Book Title: Yug Samantano Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249182/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ યુગ સમાનતાને છે [૩૧] તુલસીકૃત રામાયણમાં રહે છે. प्रभु भल कीन्ह मोहि सिख दीन्ही; मर्यादा सब तुम्हरी कीन्ही । ઢેર–વર- -પશુ–નારી, જે સર્વ તારા જારી || -સુન્દરકાંડ આમાં નારીને પશુતુલ્ય કહી તાડન-તર્જનને યોગ્ય લેખી છે. તુલસીદાસ એક વિશિષ્ટ સંત છે. તેમને પિતાને સ્ત્રી કે પુરુષ પ્રત્યે ખાસ પક્ષપાત હશે એમ ભાગ્યે જ કહી શકાય. છતાં તેમણે સ્ત્રીને તાડનોગ્ય વર્ણવી છે એ એક હકીકત છે. એમના આ વર્ણન પાછળ શું તત્વ હતું એને વિચાર કરતાં તે વખતની અને અત્યારે પણ મોટેભાગે ચાલુ એવી સામાજિક સ્થિતિનું ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ચિત્ર એ છે કે જે સમાજમાં આર્થિક ઉપાર્જન અને સત્તાનાં સૂત્રો મુખ્યપણે પુરુષના હાથમાં રહ્યાં છે તે સમાજમાં સ્ત્રીની દશા ઘરકૂકડી જેવી થઈ જાય છે. શકિત, ઉત્સાહ વગેરે એનું બધું સત્વ કેવળ સાંકડી ઘર-કુટુંબની મર્યાદામાં રૂંધાઈ રહે છે અને તે શક્તિ છતાં લાચાર બની જાય છે. સ્ત્રી ઘર-કુટુંબવ્યવહારમાં જેટલી કુશળ, પુરુષ તે બાબતમાં તેટલે જ અકુશળ અને લાચાર હોય છે; છતાં જીવનવ્યવહારનું આધારભૂત મુખ્ય બળ જે અર્થબળ છે, તેનાં ક્ષેત્રે પુરુહસ્તક હોવાથી સ્ત્રી ઓશિયાળી બની જાય છે. તે એટલે સુધી કે એ પોતાની શકિત અને આવડતનું મૂલ્ય સુધ્ધાં ભાગ્યે જ આંકી શકે છે. એની શકિત અને આવડતનું મૂલ્ય ત્યારે જ ખરું અંકાય છે જ્યારે પુરુષ સ્ત્રી વિના લાચાર દશામાં આવી પડે. આમ છતાં નારી ગમાર અને પશુની પેઠે તાડનને યોગ્ય મનાઈ તે સૂચવે છે કે તેનું કારણ એકમાત્ર એની શારીરિક કે માનસિક સ્થિતિ નથી, પણ આર્થિક પરતંત્રતા છે. જો કે કે વર્ગોમાં કમાણીની બાબતમાં સ્ત્રી-પુરુષ સાથે જ ઘરબહારનાં ક્ષેત્રે ખેડે છે, તે કેમ કે વગોંમાં સ્ત્રીઓને દરજજો સુખી ગણાતી પણ ઘરબેઠાડુ સ્ત્રીઓ કરતાં વિશેષ સ્વમાની હોય છે. એટલે તુલસીદાસે જે નારીનો ઉલ્લેખ કર્યો છે તે આર્થિક રીતે પરાવલંબી હોય એવી નારીને ઉલ્લેખ છે એમ માનવું રહ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ યુગ સમાનતાને છે [૧૧ આ રીતે વિચારીએ તે પુરુષ જે કે ઉપાર્જિત ધન પણ છેવટે સ્ત્રીના હાથમાં સેપે છે, છતાં ઈચ્છીએ કે અનિચ્છાએ તે તેને પશુ જેવી લાચાર, તો કરી જ મૂકે છે. આમ તુલસીદાસના દોહાની નારી એ પુરુષે બનાવેલ, પશુનારી છે, અને એવી નારીનું અસ્તિત્વ આજે પણ અનેકરૂપે આપણને જોવા મળે છે. આ સામાજિક વિષમતાની એક બાજુ થઈ. પરંતુ આની એક બીજી પણ બાજુ છે. તે બાજુ એવી છે કે જેમાં સ્ત્રી પુરુષને પશુ બનાવી મરજી પ્રમાણે ચારે છે અને ફાવે ત્યારે જ એને મનુષ્યરૂપ આપ તેનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ ક્યા પ્રકારના સમાજમાં સંભવે છે એ જાણવાનું કુતૂહલ પણ રોકી શકાતું નથી. એક તે આને જવાબ એ છે કે જે સમાજમાં સ્ત્રી જ મુખ્યપણે મહેનત અને પાર્જનનું કામ કરતી હોય, પુરુષ મુખ્યપણે સ્ત્રીની કમાણ ઉપર નભતા હેય તે સમાજમાં પુરુષ સ્ત્રીની મરજી પ્રમાણે વર્તી અને પશું જે બની રહે. આવા સમાજે આજે પણ પર્વતીય પ્રદેશમાં, બ્રહ્મદેશ અને બાલી જેવા ટાપુઓમાં છે. બીજો ઉત્તર તેથી ઊલટે છે. તે એ કે પુરુષપ્રધાન સમાજમાં પણ નારી નરને પશુ બનાવી ચારે છે અને તેને ઉપયોગ કરે છે. આ બીજો ઉત્તર વાચકને નવાઈ ઉપજાવે ખરે. જે પુરષ જ અર્થ અને સત્તાનું કેન્દ્ર હોય તો સ્ત્રી અને પશુ કેમ બનાવી શકે? પરંતુ માનસતત્વની દૃષ્ટિએ જોઈશું તે એમાં કાંઈ નવાઈ જેવું નથી, એ તો આપણું રેજના અનુભવની વાત છે. * પુરુષ કમાતા હય, સત્તાવાન પણ હોય ત્યારેય એ છેવટે બધું લાવીને ઘરમાં જ મૂકે છે સ્ત્રીને ભરોસે જીવે છે. એના વિશ્રામ, વિનોદ અને આનંદનું ધામ એકમાત્ર નારી બની રહે છે. આ વાતાવરણમાં નારીમાનસ એવી રીતે ઘડાય છે કે તે કઈ કઈ રીતે પુરુષને વધારે જતી અને વશ કરી શકે, તેમ જ તેની અને તેની સંપત્તિ ઉપર વણમાગ્યું સ્વામિત્વ ભોગવી શકે. આવી મોદશા એને તરેહતરેહનાં આકર્ષણ ઊભાં કરવાની કળામાં નિપુણ બનાવે છે. એ કળાથી નારી પુરુષને અનેક જોખમ ખેડવાની પ્રેરણ પણ આપે છે અને પૃથ્વીના બીજા છેડા સુધી વિહાર પણ કરાવે છે. છેવટે એ જ કળાથી તે પાછી પુરુષના નાથ એવી રીતે ખેચે છે કે તે પાછા ઘરમાં આવી સ્ત્રીને સતિષવાનું જ કામ કરે છે. આ રીતે અર્થોપાર્જન, સત્તાપ્રાપ્તિ જેવાં બહારનાં ક્ષેત્રોમાં વિચરીને પણ તે પાછા ઘરમાં નારીનું રમકડું પણ બને છે. આ દશા એ જ નારી દ્વારા પુરુષને પશુતુલ્ય ચરાવવાની દશા છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતા નારી એ પણ નરની પેઠે ચેતન છે. એનામાં પણ અનેક અસાધારણ શકિતઓ છે. જે સમાજમાં એ શક્તિઓને મુકપણે કામ કરવાની તક નથી મળતી તે સમાજમાં સ્ત્રીઓની એ શક્તિઓ ભરી નથી જતી, પણ માત્ર જુદું અને કયારેક વિકૃત સ્વરૂપ લે છે એટલું જ. જે સ્ત્રીશક્તિને સ્વતંત્રપણે કમાણી, સત્તા અને બાબરીના પ્રસંગે ન મળે તે એ શક્તિ ઘરમાં રૂધાયા છતાં પિતાનું વર્ચસ્વ જુદી રીતે જમાવે છે. તે જમાવટ એટલે પુરુષાર્થ વિનાનાં નખરાં, હાવભાવ, શૃંગાર સજાવટ અને બીજું નવનવાં આકર્ષણ. આ આકર્ષણોની નાથથી નારી નરને નાથે છે, પોતાની ઇચ્છા પ્રમાણે તેને સંચરાવે કે વિચારે છે અને પાછા તેને પિતાની પાસે, ખેંચી લે છે. પુરુષ સ્ત્રીને પશુ બનાવી છે એ હકીકત છે તે સ્ત્રીએ પણ પુરુષને પિતાની કળામય કાબેલિયતથી પશુ બનાવેલ છે એ પણ હકીકત છે અને તે આજના શહેરી, અર્ધશહેરી વિલાસી જીવનમાં જોવા પણ મળે છે. હવે તે એટલું જ વિચારવાનું રહે છે કે બેમાંથી કોઈ બીજાને પશુ ન. બનાવે એની ચાવી શેમાં છે? એને ટૂંકે ને ટચ ઉત્તર એટલે જ છે, કે. સ્ત્રી અને પુરુષનાં જીવનક્ષેત્રે અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકે પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારી સંભાળી શકે. સ્ત્રી કમાય એને આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાને ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તે એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણ ઊભાં કરવા ન પડે. સાથે જ પુરુષનો બોજ પણ હલકે થાય. -ગૃહમાધુરી, મે 1956