Book Title: Yug Samantano Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ દર્શન અને ચિંતા નારી એ પણ નરની પેઠે ચેતન છે. એનામાં પણ અનેક અસાધારણ શકિતઓ છે. જે સમાજમાં એ શક્તિઓને મુકપણે કામ કરવાની તક નથી મળતી તે સમાજમાં સ્ત્રીઓની એ શક્તિઓ ભરી નથી જતી, પણ માત્ર જુદું અને કયારેક વિકૃત સ્વરૂપ લે છે એટલું જ. જે સ્ત્રીશક્તિને સ્વતંત્રપણે કમાણી, સત્તા અને બાબરીના પ્રસંગે ન મળે તે એ શક્તિ ઘરમાં રૂધાયા છતાં પિતાનું વર્ચસ્વ જુદી રીતે જમાવે છે. તે જમાવટ એટલે પુરુષાર્થ વિનાનાં નખરાં, હાવભાવ, શૃંગાર સજાવટ અને બીજું નવનવાં આકર્ષણ. આ આકર્ષણોની નાથથી નારી નરને નાથે છે, પોતાની ઇચ્છા પ્રમાણે તેને સંચરાવે કે વિચારે છે અને પાછા તેને પિતાની પાસે, ખેંચી લે છે. પુરુષ સ્ત્રીને પશુ બનાવી છે એ હકીકત છે તે સ્ત્રીએ પણ પુરુષને પિતાની કળામય કાબેલિયતથી પશુ બનાવેલ છે એ પણ હકીકત છે અને તે આજના શહેરી, અર્ધશહેરી વિલાસી જીવનમાં જોવા પણ મળે છે. હવે તે એટલું જ વિચારવાનું રહે છે કે બેમાંથી કોઈ બીજાને પશુ ન. બનાવે એની ચાવી શેમાં છે? એને ટૂંકે ને ટચ ઉત્તર એટલે જ છે, કે. સ્ત્રી અને પુરુષનાં જીવનક્ષેત્રે અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકે પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારી સંભાળી શકે. સ્ત્રી કમાય એને આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાને ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તે એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણ ઊભાં કરવા ન પડે. સાથે જ પુરુષનો બોજ પણ હલકે થાય. -ગૃહમાધુરી, મે 1956 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3