Book Title: Yudhishthirnu Manomanthan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ યુધિષ્ઠિરનું મનોમંથન ૦ ૨૮૧ “શત્રુઓને હણ્યા પછી સ્વધર્મથી પ્રાપ્ત થયેલું પૃથ્વીનું રાજ્ય મેળવીને હવે તેને શા માટે છોડી દેવું ? એ રીતે કરવાથી તો તમારી બુદ્ધિહીનતા જ જણાશે. “ખરી વાત તો એ છે, કે જે પુરુષાર્થહીન છે તેને વળી રાજ્ય કેવું ? જે દીર્ઘસૂત્રી છે—વિચારો જ કર્યા કરે છે—પુરુષાર્થમાં આળસુ છે, તેને પણ રાજ્ય શી રીતે શોભે ? “જો ભીખ માગીને જ નિભાવ કરવાનો તમારો વિચાર હતો, તો પછી ક્રોધના આવેશથી બેબાકળા થઈને તમે રણસંગ્રામમાં રાજાઓને શા માટે હણી નાંખવા તત્પર થયા ? “જે માણસ અકિંચન હોય, કલ્યાણની કાંક્ષા વગરનો હોય તે કદાચ આવા વિચારો કરે. પણ તમે તો હે પ્રભુ ! તમામ સંસારમાં વિખ્યાત છો, પુત્રવાળા, સંપત્તિવાળા અને ભારે સામર્થ્યવાળા છો; એટલે તમે જો આ રાજ્યને છોડી દઈ પામર જનની પેઠે માધુકરીથી જીવવાનું વિચારશો તો તમને લોકો શું કહેશે ?” વળી અર્જુન પોતાના મોટાભાઈને કહે છે, કે “તમે તો આ રાજકુળમાં જન્મેલા છો. સમગ્ર પૃથ્વીને જીતી લીધા પછી જો તમે ધર્મ અને અર્થને તજી દઈને મૂઢતાને લીધે વન તરફ પ્રયાણ કરવા તૈયાર થયા છો, તો પછી પ્રજાનું પાલન વગેરેના રાજધર્મો કોણ બજાવશે ?’’ [‘અહો ! દુ:સ્લમો બૂમો વૈવનવ્યમુત્તમમ્ । यत् कृत्वाऽमानुषं कर्म त्यजेथाः श्रियमुत्तमाम् ॥ शत्रून् हत्वा महीं लब्ध्वा स्वधर्मेणोपपादिताम् । एवंविधं कथं सर्वे त्यजेथा बुद्धिलाघवात् ॥ क्लीबस्य हि कुतो राज्यं दीर्घसूत्रस्य वा पुनः । किमर्थे च महीपालानवधीः क्रोधमूर्च्छितः ॥ यो ह्याजिजीविषेद् भैक्ष्यकर्मणा नव कस्यचित् । सर्वलोकेषु विख्यातो न पुत्रपशुसहितः ॥ कापाली नृप ! पापिष्ठां वृत्तिमासाद्य जीवतः । संत्यज्य राज्यं समृद्धं ते लोकोऽयं किं वदिष्यति ॥ अस्मिन् राजकुले जातो जित्वा कृत्स्नां वसुन्धराम् । धर्मार्थावखिलौ हित्वा वनं मोठ्यात् प्रतिष्ठसे ॥" (મહાભારત, શાંતિપર્વ અધ્યાય આઠમો શ્લોક ૩-૪-૫-૬-૭-૯)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7