________________
સાધારણ દ્રવ્ય ઉપજવૃધ્ધિના શાસ્ત્રોક્ત ઉપાયો
તપના બિયાસણા-પારણા-અત્તરવાયણા કે તપરવીઓના બહુમાન ના ચડાવા તપ ઉજમણામાં તપસ્વીઓના સામુદાયિક વરઘોડામાં બગી વગેરેના ચડાવા કે નકરા, ♦ શાલિભદ્ર, પુણીયો શ્રાવક, ૧૬ ઉદ્ધારક, કનકશ્રી વગેરેના બહુમાન કરવાના ચડાવા ♦ ચાતુર્માસ પ્રવેશ(આદિ)સામૈયામાં કે તપસ્યાના વરઘોડામાં અષ્ટમંગલ લઇને ફરવાના ૮
ચડાવા
(૪) દીક્ષા :
દીક્ષાર્થીનું બહુમાન, વધામણા, વિદાય તિલક કરવાના અલગ અલગ ચડાવા.
દીક્ષાર્થીને દીક્ષા વિધિમાં ચરવળો-કટાસણું-મુહપત્તી અર્પણ કરવાની બોલી (ક્રીયા બાદ બોલી લેનારને ચરવળો આદિ તે તે ઉપકરણ મળે)
દીક્ષાર્થીના વરઘોડામાં અષ્ટમંગલના ૮ મંગલના ચડાવા.
♦ દીક્ષા લેવા માટે દીક્ષામંડપમાં પ્રવેશતા દીક્ષાર્થીને શુભશુકન-મંગલકારક ૮ મંગલના દર્શન
કરાવવાના ચડાવા.
દીક્ષાર્થીના માતા-પિતાનું બહુમાન કરવાનો ચડાવો. (૫) છ'રી' પાલક સંઘ ઃ
સંઘપતિને બહુમાન આદિ કરવાના ચડાવા.
સંઘ કાઢનારને 'સંઘવી ' પદ જાહેર કરવાનો ચડાવો.
"
(૬) શાસન સ્થાપના (વૈશાખ સુદ-૧૧) ને દિવસે ઉપાશ્રયની અગાસીમાં શાસન ધ્વજ ફરકાવવાનો ચડાવો.
(૭) મહોત્સવ સંબંધી સાધારણના ચડાવા:
સાધર્મિક ભક્તિ, નવકારશી, જમણ વગેરેના નકરા કે ચડાવા.
ફલે ચુંદડી કે ઝાંપા ચુંદડી ની આવક
કંકોત્રીમાં લિખિતં | પ્રણામ જય જિનેન્દ્ર લખવાનો ચડાવો
ધાર્મિક મહોત્સવ કે વ્યાખ્યાન માટે મંડપ ઉપર નામકરણના ચડાવા.
(૮) શ્રી સંઘની જનરલ સાધારણ આવક વ્યવસ્થાઃ
♦ સંઘ સદસ્ય / મેમ્બરશીપનો નકરો
સર્વસાધારણ ફંડ-ટીપ-કાયમી તિથિ સાધારણના ભંડારની આવક
૦ ફોટા તક્તી વગેરે સ્કીમની આવક
૦ પેઢીનું મકાન-ગેટ વગેરે ઉપર નામના ચડાવા વગેરેની આવક. પોતાના જન્મદિવસે ૧૦૦, ૨૦૦, ૫૦૦ રૂા. સાધારણ ખાતે લખાવવા.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૭
અનું. પાના નં. ૫ ઉપર...