Book Title: Yashovijayopadhyaya ane temne lakheli Hathpothi Naychakra
Author(s): Punyavijay
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 2
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ હતો, પરંતુ જ્યાં સુધી એ ગ્રંથના વિશિષ્ટ સંશોધનને લગતો ભાર સમગ્રપણે ઝીલનાર વિદ્વાન કે વિદ્વાનો ન મળ્યા ત્યાં સુધી તે વિષે હું કશું કરી શક્યો નહિ. તેમ છતાં પં. શ્રીસુખલાલજીના કહેવાથી મને મુનિવર શ્રીજંબૂવિજયજી અને તેમની ચમત્કારિક સુયોગ્યતાનો પરિચય મળી ગયો હતો. એટલે તેમની હું શોધ કરતો જ હતો કે એ મહાનુભાવ કોણ છે અને કોના પરિવારના છે? ત્યાં જ અણધાયો મેધ વરસી પડે તેની જેમ અચાનક મને ખુદ મુનિવર શ્રીઅંબૂવિજયજીનો એક પત્ર આજે હું જે શહેરમાં અને જે સ્થાને રહું છું ત્યાં મળ્યો. મેં એ ઘરબેઠાં આવેલી જ્ઞાનગંગાને વધાવી લીધી અને નયચક્ર મહાશાસ્ત્રને સંશોધન અને સંપાદનનો ભાર તેમના ઉપર નાખ્યો અને તે સાથે તેને લગતી દરેક બાહ્ય સામગ્રી પૂરી પાડવાની જવાબદારી મારી અપસ્વ૯૫ શક્તિ અનુસાર મેં પણ સ્વીકારી. | ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ અને પૂજયપાદ આચાર્ય મ0 શ્રીવિજયલબ્ધિસૂરિજી મહારાજ તરફથી આ ગ્રંથનું કાર્ય ચાલુ હોવા છતાં આ ત્રીજી પ્રવૃત્તિ આદરવાના મૂળમાં ખાસ એ કારણ છે કે પ્રસ્તુત મહર્દિક ગ્રંથના સંશોધન અને સંપાદન અંગેની આજે જે એક વિશિષ્ટ પદ્ધતિ છે અને સંશોધન કરતાં જે સમતુલા જળવાવી જોઈએ તેમ જ તે સાથે આજે ઉપલભ્યમાન વ્યાપક સામગ્રીનો જે રીતે ઉપયોગ થવો જોઈએ એ, બેમાંથી એક પણ કરી શકે તેવી શક્યતા તેમાં ન હતી. એ જ કારણસર આજે મહાદ્રવ્યવ્યય અને મહાશ્રમસાધ્ય આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ગ્રંથના સંશોધન માટે કેટલી અને કેવી વિપુલ અને મહત્ત્વની અલભ્ય-દુર્લભ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની નોંધ લેવાનું આ સ્થાન નથી, એટલે એ વાતને અહીં જતી કરીને માત્ર એ બધી સામગ્રીના ઉપર કળશ ચાવે તેવી જે અંતિમ સામગ્રી પ્રાપ્ત થઈ છે તેનો આ સ્થળે ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રસ્તુત નયચક્રગ્રંથ, કે જે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થશે, તેના સંશોધન માટે અમે જે અનેક પ્રાચીન પ્રતિ એકત્ર કરી હતી તેમાં બનારસના ખરતરગચ્છીય મંડલાચાર્ય યતિવર શ્રીહીરાચંદ્રજી મહારાજના સંગ્રહની અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીરંગવિમળજી મહારાજના સંગ્રહની પ્રતિઓ પણ સામેલ છે. એ પ્રતિઓના અંતમાં જે પુપિકા છે તે જોતાં ખાતરી થઈ હતી કે દ્વાદશાનિયચક્ર ગ્રંથની એક પ્રતિ પૂજયપાદ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ અને તેમના સહકારી મુનિવરોએ મળીને લખી હતી. આજે જાણવા-જોવામાં આવેલી નયચક્રગ્રંથની પ્રાચીન-અર્વાચીન હાથપોથીઓમાંથી માત્ર ભાવનગર શ્રીસંઘના જ્ઞાનભંડારની પ્રતિને બાદ કરતાં બાકીની બધી જ પ્રતિઓ એ, ઉપાધ્યાયજીએ લખેલી પ્રતિની જ નફ્લો છે. આ બધી નકલો લેખકોના દોષથી એટલી બધી ફૂટ અને વિકત થઈ ગઈ છે કે જેથી આ ગ્રંથના સંશોધનમ ઘણી જ અગવડો ઊભી થાય. આ સ્થિતિમાં પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં પ્રામાણિકતા વધે એ માટે ઉપાધ્યાયજી મહારાજે લખેલી મૂળ પ્રતિને શોધી કાઢવા માટે હું સદાય સચેત હતો. પણ તે પ્રતિ ક્યાંયથી હાથમાં ન જ આવી. પરંતુ જૈન શ્રીસંઘના કહો, પ્રસ્તુત ગ્રંથના રસિક વિદ્વાનોના કહો કે પ્રસ્તુત ગ્રંથના સંશોધન પાછળ રાતદિવસ અથાગ પરિશ્રમ સેવનાર મુનિવર શ્રીજંબૂવિજયજીના કહો, મહાભાગ્યોદયનું જાગી ઊઠવું કેજેથી મારા પ્રત્યે પૂજ્યભાવભર્યા મિત્રભાવથી વર્તતા અને સદાય મારી સાથે રહેતા–પૂજયપાદકી ૧૦૦૮ શ્રી શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી મહારાજના પ્રશિષ્ય પન્યાસ મુનિવર શ્રીરમણીકવિજ્યજીએ આ વર્ષે દેવશાના પાડાના ઉપાશ્રયમાંના પન્યાસજી મહારાજ શ્રીમહેંદ્રવિમળજી મહારાજના જ્ઞાનભંડારને જોવાનો ઉપક્રમ તેમના શિષ્ય શ્રીહર્ષવિમળ”ની ઉદારતાથી કર્યો. આ ઉપક્રમથી એ જ્ઞાનભંડારનું અવલોકન કરતાં પં. શ્રીરમણીકવિજયજીના હાથમાં શ્રીયશોવિજયજી મહારાજના ત્રણ અલભ્ય ગ્રંથો તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8