Book Title: Yashovijayopadhyaya ane temne lakheli Hathpothi Naychakra
Author(s): Punyavijay
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રીયશોવિજયોપાધ્યાય અને તેમણે લખેલી હાથપોથી नय चक्र મુનિશ્રી પુણ્યવિજયજી જૈન શ્રીસંઘ પાસે આજે જે જ્ઞાનસંગ્રહો અને તેમાં જે વિશાળ ગ્રંથરાશિ વિદ્યમાન છે તે આજે એના વિશિષ્ટ ગૌરવની વસ્તુ છે અને ભલભલાને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા અને તેટલા વિશાળ છે. હજારોની સંખ્યામાં વિનાશના મુખમાં જવા છતાં ય આજે જૈન મુનિવરો અને જૈન ગૃહસ્થ શ્રીસંઘોની નિશ્રામાં જે ગ્રંથસંગ્રહો છે તેની ડરતાં ડરતાં પણ સંખ્યા ક૯૫વામાં આવે તો તે પણ લગભગ પંદરથી વીસ લાખ જેટલી છે. આ બધા જ્ઞાનભંડારોમાં માત્ર જૈન ગ્રંથો જ છે તેમ નથી પણ તેમાં ભારતીય જૈન જૈનેતર વિધવિધ પ્રકારના સમગ્ર સાહિત્યનો સંગ્રહ છે. કોઈ એવી સાહિત્યની દિશા ભાગ્યે જ હશે જેને લગતા ગ્રંથો આ સંગ્રહોમાં ન હોય. આ ગ્રંથસંગ્રહોની મહત્તા જ એ છે કે તે માત્ર સાંપ્રદાયિક ગ્રંથોની સીમામાં જ વિરમી જતી નથી, પણ તેમાં વૈવિધ્યપૂર્ણ ભારતીય વિશાળ સાહિત્યરાશિ છે. જૈનેતર સંપ્રદાયના એવા સેંકડો ગ્રંથો આ સંગ્રહોમાંથી મળી આવ્યા છે જેની પ્રાપ્તિ તે તે સંપ્રદાયના સંગ્રહોમાંથી પણ નથી થઈ. હજુ તો બધા જૈન જ્ઞાનસંગ્રહોનું સંપૂર્ણપણે અવલોકન થયું જ નથી તે છતાં તેની વિવિધતા અને વિશાળતા વિઠજજગતને દંગ કરી દે તેવી પુરવાર થઈ છે, પરંતુ જ્યારે આ સમગ્ર જ્ઞાનભંડારોનું અવલોકન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે ત્યારે તેમાંથી એવો સાહિત્યરાશિ પ્રાપ્ત થશે કે જગત મુગ્ધ બની જશે, એવી આ એક નક્કર વાત છે. જૈન મુનિવરો અને જૈન શ્રી સંધોની આજે એ અનિવાર્ય ફરજ છે કે પોતપોતાના અધીનમાં રહેલા જ્ઞાનભંડારોનું સમગ્રભાવે સૂક્ષ્મ અવલોકન કરે. આટલું પ્રાસંગિક જણાવ્યા પછી આજે પ્રસ્તુત સ્મારકગ્રંથમાં નથ ગ્રંથનાં આદિ-અંતનાં પાનાંઓનું જે પ્રતિબિંબચિત્ર આપવામાં આવ્યું છે તેનો પરિચય અહીં કરાવવામાં આવે છે. નવત્ર ગ્રંથ જેને દ્વારા નિયત્રીના નામથી પણ ઓળખવામાં આવે છે એ મૂળ ગ્રંથ આચાર્ય શ્રીમલવાદિવિરચિત છે. જેન દાર્શનિક આચાયો અને જૈન પ્રજા આ આચાર્યને “વાદી” તરીકે ઓળખે છે. આચાર્ય શ્રી હેમચંદ્ર સિદ્ધહેમ વ્યાકરણમાં ૩છેડ–પેન સૂત્રમાં અનુ મઝવા વિનં તાIિ, તસ્માન્ય દીનાઃ એમ મલવાદી આચાર્ય માટે જણાવ્યું છે. જૈન દાર્શનિક ક્ષેત્રમાં સન્મતિતર્ક અને નયચક્ર એ બે ગ્રંથનું સ્થાન ઘણું ગૌરવવંતું છે. આ બન્નેય ગ્રંથોનું સંશોધન અને સંપાદન એ પંશ્રીસુખલાલજીના જીવનનું મુખ્ય ધ્યેય હતું, પરંતુ સન્મતિતર્ક ગ્રંથનું સંશોધન અને સંપાદન પં. શ્રીબેચરદાસ દોસીના સહકારથી કર્યા પછી નયચક્ર ગ્રંથના સંશોધન અને સંપાદનની વાત કેટલાક સંયોગોને લીધે ત્યાં જ વિરમી ગઈ ત્યાર પછી એ ગ્રંથનું સંશોધન અને પ્રકાશન ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ વતી પૂજ્યપાદ શ્રીઅમરવિજયજી મહારાજના વિદ્વાન શિષ્ય કવિશ્રી ચતુરવિજયજીએ હાથમાં લીધું. તેનો પ્રથમ ભાગ બહાર પડે તે પહેલાં આ આખા ગ્રંથનું સંશોધન અને સંપાદન સ્વત અવચરિ સાથે પૂજય આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરિજીએ સ્વતંત્ર રીતે કરવા માંડયું. પરંતુ જ્યારથી નયચક્રગ્રંથનું સંશોધન અટકયું હતું ત્યારથી એ ગ્રંથનું વિશિષ્ટ સંશોધન અને સંપાદન થાય એ વાત મારા હૃદયમાં વસી જ હતી, પ્રસંગે પ્રસંગે એ વિષે વિચાર પણ કરવામાં આવતો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8