરી સન ૮૧૩ના ઝિલકાદ (અર્થાત્ ૧૧મા) મહિનાને બદલે હિ૦ સ• ૮૧૪નો મહોરમ (૧લો) મહિનો આવે અને કાર્તિકાદિ સં૦ ૧૪૬૮ની મિતિએ તો હિ॰ સ૦ ૮૧૫નો મહોરમ મહિનો આવે ! આમ સ૦ ૧૪૬૮ની મિતિ સાથે હિ॰ સ૦ ૮૧૩ના ઝિલકાદ મહિનાનો મેળ મળતો નથી.
અમદાવાદની સ્થાપના પછી લગભગ બસો વર્ષે લખાયેલ ‘ મિરાતે સિકંદરી'માં હિ॰ સ૦ ૮૧૩માં શહેરની સ્થાપના થઈ હોવાનું અને ગઢનું બાંધકામ હિ॰ સ૦ ૮૧૬(ઈ સ૦ ૧૪૧૩-૧૪)માં પૂરું થયું હોવાનું જણાવેલું છે.૬ આ કિતાબમાં કવિ હુલવીની ખેતો ઉતારેલી છે.
તારીખે ફિરિસ્તા, જે લગભગ એ જ સમયમાં લખાઈ હતી, તેમાં આ બનાવ હિ૦ સ૦ ૮૧૫ના આખરમાં (અર્થાત ઈ॰ સ૦ ૧૪૧૩માં ) બન્યો હોવાનું જણાવ્યું છે. આ સમય ગઢનું બાંધકામ પૂરું થયાનો હોઈ શકે.
‘ આઈ ને અકબરી,’ જે પણ લગભગ એ સમયે લખાઈ હતી, તેમાં હિ॰ સ૦ ૮૧૩ના ઝિલકાદ મહિનાની ૭મી તારીખ આપી છે. એ દિવસે ઈ સ૦ ૧૪૧૧ના માર્ચની ૩જી તારીખ હતી.
દ્ર
ઈ સ૦ ૧૭૬૧માં (અર્થાત્ અમદાવાદની સ્થાપના પછી ૩૫૦ વર્ષે) પૂરી થયેલ મિરાતે અહમદી ’માં અમદાવાદની સ્થાપનાનો વિગતવાર સમય આપવામાં આવ્યો છે. એમાં હિજરી સન ૮૧૩ના ઝુલકાદ મહિનાની ૩૭ તારીખ, સંવત ૧૪૪૯ અને શક ૧૩૧૪ના વૈશાખ સુદ પાંચમની મિતિ અને સૂર્યોદયાત ૧૫ ધડી અને ૩૫ પળનો સમય જણાવેલો છે ને એ સમયના ગ્રહોની કુંડળી પણ
આપી છે.૯
આમાં વિક્રમ સંવત ૧૪૪૯ (ચૈત્રાદિ) અને શક વર્ષ ૧૩૧૪નો પરસ્પર મેળ મળે છે, પરંતુ એ વર્ષની વૈશાખ સુદ પાંચમે ગુરુવાર નહિ પણ શનિવાર આવે છે, કાર્તિકાદિ વિક્રમ સંવત ૧૪૪૯માં એ દિવસે ગુરુવાર આવે ખરો, પરંતુ તો શક વર્ષ ૧૩૧૪ને બદલે ૧૩૧૫ થઈ જાય.૧૧ આથી યે વધુ
ઈ સ૦ ૧૪૧૧ના ઍપ્રિલની ૩૦મી.
ઈ- સ૦ ૧૪૧૨ના ઍપ્રિલની ૧૭મી.
ગુજ૦ ભાષાંતર-આત્મારામ મોતીરામ દીવાનજી (૧૯૧૪), પૃ૦ ૨૩–૨૪.
૭ Eng. Trans. by Blochman, Vol. I, p. 507 n.
८
હિજરી તારીખ સાથે વાર આપેલો નથી. અનતાં સુધી મંગળવાર હશે. ← Supplement, pp. 2–3
કુંડળી આ પ્રમાણે છે :
*
૫
૧૦
૧૧
તાઃ ૨૭-૪–૧૩૯૨.
તા. ૧૭-૪-૧૩૯૩,
Jain Education International
૬ રા
3],
y
૯ શ
૪ ચૈ
૧૦ મ
3
૧ સ્
૧૧
૨ જી
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org