________________
યુગ સમાનતાને છે
[૩૧] તુલસીકૃત રામાયણમાં રહે છે. प्रभु भल कीन्ह मोहि सिख दीन्ही; मर्यादा सब तुम्हरी कीन्ही । ઢેર–વર- -પશુ–નારી, જે સર્વ તારા જારી ||
-સુન્દરકાંડ આમાં નારીને પશુતુલ્ય કહી તાડન-તર્જનને યોગ્ય લેખી છે. તુલસીદાસ એક વિશિષ્ટ સંત છે. તેમને પિતાને સ્ત્રી કે પુરુષ પ્રત્યે ખાસ પક્ષપાત હશે એમ ભાગ્યે જ કહી શકાય. છતાં તેમણે સ્ત્રીને તાડનોગ્ય વર્ણવી છે એ એક હકીકત છે. એમના આ વર્ણન પાછળ શું તત્વ હતું એને વિચાર કરતાં તે વખતની અને અત્યારે પણ મોટેભાગે ચાલુ એવી સામાજિક સ્થિતિનું ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ચિત્ર એ છે કે જે સમાજમાં આર્થિક ઉપાર્જન અને સત્તાનાં સૂત્રો મુખ્યપણે પુરુષના હાથમાં રહ્યાં છે તે સમાજમાં સ્ત્રીની દશા ઘરકૂકડી જેવી થઈ જાય છે. શકિત, ઉત્સાહ વગેરે એનું બધું સત્વ કેવળ સાંકડી ઘર-કુટુંબની મર્યાદામાં રૂંધાઈ રહે છે અને તે શક્તિ છતાં લાચાર બની જાય છે. સ્ત્રી ઘર-કુટુંબવ્યવહારમાં જેટલી કુશળ, પુરુષ તે બાબતમાં તેટલે જ અકુશળ અને લાચાર હોય છે; છતાં જીવનવ્યવહારનું આધારભૂત મુખ્ય બળ જે અર્થબળ છે, તેનાં ક્ષેત્રે પુરુહસ્તક હોવાથી સ્ત્રી ઓશિયાળી બની જાય છે. તે એટલે સુધી કે એ પોતાની શકિત અને આવડતનું મૂલ્ય સુધ્ધાં ભાગ્યે જ આંકી શકે છે. એની શકિત અને આવડતનું મૂલ્ય ત્યારે જ ખરું અંકાય છે જ્યારે પુરુષ સ્ત્રી વિના લાચાર દશામાં આવી પડે. આમ છતાં નારી ગમાર અને પશુની પેઠે તાડનને યોગ્ય મનાઈ તે સૂચવે છે કે તેનું કારણ એકમાત્ર એની શારીરિક કે માનસિક સ્થિતિ નથી, પણ આર્થિક પરતંત્રતા છે. જો કે કે વર્ગોમાં કમાણીની બાબતમાં સ્ત્રી-પુરુષ સાથે જ ઘરબહારનાં ક્ષેત્રે ખેડે છે, તે કેમ કે વગોંમાં સ્ત્રીઓને દરજજો સુખી ગણાતી પણ ઘરબેઠાડુ સ્ત્રીઓ કરતાં વિશેષ સ્વમાની હોય છે. એટલે તુલસીદાસે જે નારીનો ઉલ્લેખ કર્યો છે તે આર્થિક રીતે પરાવલંબી હોય એવી નારીને ઉલ્લેખ છે એમ માનવું રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org