________________
પુસ્તક 39
I શ્રી ચિંતામણિ શંખેશ્વર-આશાપુરા પાર્શ્વનાથાય નમક
સંવત ૨૦૭૨ - શ્રાવણ સુદ-૫
અહો ! શ્રુતજ્ઞાનમ
જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી વિદ્વાન ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં અનંતશઃ વંદનાવલી.
સંકલન
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્યશ્રી, પંડિતવર્યશ્રી, વિધિકારકશ્રી આદિને પ્રણામ.
વિ.સં.૨૦૦૨ માં પાલીતાણા ખાતે યોજાયેલ વિરાટ ઐતિહાસિક શ્રમણ સંમેલનમાં સંઘહિત અને શાસનહિતને ધ્યાનમાં લઇ ૬૩ જેટલા ઠરાવો સર્વમાન્ય પણે થયા. અષાઢ સુદ-૨ ના દિવસે તપાગચ્છાધિપતિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ૧૮ સમુદાયના અગ્રણી શ્રાવકોની ઉપસ્થિતિમાં આ ઠરાવોની પુસ્તિકા તથા અષ્ટમંગલ ઐશ્વર્ય બુક (ગુજરાતીહિન્દી) નું વિમોચન પણ કરવામાં આવ્યું. આ સંદર્ભે થોડીક વિચારણા....
(૧) ઠરાવોની પુસ્તિકા પ્રકાશિત થયાને મહિનો થયો, છતાં અમારી જાણ મુજબ હજી સુધી તે સર્વે સંઘો અને તેના અગ્રણીઓ સુધી પહોંચી શકી નથી. પ્રત્યેક સંઘની પેઢીમાં આ પુસ્તક હોય તે ઇચ્છનીય છે.
(૨) ગુજરાત-મુંબઇને બાદ કરતા લગભગ બધા સંઘો હિન્દી ભાષી છે તેથી તેની હિન્દી આવૃતિ પણ શક્ય હોય તેટલી જલદી કરાવવી જોઇએ.તથા તે સર્વ સંઘો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
(૩) માત્ર પુસ્તિકા પ્રકાશનથી કાર્ય થઇ જશે નહિ, લોકમાં એ ઠરાવોના પ્રચાર-પ્રસાર પણ એટલો જ અગત્યનો છે. શ્રમણ સંમેલને સર્વાનુમતે કરેલ કેટલાક ઠરાવો તો એટલા બધા સંઘને હિતકારી છે કે સકળ શ્રીસંઘ તેને વધાવી લેશે, પણ એનો પ્રચાર જરૂરી છે. દા.ત ઃ લગભગ દરેક સંઘોમાં સાધારણનો તોટો હોય છે. સાધારણની આવક થાય એ કયા ટ્રસ્ટીને ન ગમે ? શ્રમણ સંમેલને એ માટે પર્યુષણમાં નવા ૧૧ ચડાવા સાધારણની ઉપજ માટે સર્વાનુમતે માન્ય કર્યા છે. જેનો પ્રચાર થશે તો બધા જ એને વધાવી લેશે.
જેમ ૧૪ સુપનના ચડાવા થાય, એમ અષ્ટમંગલના અગલ અલગ ચડાવા કરવા દ્વારા સંઘમાં સાધારણની આવક થાય. મહાત્માઓ અષ્ટમંગલનું તથા સાધારણ દ્રવ્ય વૃદ્ધિનું મહત્વ સંઘને સમજાવે. આપને જાણીને આનંદ થશે કે અષ્ટમંગલનું મહત્વ સમજાવતી " અષ્ટમંગલ ઐશ્વર્ય ” નામે પુસ્તિકા પણ પ્રકાશિત થઇ છે, જેને જોઇએ તેને અમારી પાસેથી મળી શકશે. ઝાથા તેના સાધારણ વૃધ્ધિના ઉપાયો પણ દર્શાવેલ છે.
(૪) ૬૩ ઠરાવોમાંથી જે સમયે જેનો અમલ કરવાનો સમય હોય તેના પર વધુ ભાર મૂકવો જોઇએ. (૫) વળી, બધા જ ઠરાવોમાંથી વિશેષ ઉપયોગી અને લોકભોગ્ય બને એવા ૩-૩ ઠરાવોનો વારંવાર વારાફરતી વિશેષથી પ્રચાર થાય એમ કરવાથી જે તે ઠરાવ લોકમાં વિશેષ અમલમાં આવશે.
આવા અન્ય પણ વિચારણીય મુદ્દાઓ છે, જે વિચારી શકાય. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્....
दासोऽहं सर्व साधूनाम् "
લી. સકળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬