Book Title: Yogkalpalata
Author(s): Girish Parmanand Kapadia
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 123
________________ ११० योगकल्पलता લેપાતું નથી તેમ આત્મસ્થ વ્યક્તિ પુણ્ય-પાપથી ક્યારેય લેપાતો નથી.(૨૪) (જે વ્યક્તિ) અનેકાંતમાં નિષ્ણાત છે, દ્વૈત-અદ્વૈતનો (વિવેક કરવામાં) વિશારદ છે તે પોતાના સ્વરૂપમાં લય પામે છે.આ વાતમાં કોઈ શંકા નથી.(૨૫) વીતરાગ હંમેશા મુક્ત હોય છે, કર્મબંધ તો રાગીને થાય છે. માટે હું(શરીર) નથી અને કોઈ મારૂં નથી આ મોક્ષનો મંત્ર કહેવાયો છે.(૨૬). જ્ઞાનગર્ભિત વૈરાગ્યને કારણે પ્રાપ્ત થતો પરમ ઉપશમ અને સર્વ કર્મોનો ક્ષય વાસ્તવિક રીતે ભવ્યને જ મળે છે.(૨૭) વાસના જ સંસાર છે. તેના ત્યાગથી મુક્તિ થાય છે તેમ મનાય છે. તેથી તમામ પ્રયત્ન કરીને વાસનારહિત થા.(૨૮) વાસનાનો ત્યાગ કરવાની સાથે જ (આત્મા) પોતાની અવસ્થા પોતાની મેળે જ પ્રાપ્ત કરી લે છે. આ અવસ્થામાં આત્મા પોતે જ પોતાનો ગુરુ બની જાય છે.(૨૯) જે વ્યક્તિ આખા જગતને ઇંદ્રજાલની જેવું અનિત્ય જૂએ છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યને આધારે અપાર સુખ પામે છે.(૩૦) જે બુદ્ધિમાન વ્યક્તિ અર્થ અને કામને છોડી હંમેશા ધર્મ અને મોક્ષમાં રૂચિ રાખે છે તેનો મોક્ષ નિશ્ચિત છે.(૩૧) આ લોકમાં અનાસક્ત વ્યક્તિ સુખી છે અને આસક્ત વ્યક્તિ હંમેશા દુઃખી છે.તેથી તે પ્રૌઢ વિરાગી વ્યક્તિને જ નિત્ય સુખ મનાય છે. (૩૨) જે વ્યક્તિને- હું શરીર નથી, શરીર મારું નથી આ પ્રકારનો નિશ્ચય થઈ ગયો છે તેનો જ બંધ તૂટે છે તેવું તત્વના જાણકારોનું કહેવું છે.(૩૩) તે યોગીઓમાં શ્રેષ્ઠ પુરૂષ હંમેશા આત્મામાં લીન હોય છે, તેને શરીર ઉપર પણ પ્રેમ હોતો નથી,તે નિર્વિકલ્પ અને નિરંજન બની શોભે છે.(૩૪) જ્યારે બધી જ ચિંતાનો ત્યાગ કરી મન અંતર્મુખ થઈ જાય અને વિષયો પર પ્રેમ ન રહે ત્યારે તત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે.(૩૫) મનની સ્વસ્થતા સાચા અર્થમાં સાધુતામાં(સચ્ચાઈ) છે.આ અવસ્થામાં સાધક ઓદયિક ભાવમાં વર્તે છે.(અર્થ સ્પષ્ટ થતો નથી)(૩૬)

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145