________________
આ બંને પ્રકરણમાં કવચિત્ પાઠભેદ તથા અશુદ્ધ પાઠો છે. જ્યારે આ બંને પ્રકરણનું હસ્તલિખિત આદર્શોને આધારે પુનર્મુદ્રણ કરવામાં આવે ત્યારે સાચા અર્થ સમજવા માટે તથા પાઠશુદ્ધિ માટે યોગશાસ્ત્રટીકામાં ઉદધૃત કરેલી ગાથાઓ અત્યંત ઉપયોગી થાય તેમ છે.
પ્રસ્તાવના ચોગશાસ્ત્રના સંશોધનને લગતી વિવિધ વાતના જિજ્ઞાસુઓને માટે વર્ગ ગુજરાતી ભાષામાં લખેલા લખાણને સહેલાઈથી વાંચવા ટેવાયેલ છે. સંસ્કૃતમાં લખેલી પ્રસ્તાવનાઓને ઘણા વાંચતા પણ નથી, અને કેટલાક શ્રાવકે આદિ વાંચી શકતા પણ નથી. એટલે સંશોધકોને અને અભ્યાસીઓને અમારે જે ખાસ કહેવાનું છે તે તેમના કાન સુધી ભાગ્યે જ પહોંચવા પામે. એથી જાણી જોઈને વિસ્તારથી આ પ્રસ્તાવના અમે ગુજરાતી ભાષામાં લખી છે. છતાં જે ગુજરાતી ભાષાથી અપરિચિત છે તે પણ ગશાસ્ત્ર અંગેની મહત્ત્વની જાણકારીથી વંચિત રહી ન જાય એ માટે પુરોવચનમ્ રૂપે સંસ્કૃતમાં પણ અમે પ્રસ્તાવના આપી છે. અંગ્રેજીથી અતિ પરિચિત વર્ગની જાણકારી માટે The Australian National University Faculty of Asian studies, Canberra, A. C, T. 2600, Australiaના પ્રોફેસર J. W. de Jong નામના ઓસ્ટ્રેલિયાના વિદ્વાને ગશાસ્ત્રના પ્રથમ વિભાગ ઉપર જે રીવ્યુ (સમાચના) અંગ્રેજીમાં લખે છે અને જે લાંડથી પ્રકાશિત થતા Indo-Iranian Journalમાં છપાયો છે તે પણ સંસ્કૃત પુરવાર પછી અહીં આપ્યો છે.
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
પાવૃત્તિ સહિત
યોગ
[ ૫૦ ]
શાસ્ત્રના
Jain Education Inter
For Private & Personal Use Only
www.jainelibrary.org