Book Title: Yug Samantano Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ યુગ સમાનતાને છે [૧૧ આ રીતે વિચારીએ તે પુરુષ જે કે ઉપાર્જિત ધન પણ છેવટે સ્ત્રીના હાથમાં સેપે છે, છતાં ઈચ્છીએ કે અનિચ્છાએ તે તેને પશુ જેવી લાચાર, તો કરી જ મૂકે છે. આમ તુલસીદાસના દોહાની નારી એ પુરુષે બનાવેલ, પશુનારી છે, અને એવી નારીનું અસ્તિત્વ આજે પણ અનેકરૂપે આપણને જોવા મળે છે. આ સામાજિક વિષમતાની એક બાજુ થઈ. પરંતુ આની એક બીજી પણ બાજુ છે. તે બાજુ એવી છે કે જેમાં સ્ત્રી પુરુષને પશુ બનાવી મરજી પ્રમાણે ચારે છે અને ફાવે ત્યારે જ એને મનુષ્યરૂપ આપ તેનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ ક્યા પ્રકારના સમાજમાં સંભવે છે એ જાણવાનું કુતૂહલ પણ રોકી શકાતું નથી. એક તે આને જવાબ એ છે કે જે સમાજમાં સ્ત્રી જ મુખ્યપણે મહેનત અને પાર્જનનું કામ કરતી હોય, પુરુષ મુખ્યપણે સ્ત્રીની કમાણ ઉપર નભતા હેય તે સમાજમાં પુરુષ સ્ત્રીની મરજી પ્રમાણે વર્તી અને પશું જે બની રહે. આવા સમાજે આજે પણ પર્વતીય પ્રદેશમાં, બ્રહ્મદેશ અને બાલી જેવા ટાપુઓમાં છે. બીજો ઉત્તર તેથી ઊલટે છે. તે એ કે પુરુષપ્રધાન સમાજમાં પણ નારી નરને પશુ બનાવી ચારે છે અને તેને ઉપયોગ કરે છે. આ બીજો ઉત્તર વાચકને નવાઈ ઉપજાવે ખરે. જે પુરષ જ અર્થ અને સત્તાનું કેન્દ્ર હોય તો સ્ત્રી અને પશુ કેમ બનાવી શકે? પરંતુ માનસતત્વની દૃષ્ટિએ જોઈશું તે એમાં કાંઈ નવાઈ જેવું નથી, એ તો આપણું રેજના અનુભવની વાત છે. * પુરુષ કમાતા હય, સત્તાવાન પણ હોય ત્યારેય એ છેવટે બધું લાવીને ઘરમાં જ મૂકે છે સ્ત્રીને ભરોસે જીવે છે. એના વિશ્રામ, વિનોદ અને આનંદનું ધામ એકમાત્ર નારી બની રહે છે. આ વાતાવરણમાં નારીમાનસ એવી રીતે ઘડાય છે કે તે કઈ કઈ રીતે પુરુષને વધારે જતી અને વશ કરી શકે, તેમ જ તેની અને તેની સંપત્તિ ઉપર વણમાગ્યું સ્વામિત્વ ભોગવી શકે. આવી મોદશા એને તરેહતરેહનાં આકર્ષણ ઊભાં કરવાની કળામાં નિપુણ બનાવે છે. એ કળાથી નારી પુરુષને અનેક જોખમ ખેડવાની પ્રેરણ પણ આપે છે અને પૃથ્વીના બીજા છેડા સુધી વિહાર પણ કરાવે છે. છેવટે એ જ કળાથી તે પાછી પુરુષના નાથ એવી રીતે ખેચે છે કે તે પાછા ઘરમાં આવી સ્ત્રીને સતિષવાનું જ કામ કરે છે. આ રીતે અર્થોપાર્જન, સત્તાપ્રાપ્તિ જેવાં બહારનાં ક્ષેત્રોમાં વિચરીને પણ તે પાછા ઘરમાં નારીનું રમકડું પણ બને છે. આ દશા એ જ નારી દ્વારા પુરુષને પશુતુલ્ય ચરાવવાની દશા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3