Book Title: Yudhishthirnu Manomanthan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૩૬. યુધિષ્ઠિરનું મનોમંથન મહાભારતની ભયંકર લડાઈ પૂરી થઈ ગયા પછી રાજા યુધિષ્ઠિર અને તેમનો પરિવાર મહિના સુધી શહેર બહાર ગંગાને કાંઠે રહેલો. યુદ્ધની ક્રૂરતા, પોતાના ચિત્તની અશાંતિ અને ડહોળાઈ ગયેલી પરિસ્થિતિ ઇત્યાદિ અશાંત વાતાવરણને ખાળવા અને સ્વસ્થ ચિત્તે હવે પોતાનાં કર્તવ્ય અને અકર્તવ્યનો માર્ગ શોધવા રાજા યુધિષ્ઠિરે રહેવા માટે ગંગાનો કાંઠો પસંદ કર્યો હતો. એક વખતની વાત છે કે જ્યારે રાજા યુધિષ્ઠિર અને તેનો પરિવાર પોતાને સ્થાને બેઠેલો હતો, ત્યારે મહાત્માઓ, સિદ્ધપુરુષો, ઉત્તમોત્તમ બ્રહ્મર્ષિઓ તથા વૈપાયન, નારદ, દેવલ, કણ્વ તથા દેવસ્થાન નામના ઋષિઓ તેની પાસે આવ્યા. એ ઋષિઓના અનેક શિષ્યો અને વેદવિદ્યાના ધુરંધર વિદ્વાન એવા ઉત્તમ બ્રાહ્મણો તથા ગૃહસ્થો અને બીજા સ્નાતકો પણ તેને મળવા આવ્યા. તે આવેલા તમામનો રાજાએ યોગ્ય સત્કાર કર્યો અને તેઓ બધા પોતાને યોગ્ય આસનો ઉપર બેઠા. રાજા યુધિષ્ઠિર શોકથી ભારે વ્યગ્ર હતા. તેમને લાખો બ્રાહ્મણો આશ્વાસન આપતા હતા. એ વખતે તે સમયના પ્રાચીન નારદમુનિએ શોકથી વ્યાકુળ બનેલા રાજાને શી રીતે શાંત કરવા અને સ્વસ્થ કરવા એ વિશેની મંત્રણા કૃષ્ણદ્વૈપાયન વગેરે મુનિઓની સાથે કરી અને પછી તેમણે ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને કહ્યું : ["पुण्ये भागीरथीतीरे शोकव्याकुलचेतसम् । आश्वासयन्तो राजानं विप्राः शतसहस्त्रशः ।। नारदस्त्वब्रवीत् काले धर्मपुत्रं युधिष्ठिरम् । संभाष्य मुनिभिः सार्धं कृष्णद्वैपायनादिभिः" ॥ (મહાભારત, શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક સાત પછી)] હે યુધિષ્ઠિર ! તમે તમારા બાહુબળથી અને માધવ એટલે શ્રીકૃષ્ણની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7