Book Title: Aho Shruta gyanam Paripatra 36
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523336/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 39 I શ્રી ચિંતામણિ શંખેશ્વર-આશાપુરા પાર્શ્વનાથાય નમક સંવત ૨૦૭૨ - શ્રાવણ સુદ-૫ અહો ! શ્રુતજ્ઞાનમ જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં અનંતશઃ વંદનાવલી. સંકલન શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રી આદિને પ્રણામ. વિ.સં.૨૦૦૨ માં પાલીતાણા ખાતે યોજાયેલ વિરાટ ઐતિહાસિક શ્રમણ સંમેલનમાં સંઘહિત અને શાસનહિતને ધ્યાનમાં લઇ ૬૩ જેટલા ઠરાવો સર્વમાન્ય પણે થયા. અષાઢ સુદ-૨ ના દિવસે તપાગચ્છાધિપતિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ૧૮ સમુદાયના અગ્રણી શ્રાવકોની ઉપસ્થિતિમાં આ ઠરાવોની પુસ્તિકા તથા અષ્ટમંગલ ઐશ્વર્ય બુક (ગુજરાતીહિન્દી) નું વિમોચન પણ કરવામાં આવ્યું. આ સંદર્ભે થોડીક વિચારણા.... (૧) ઠરાવોની પુસ્તિકા પ્રકાશિત થયાને મહિનો થયો, છતાં અમારી જાણ મુજબ હજી સુધી તે સર્વે સંઘો અને તેના અગ્રણીઓ સુધી પહોંચી શકી નથી. પ્રત્યેક સંઘની પેઢીમાં આ પુસ્તક હોય તે ઇચ્છનીય છે. (૨) ગુજરાત-મુંબઇને બાદ કરતા લગભગ બધા સંઘો હિન્દી ભાષી છે તેથી તેની હિન્દી આવૃતિ પણ શક્ય હોય તેટલી જલદી કરાવવી જોઇએ.તથા તે સર્વ સંઘો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. (૩) માત્ર પુસ્તિકા પ્રકાશનથી કાર્ય થઇ જશે નહિ, લોકમાં એ ઠરાવોના પ્રચાર-પ્રસાર પણ એટલો જ અગત્યનો છે. શ્રમણ સંમેલને સર્વાનુમતે કરેલ કેટલાક ઠરાવો તો એટલા બધા સંઘને હિતકારી છે કે સકળ શ્રીસંઘ તેને વધાવી લેશે, પણ એનો પ્રચાર જરૂરી છે. દા.ત ઃ લગભગ દરેક સંઘોમાં સાધારણનો તોટો હોય છે. સાધારણની આવક થાય એ કયા ટ્રસ્ટીને ન ગમે ? શ્રમણ સંમેલને એ માટે પર્યુષણમાં નવા ૧૧ ચડાવા સાધારણની ઉપજ માટે સર્વાનુમતે માન્ય કર્યા છે. જેનો પ્રચાર થશે તો બધા જ એને વધાવી લેશે. જેમ ૧૪ સુપનના ચડાવા થાય, એમ અષ્ટમંગલના અગલ અલગ ચડાવા કરવા દ્વારા સંઘમાં સાધારણની આવક થાય. મહાત્માઓ અષ્ટમંગલનું તથા સાધારણ દ્રવ્ય વૃદ્ધિનું મહત્વ સંઘને સમજાવે. આપને જાણીને આનંદ થશે કે અષ્ટમંગલનું મહત્વ સમજાવતી " અષ્ટમંગલ ઐશ્વર્ય ” નામે પુસ્તિકા પણ પ્રકાશિત થઇ છે, જેને જોઇએ તેને અમારી પાસેથી મળી શકશે. ઝાથા તેના સાધારણ વૃધ્ધિના ઉપાયો પણ દર્શાવેલ છે. (૪) ૬૩ ઠરાવોમાંથી જે સમયે જેનો અમલ કરવાનો સમય હોય તેના પર વધુ ભાર મૂકવો જોઇએ. (૫) વળી, બધા જ ઠરાવોમાંથી વિશેષ ઉપયોગી અને લોકભોગ્ય બને એવા ૩-૩ ઠરાવોનો વારંવાર વારાફરતી વિશેષથી પ્રચાર થાય એમ કરવાથી જે તે ઠરાવ લોકમાં વિશેષ અમલમાં આવશે. આવા અન્ય પણ વિચારણીય મુદ્દાઓ છે, જે વિચારી શકાય. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્.... दासोऽहं सर्व साधूनाम् " લી. સકળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ નતના પ્રકાશની o o. E | ગુજ ગુજ ક્રમ ને પુસ્તકનું નામ : કત[/સંપાદક ભાષા પ્રકાશક યોગબિન્દુ આ. રાજશેખરસૂરિજી | સં/ગુજ| અરિહંત આરાધક ટ્રસ્ટ તત્વાર્થધિગમ સૂત્ર-૧,૨ (પ્રત) પૂ. ધર્મવિજયજી | અરિહંત આરાધક ટ્રસ્ટ શ્રી વિતરાગ સ્તોત્ર-નવી આવૃતિ| આ. રાજશેખરસૂરિજી | સં/ગુજ| અરિહંત આરાધક ટ્રસ્ટ અણગારના શણગાર આ. રાજશેખરસૂરિજી અરિહંત આરાધક ટ્રસ્ટ ભાવસાધુના લક્ષણો આ.રાજશેખરસૂરિજી | ગુજ | અરિહંત આરાધક ટ્રસ્ટ પરિશિષ્ટ પર્વ | આ. ચંદ્રગુપ્તસૂરિજી અનેકાંત પ્રકાશન અંશ પ્રવચનના-યોગવિશિકા આ.ચંદ્રગુપ્તસૂરિજી અનેકાંત પ્રકાશન શ્રાવકાસાર આ. કુલચંદ્રસૂરિજી. દિવ્યદર્શન ટ્રસ્ટ શ્રાવકાચાર આ. કુલચંદ્રસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ કર્મ નિર્જરાનું મહાપર્વ-લોચ | આ. મુક્તિવલ્લભસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ રિડીયમ સ્ટોરી પૂ. રત્નભાનવિજયજી | ગુજ દિવ્યદર્શન ટ્રસ્ટ ૧૨ ધર્મ શ્રધ્ધા (સુલસા ચરિત્ર) આ.ભુવનભાનુસૂરિજી | ગુજ- | દિવ્યદર્શન ટ્રસ્ટ જયઘોષસૂરિજી અમારા પૂ. રત્નભાનવિજયજી દિવ્યદર્શન ટ્રસ્ટ ૧૪ શાંતિના સોપાન પં. સત્યકાંતવિજયજી દિવ્યદર્શન ટ્રસ્ટ ૧૫ |પદાર્થ પ્રકાશ-૨૫(મંડલ પ્રકરણ)| પૂ.કૃપાબોધિવિજયજી સં/ગુજ અંબાલાલ રતનચંદ ૧૬ |અમૃત દેષ્ટિ આ.ભુવનભાનુસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ ગંગા પ્રવાહ આ. ભુવનભાનુસૂરિજી. | ગુજ દિવ્યદર્શન ટ્રસ્ટ આરાધના સંપૂટ પં.પ્રશાંતવલ્લભવિજયજી | દિવ્યદર્શન ટ્રસ્ટ સોળ પ્રહર દીયે દેશના આ.મહાબોધિસૂરિજી જિનકૃપા ટ્રસ્ટ ૨૦ ભદ્રંકર પ્રસન્નમાળા આ.નરરત્નસૂરિજી ગુર્જર પ્રકાશન ૨૧ જૈન ધર્મ અને ધ્યાન આ.નરરત્નસૂરિજી ભદ્રંકરસૂરિ સ્મારક ટ્રસ્ટ ૨૨ શ્રી વર્ધમાન શકસ્તવ આ.નરરત્નસૂરિજી ભદ્રંકરસૂરિ સ્મારક ટ્રસ્ટ ઘડતર (પાઠ્યપુસ્તક) આ. નરરત્નસૂરિજી | ભદ્રંકરસૂરિ સ્મારક ટ્રસ્ટ ૨૪ ભદ્રંકર પ્રસંગમાળા સૌરભ શાહ ભદ્રંકરસૂરિ સ્મારક ટ્રસ્ટ ૨૫ જૈિન શ્રમણ પૂ.પદમસેનવિજયજી દિવ્યદર્શન ટ્રસ્ટ ૨૬ ધર્મ દ્રવ્ય વહીવટ માર્ગદર્શિકા | | આ.જયદર્શનસૂરિજી માર્ગસ્થ પ્રકાશન ૨૦ દેવદ્રવ્ય અને જિનપૂજા સમીક્ષા પૂ.પ્રશમપ્રભવિજયજી સ્યાદવાદ પ્રકાશન દશવિધ ચક્રવાલ સામાચારી. પૂ.ગુણહંસવિજયજી ભદ્રંકર પ્રકાશન ૨૯ હેલ્થલાઇના પૂ.હયરત્નવિજયજી અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ જયવંતુ જિનશાસના પૂ.રનકીતિવિજયજી શાસન સમ્રાટ ભવન ૩૧ |મહાવીર ચરિયમ પૂ.ન્યાયરત્નવિજયજી ઓમકાર સૂરિજી આરાધના વિરાટ શ્રમણ સમેલનના ઠરાવો અખિલ ભારતીય શ્રમણોપાસક ૩૩ તપાગચ્છિય શ્રમણ સમેલન તપાગચ્છિય શ્રમણોપાસક સંઘ I પ્રા. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ નિતના પ્રકાશન સંવત ૨૦૭૨ ૨૦૦૨ પુસ્તકનું નામ કત /સંપાદક ભાષા પ્રકાશક ૩૪ | સાહિત્ય ઝરણું ઉપા.ભુવનચંદ્રજી પાર્ધચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન ૩૫ | પત્ર ઝરણું ઉપા.ભુવનચંદ્રજી પાર્જચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન ૩૬ ] પ્રતિબિંબ ઉપા.ભુવનચંદ્રજી પાર્ધચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન ૩૦ | ખંડકચરિયું (સ્કંધ ચરિત્ર) ઉપા.ભુવનચંદ્રજી પાર્ધચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન | પાર્ધચંદ્રસૂરિ વંદના ઉપા.ભુવનચંદ્રજી પાર્જચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન ૩૯ કીર્તિગાથા હેમચંદ્રાચાર્યની ગણી હિતવર્ધનવિજયજી ગુજ કુસુમઅમૃત ટ્રસ્ટ | ગૌતમપૃચ્છા (પ્રત) પૂ. ધર્મતિલકવિજયજી કાન્તિવિજયજી ગ્રંથમાળા ૪૧ | વિક્રમ આંતર બોધ આ.રાજયશસૂરિજી આદિનાથ જે.મૂ. સંઘ | પંચ પ્રતિકમણાદિ સૂત્રો પૂ.વિશ્રુતયશવિજયજી વિક્રમતીર્થ સાંસ્કૃતિક ભવન ૪૩ | ચતુર્વિધ સંઘને મુંઝવતા પ્રશ્નો ૧ થી ૪ પૂ.ગુણહંસવિજયજી કમલ પ્રકાશન ટ્રસ્ટ | સાયકોલોજી પૂ.ગુણહંસવિજયજી |ગુજ કમલ પ્રકાશન ટ્રસ્ટ ૪૫ | શાસન પ્રભાવના પૂ.ગુણહંસવિજયજી કમલ પ્રકાશન ટ્રસ્ટ ૪૬ | શ્રમણ નિયમિણા તથા કાલધર્મ વિધી પૂ. દેવચંદ્રસાગરજી મમતાબેન જયેશકુમાર | શ્રી પંચસૂત્ર પ્રથમ સૂત્ર પ્રેમલ કાપડીયા પ્રા/અંગુ || હર્ષદરાય (પ્રા.) લી | ભક્તામર સ્તોત્ર -વિવૃતિ પૂ. જયંતમુનિજી પ્રાગુરુ જૈન ફ્લિોસોફિ દેવાધિદેવ નામમંત્ર ફલાદેશ પૂ. જયંતમુનિજી | પ્રાણગુરુ જૈન ફિલોસોફિ આગમ અવગાહન ગુણવંત બરવાળીયા | માણેક ભંસાલી ટ્રસ્ટ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગુણવંત બરવાળીયા | પ્રાગુરુ જૈન ફિલોસોફિ | જ્ઞાનધારા-૧૩ (ઉપસર્ગ અને પરિસહ કથાઓ) | ગુણવંત બરવાળીયા પ્રાણગુરુ જૈન ફિલોસોફિ પંચ પ્રતિક્રમણ પૂ.વૈરાગ્યરત્નવિજયજી પ્રા/હિં/અં| કેવલબાગ જૈન તીર્થ | એક થા હાથી પૂર્વરાગ્યરત્નવિજયજી ગુજ કેવલબાગ જૈન તીર્થ | એક થા હાથી પૂર્વરાગ્યરત્નવિજયજી હિં કેવલબાગ જૈન તીર્થ | મન્હ જીણાર્ણ ગુ/ મેલબર્ન જૈન સંઘ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્મિતા પીનાકીન શાહ જમનાભાઇ ભગુભાઇ શાહ | જૈનદર્શન અને આચારની સરળ સમજ પ્રવિણ કે શાહ જૈના એજ્યુકેશન કમિટી શાસને રક્ષાનો ઘંટનાદ પ્રભુદાસ બેચરદાસ વિનિયોગ પરિવાર જૈન ધર્મ, અહો આશ્ચર્યમ સુબોધભાઇ બી. શાહ સુબોધભાઇ બી. શાહ Radium Story પૂ.રત્નભાનવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ Good Boy (3rd Edition) પૂ.વૈરાગ્યરત્નવિજયજી અં કેવલબાગ જૈન તીર્થ Ek tha Hathi પૂ.વૈરાગ્યરત્નવિજયજી | કેવલબાગ જૈન તીર્થ Soul Journey for Nigod - God સા.મોક્ષરતિશ્રીજી | ભદ્રકરસૂરિ સ્મારક ટ્રસ્ટ Being Jain in College સોનલ વખારીયા જૈના એજ્યુકેશન કમિટી અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રુતોપાસના પૂ.આ.શ્રી રાજરત્નસૂરિજીના શિષ્યરત્ન પૂ.શ્રી રશ્મિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી આલેખિત બાળકો માટેના અંગ્રેજી સચિત્ર પુસ્તકો મલ્ટીકલર, આકર્ષક ડીઝાઇનમાં શ્રી રત્નત્રયમ્ પાઠશાળા - - મુંબઇ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેની યાદી નીચે મુજબ છે. જે રત્નત્રયમ્ ની બધી જ શાખાઓ પર ઉપલબ્ધ છે. (1) Bharat Chakravarti (2) Ilaichikumar (3) Bahubali (4) Chanda Rudracharya (5) Shree Dharm Suriji (6) Gaj Sukumal (7) A. Hirvijay Suriji (8) Kuragadu Muni (9) Meghkumar (10) Metaraj Muni (11) Samprati Maharaja આજ સંસ્થા દ્વારા બાળકો માટેના અંગ્રેજી પુસ્તકોની બીજી સીરીઝના દસ પુસ્તકો પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. (૯) એક્સ્ટ્રા : - અનું.પાના નં - ૭ નું ચાલુ..... સંઘપ્રમુખને તિલક કરવાનો ચડાવો. જે તે અવસરે ઉપાશ્રયમાં કંકુ થાપા કરવાનો ચડાવો. ૭ મહા પૂજા વગેરે જે તે અવસરે શ્રીસંઘ સભ્યોના બહુમાન. સકળ શ્રીસંઘ ઉપર ગુલાબજળ છાંટવું વગેરેના ચડાવા. નૂતન ઉપાશ્રયના ભૂમિપૂજન-ખનન-શિલાન્યાસનો ચડાવો (રકમ ઉપાશ્રય ખાતે જાય તેમજ વધેલી રકમ સર્વસાધારણ ખાતે) (૧૦) દેવ-દેવી સંબંધી ચડાવા : સ્વદ્રવ્યના દેરાસરમાં અથવા તો સાધારણની જગ્યા તથા સાધારણમાંથી બનાવેલ દેરી વગેરેમાં જે તે ભગવાનના યક્ષ-યક્ષિણી તથા અન્ય શ્રી માણિભદ્ર દેવ વગેરે દેવ-દેવી વગેરેની (૧) પ્રતિમા ભરાવવાના ચડાવા (૨) પ્રતિષ્ઠા કરાવવાના ચડાવા (૩) તેમની સામે મૂકેલા ભંડારની આવક (૪) દેવને ખેસ અને દેવીને ચૂંદડી ઓઢાડવાના નકરા કે ચડાવા (૫) દેવ-દેવીની આરતીના ચડાવા. નોંધ :- (૧) દેવ-દેવીના મંદિર-દેરીના જગ્યા અને તેમની દેરી નિર્માણ, એ બંને સાધારણ દ્રવ્યના બનેલા હોવા જરૂરી છે બંને કે બેમાંથી એક પણ જો દેવદ્રવ્યના હોય તો તે આવક દેવદ્રવ્યમાં જાય. (૨) દેવ-દેવી સંબંધી સાધારણની આવકનો ઉપયોગ શ્રાવકોને પ્રભાવના આપવા કે સાધર્મિક વાત્સલ્યમાં કરવો ઉચિત જણાતો નથી. તેમજ આ રકમ જીવદયા કે અનુકંપામાં પણ વપરાય નહીં. (બહુમાન એટલે દૂધથી પગ ધોવા, તિલક-હાર-સાફો કે ચૂંદડી-શાલ-શ્રીફળ-સન્માન પત્ર અર્પણ) અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ 'સરસ્વતી પુત્રોને વંદના આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્યો (પૂ.પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) દશવૈકાલિક સૂત્ર - મહો.સમયસુંદરવિજયજી ટીકા પૂ.. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યો દ્વારા (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) બંધ શતકમ્ - ત્રણ ભાગ (૨) ધર્મ રત્ન પ્રકરણમ્ - ત્રણ ભાગ (૩) નવ્ય ન્યાય પ્રવેશિકા (૪) ઐન્દ્ર સ્તુતિ ચતુર્વિશતિકા (૫) પ્રાકૃત વ્યાકરણ (૬) ધ જૈન સાયન્સ - સંદર્ભ ગ્રંથ - ગુજરાતી પૂ. વૈરાગ્યરતિવિજયજી મ. સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય)ની પ્રેરણાથી - શ્રુતભવન પુના દ્વારા સંશોધન (૧) નયામૃતમ - ૨ (૨) શુલદિપ - ૧ (૩) આત્મશુદ્ધિ પ્રકાશ - કવિ કહાનજી કૃત દ્રવ્યાનુયોગ ગર્ભિત પદ સંગ્રહ (૪) ત્રિષષ્ટિશ્રુતિ - કત - આશાધર-સંક્ષેપમાં ૬૩ શલાકાપુરુષ ચરિત્ર (૫) અજુપ્રાજ્ઞ વ્યાકરણ - ડૉ.કિન્નરી પંચોલી લિખિત શોધ પ્રબંધ. (૬) આત્મપ્રતિબોધ દોહા સહ બાલાવબોધ કત - યોગીદુદેવ - અપ્રભ્રંશ (6) મંડલવિચાર કુલક સહ વૃતિ (૮) અર્ધમાગધી વ્યાકરણ (ગુજરાતી અનુવાદ) - ડૉ.કે.વા. આટે પૂ.વૈરાગ્યરતિવિજયજી મ. સા. “મારો પ્રિય શ્લોક” ના વિષય પર વિવિધ પૂજ્યોના લેખોનું સંકલન કરે છે. આ વિષય ઉપર પોતાનો લેખ સત્વરે મોકલવા માટે પૂજ્યોને વિનંતી . પૂ. સંયમકીતિ વિજયજી મ. સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સમ્યગદર્શન ભાગ ૧ થી ૫ (૨) યોગ સિદ્ધિના સોપાન (૩) જૈન મત વૃક્ષ (ગુર્જરનુવાદ સાથે) કર્તા - પૂ. આત્મારામજી મ. સા. (૪) જૈન મત કા રવરૂપ (ગુર્જરાનુવાદ સાથે) કર્તા - પૂ. આત્મારામજી મ. સા. પૂ. ન્યાયરત્નવિજયજી મ.સા. (શ્રી ૐકારસૂરિજી સમુદાય) (૧) પાસનાહ ચરિયમ્ - કતઃ દેવભદ્રસૂરિજી અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ખાતેનું વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમેલન ઠરાવ નં-૪૮ શ્રી સંઘોમાં સાધારણ ખાતાની ઉપજવૃદ્ધિ થાય એવા ઉપાયો અમલમાં મૂકવા શ્રી સંઘને માર્ગદર્શન આપે છે. ‘અષ્ટ મંગલ ઐશ્વર્ય’ બુકમાંથી એવા કેટલાક ઉપાયો અહીં સાભાર રજૂ કરીએ છીએ. સર્વ સાધારણ દ્રવ્ય વૃદ્ધિ માટે માર્ગદર્શન... સર્વ સાધારણદ્રવ્યની વૃદ્ધિના કર્તવ્ય અંગે, આપના શ્રીસંઘમાં, અનુકૂળતાનુસાર, નીચે પ્રમાણેના ચડાવા-ઉછામણી કરી શકાય, તથા તેની આવકમાંથી જીવદયા-અનુકંપા સિવાયના સર્વ ખર્ચ નીકળી શકે. (૧) પર્યુષણ પર્વમાં બોલાતા/બોલાવી શકાય અવા ચડાવાઃ આઠ અષ્ટમંગલના પૂજ્ય અને ભાવ મંગલરૂપ સકળ શ્રી સંઘને દર્શન કરાવવાના ૮ ચડાવા (એ જ રીતે, સકળ શ્રીસંઘને દર્શનાર્થે અષ્ટમંગલ અર્પણ કરવાના પણ ૮ ચડાવા) ૭ ધ્રુવસેન રાજા બની સકળ શ્રીસંઘને કલ્પસૂત્ર સંભળાવવાની ગુરુભગવંતને વિનંતી કરવાનો ચડાવો ૦ સંવત્સરીના દિવસે વ્યાખ્યાન બાદ સફળશ્રી સંઘને સૌ પ્રથમ મિચ્છામિ દુક્કડમ્ દેવાનો ચડાવો. ૦ ૧ વર્ષ માટે સંઘશ્રેષ્ઠિ / સંઘમોભી બનવાનો ચડાવો. (ચડાવો લેનારનું ૧ વર્ષ માટે પેઢીમાં (કે જે તે યોગ્ય સ્થાને) નામ આવે, અને શ્રી સંઘ વતી બહુમાન તેઓ કરે) બાર માસના ૧૨ અથવા ૧૫ દિવસના ૧ એમ ૨૪ સર્વ સાધારણના ચડાવા. જેનું બોર્ડ સંઘની પેઢી ઉપર કે જે તે યોગ્ય સ્થાને મુકી શકાય. ૦ પૂર્વના પ્રભાવક રાજા-મંત્રીઓ-શ્રેષ્ઠિઓ જેવા કે કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા વગેરેના સ્ટેચ્યુ બનાવી તેઓનું બહુમાન કરવાનો ચડાવો જન્મ વાંચનના દિવસે શ્રી સંઘના મહેતાજી બનવાનો ચડાવો શ્રી સંઘને ગુલાબજળથી અમીછાંટણા કરવાનો ચડાવો. જાજમ પાથરવાનો ચડાવો. કોઇ પણ ચડાવો લેનારનું બહુમાન- તિલક કરવાનો ચડાવો. શ્રી સંઘને કલ્પવૃક્ષના દર્શન કરાવવાનો ચડાવો. શાલિભદ્ર મંજૂષા પેટી ઉતારવાના ચડાવા (પેટી લાભાથી ઘરે લઇ જાય) (૨) બેસતા વર્ષના દિવસે બોલાવી શકાય એવા ચડાવાઃ શ્રી સંઘને સૌપ્રથમ નૂતન વર્ષાભિનંદન કહેવાનો ચડાવો શ્રી સંઘની પેઢી સૌ પ્રથમ ખોલવાનો ચડાવો શ્રી સંઘમાં સૌથી પહેલી પહોંચ ફડાવવાનો ચડાવો સકળ શ્રી સંઘ પર અમી છાંટણા કરવાનો ચડાવો (૩) ચાતુર્માસમાં સાધારણ ખાતાના ચડાવાઃ ચાતુર્માસ પ્રવેશ સમયે ઉપાશ્રયના દ્વારોદ્ધાટનનો ચડાવો. અહો ! શ્રુતજ્ઞાનમ્ – ૩૬ - Page #7 -------------------------------------------------------------------------- ________________ સાધારણ દ્રવ્ય ઉપજવૃધ્ધિના શાસ્ત્રોક્ત ઉપાયો તપના બિયાસણા-પારણા-અત્તરવાયણા કે તપરવીઓના બહુમાન ના ચડાવા તપ ઉજમણામાં તપસ્વીઓના સામુદાયિક વરઘોડામાં બગી વગેરેના ચડાવા કે નકરા, ♦ શાલિભદ્ર, પુણીયો શ્રાવક, ૧૬ ઉદ્ધારક, કનકશ્રી વગેરેના બહુમાન કરવાના ચડાવા ♦ ચાતુર્માસ પ્રવેશ(આદિ)સામૈયામાં કે તપસ્યાના વરઘોડામાં અષ્ટમંગલ લઇને ફરવાના ૮ ચડાવા (૪) દીક્ષા : દીક્ષાર્થીનું બહુમાન, વધામણા, વિદાય તિલક કરવાના અલગ અલગ ચડાવા. દીક્ષાર્થીને દીક્ષા વિધિમાં ચરવળો-કટાસણું-મુહપત્તી અર્પણ કરવાની બોલી (ક્રીયા બાદ બોલી લેનારને ચરવળો આદિ તે તે ઉપકરણ મળે) દીક્ષાર્થીના વરઘોડામાં અષ્ટમંગલના ૮ મંગલના ચડાવા. ♦ દીક્ષા લેવા માટે દીક્ષામંડપમાં પ્રવેશતા દીક્ષાર્થીને શુભશુકન-મંગલકારક ૮ મંગલના દર્શન કરાવવાના ચડાવા. દીક્ષાર્થીના માતા-પિતાનું બહુમાન કરવાનો ચડાવો. (૫) છ'રી' પાલક સંઘ ઃ સંઘપતિને બહુમાન આદિ કરવાના ચડાવા. સંઘ કાઢનારને 'સંઘવી ' પદ જાહેર કરવાનો ચડાવો. " (૬) શાસન સ્થાપના (વૈશાખ સુદ-૧૧) ને દિવસે ઉપાશ્રયની અગાસીમાં શાસન ધ્વજ ફરકાવવાનો ચડાવો. (૭) મહોત્સવ સંબંધી સાધારણના ચડાવા: સાધર્મિક ભક્તિ, નવકારશી, જમણ વગેરેના નકરા કે ચડાવા. ફલે ચુંદડી કે ઝાંપા ચુંદડી ની આવક કંકોત્રીમાં લિખિતં | પ્રણામ જય જિનેન્દ્ર લખવાનો ચડાવો ધાર્મિક મહોત્સવ કે વ્યાખ્યાન માટે મંડપ ઉપર નામકરણના ચડાવા. (૮) શ્રી સંઘની જનરલ સાધારણ આવક વ્યવસ્થાઃ ♦ સંઘ સદસ્ય / મેમ્બરશીપનો નકરો સર્વસાધારણ ફંડ-ટીપ-કાયમી તિથિ સાધારણના ભંડારની આવક ૦ ફોટા તક્તી વગેરે સ્કીમની આવક ૦ પેઢીનું મકાન-ગેટ વગેરે ઉપર નામના ચડાવા વગેરેની આવક. પોતાના જન્મદિવસે ૧૦૦, ૨૦૦, ૫૦૦ રૂા. સાધારણ ખાતે લખાવવા. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૭ અનું. પાના નં. ૫ ઉપર... Page #8 -------------------------------------------------------------------------- ________________ (ઈ) ૐ હૌં શ્રી અહં શ્રી જીરાઉલા-શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || Ci[ શ્રી પ્રેમ-ભુવનભાનું-પદ્મ-જયઘોષ-હેમચંદ્ર-કલ્યાણબોધિસૂરિભ્યો નમઃ | વિ.સં. ૨૦૭૨ના પાલીતાણા ખાતે યોજાયેલ ઐતિહાસિક શ્રમણ સંમેલનના સર્વમાન્ય રોવ/ નં.-૪૮, અનસારે, ભારતભરના સમગ્ર પાગચ્છીચ સંઘોમાં સાધારણ દ્રશમી વૃદ્ધિમા કતવ્ય સંદર્ભ પર્યુષણા પર્વના મહાન પવિત્ર દિવસોમાં અષ્ટમંગલ દર્શનની ઉછામણીનો લાભારંભ થઈ રહ્યો છે એ પુણ્યાવસરે..... જૈનાગમગ્રંથો, પ્રકીર્ણ ગ્રંથો. શિલ્પગ્રંથો, વિધિગ્રંથો, અન્યદર્શનીય ગ્રંથો, વિવિધ જૈન સામચિકો આદિને આધારે ઉપલબ્ધ જૈન સાહિત્યમાં સર્વપ્રથમવાર આકર્ષક ફોરકલર પ્રિન્ટીંગ સાથેનો પ્રત્યેક મંગલ સંબંધિત વિસ્તૃત વર્ણનાત્મક શોધ નિબંધ સ્વરૂપ સંદર્ભગ્રંથ એટલે જ O IT RE! જૈન શિલ્પ વિધાન (ભાગ-૧,૨) માહાય 'T 3 જિનાલય નિર્માણ માર્ગદર્શિકા (ગુજ..હિન્દી) તથા પ્રસ્તુત સુવિસ્તૃત ગ્રંથનો લોકભોગ્ય સારસંગ્રહ એટલે - હેમકલિકા-૧ શ્રી અઢાર અભિષેક વિધાન અમંગલ એશ્ચર્ય હેમકલિકા-૨ શ્રી ધારણાગતિયંત્ર S TP/ 0पूर्णका હેમકલિકા-૩ જિનાલય નિર્માણ વિધિવિધાન I : કૃપાવર્ષા: પ.પૂ. સુવિરા લગચ્છાઘિપતિ આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા - પ.પૂ, પ્રાચીનકૃતો દ્ધારક આ.ભ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંશોધન : પ.પૂ. તર્કનિયામતિ આ.ભ.શ્રી. જયસુંદરસૂરીશ્વરજી મ.સા. આલેખન : પ.પૂ. વર્ધમાનતપોનિધિ આ.શ્રી. લ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.ના મુનિ શ્રી સૌમ્યરતન વિજયજી મ.સા. છે. આ 'શાશ્વતજિના પ્રતિમા સ્વરૂપ श्री बृहद धारणा यंत्र एवं श्री धारणागति यन પ્રાપ્તિ સ્થાનઃ અમદાવાદ : યોગેશભાઈ - 99745 87879, બિજુલભાઈ - 84908 21546 મુંબઈ: શ્રી અક્ષયભાઈ શાહ-95945 55505 0 'T con Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવણાનું પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. : 9426585904 (ઓ) 22132543 E-mail : [email protected] Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ - 36 8