________________
પાલીતાણા ખાતેનું વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમેલન
ઠરાવ નં-૪૮ શ્રી સંઘોમાં સાધારણ ખાતાની ઉપજવૃદ્ધિ થાય એવા ઉપાયો અમલમાં મૂકવા શ્રી સંઘને માર્ગદર્શન આપે છે. ‘અષ્ટ મંગલ ઐશ્વર્ય’ બુકમાંથી એવા કેટલાક ઉપાયો અહીં સાભાર રજૂ કરીએ છીએ. સર્વ સાધારણ દ્રવ્ય વૃદ્ધિ માટે માર્ગદર્શન...
સર્વ સાધારણદ્રવ્યની વૃદ્ધિના કર્તવ્ય અંગે, આપના શ્રીસંઘમાં, અનુકૂળતાનુસાર, નીચે પ્રમાણેના ચડાવા-ઉછામણી કરી શકાય, તથા તેની આવકમાંથી જીવદયા-અનુકંપા સિવાયના સર્વ ખર્ચ નીકળી શકે.
(૧) પર્યુષણ પર્વમાં બોલાતા/બોલાવી શકાય અવા ચડાવાઃ
આઠ અષ્ટમંગલના પૂજ્ય અને ભાવ મંગલરૂપ સકળ શ્રી સંઘને દર્શન કરાવવાના ૮ ચડાવા (એ જ રીતે, સકળ શ્રીસંઘને દર્શનાર્થે અષ્ટમંગલ અર્પણ કરવાના પણ ૮ ચડાવા)
૭ ધ્રુવસેન રાજા બની સકળ શ્રીસંઘને કલ્પસૂત્ર સંભળાવવાની ગુરુભગવંતને વિનંતી કરવાનો ચડાવો
૦ સંવત્સરીના દિવસે વ્યાખ્યાન બાદ સફળશ્રી સંઘને સૌ પ્રથમ મિચ્છામિ દુક્કડમ્ દેવાનો ચડાવો.
૦ ૧ વર્ષ માટે સંઘશ્રેષ્ઠિ / સંઘમોભી બનવાનો ચડાવો. (ચડાવો લેનારનું ૧ વર્ષ માટે પેઢીમાં (કે જે તે યોગ્ય સ્થાને) નામ આવે, અને શ્રી સંઘ વતી બહુમાન તેઓ કરે)
બાર માસના ૧૨ અથવા ૧૫ દિવસના ૧ એમ ૨૪ સર્વ સાધારણના ચડાવા. જેનું બોર્ડ સંઘની પેઢી ઉપર કે જે તે યોગ્ય સ્થાને મુકી શકાય.
૦ પૂર્વના પ્રભાવક રાજા-મંત્રીઓ-શ્રેષ્ઠિઓ જેવા કે કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા વગેરેના સ્ટેચ્યુ બનાવી તેઓનું બહુમાન કરવાનો ચડાવો
જન્મ વાંચનના દિવસે
શ્રી સંઘના મહેતાજી બનવાનો ચડાવો
શ્રી સંઘને ગુલાબજળથી અમીછાંટણા કરવાનો ચડાવો. જાજમ પાથરવાનો ચડાવો.
કોઇ પણ ચડાવો લેનારનું બહુમાન- તિલક કરવાનો ચડાવો. શ્રી સંઘને કલ્પવૃક્ષના દર્શન કરાવવાનો ચડાવો.
શાલિભદ્ર મંજૂષા પેટી ઉતારવાના ચડાવા (પેટી લાભાથી ઘરે લઇ જાય)
(૨) બેસતા વર્ષના દિવસે બોલાવી શકાય એવા ચડાવાઃ
શ્રી સંઘને સૌપ્રથમ નૂતન વર્ષાભિનંદન કહેવાનો ચડાવો શ્રી સંઘની પેઢી સૌ પ્રથમ ખોલવાનો ચડાવો
શ્રી સંઘમાં સૌથી પહેલી પહોંચ ફડાવવાનો ચડાવો સકળ શ્રી સંઘ પર અમી છાંટણા કરવાનો ચડાવો (૩) ચાતુર્માસમાં સાધારણ ખાતાના ચડાવાઃ
ચાતુર્માસ પ્રવેશ સમયે ઉપાશ્રયના દ્વારોદ્ધાટનનો ચડાવો.
અહો ! શ્રુતજ્ઞાનમ્ – ૩૬
-