Book Title: Yogkalpalata
Author(s): Girish Parmanand Kapadia
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 125
________________ ११२ योगकल्पलता યોગના જાણકાર મનનો નાશ કરી પોતાના આત્મામાં સ્થિર થાય છે. જેમ ઘી ભરેલા ઘડામાં પાણી ઘીથી અળગું રહે છે તેમ આવો યોગી શરીરમાં રહેવા છતાં શરીરથી વેગળો રહે છે.(૪૯) વિવેકને કારણે બધા જ વિષયોમાં ઉદાસીનતા જન્મે છે. ઉદાસીનતા પ્રાપ્ત થતાં નિઃસ્પૃહ એવા યોગીને મુક્તિની ચિંતા(ઇચ્છા) પણ રહેતી નથી.(૫૦) શાસ્ત્રોમાં યોગીઓને સ્વચ્છંદ(ઇચ્છાના બંધનથી મુક્ત)કહેવામાં આવ્યા છે તે કેટલાક વિરલ યોગી જ જાણે છે.(૫૧) તમામ પ્રકારના સંકલ્પથી મુક્ત, આત્માના આનંદમાં જ રમમાણ યોગી સમાધિમાં પ્રવેશ કરે ત્યારે જિન(અરિહંત) જેવો બને છે(૫૨) તત્વના નિશ્ચયથી જન્મેલી મનઃશાંતિથી જ સમાધિ જન્મે છે.તેથી પૂરી શક્તિથી તત્વનો નિશ્ચય કરવા મહેનત કરવી જોઈએ.(૫૩) પંન્યાસપદને ધરનારા ગુરુ શ્રી ભદ્રંકરવિ.મ.ની કૃપાથી આત્મતત્વસમીક્ષણની રચના તરત જ થઈ છે.(૫૪) ।। આત્મતત્ત્વસમીક્ષણ પૂર્ણ ।।

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145