Book Title: Yashovijayji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ 334 શાસનપ્રભાવક દેહાન્તભૂમિ પર એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં વિ. સં. ૧૭૪પમાં તેમની પાદુકા પધરાવવામાં આવી હતી. ડભેઈ આ રીતે બડભાગી બન્યું છે. આમ, ઉપાધ્યાયજી અસાધારણ પ્રજ્ઞાવાન મહષિ હતા. તેમના ગુરુ શ્રી નવિજયજી મહારાજ હતા. તે સમયના સાધુસમુદાયના બંધારણ મુજબ એક જ આચાર્યની પ્રથા હેવાથી, શ્રી યશોવિજયજીએ વિપુલ ગ્રંથસર્જન કર્યું અને વિશાળ રીતે શાસનપ્રભાવના કરી હોવા છતાં તેમને “ઉપાધ્યાય પદ જ આપવામાં આવ્યું હતું. જેનશાસનની અનેકવિધ સેવા કરવા સાથે મૂર્તિપૂજા સામે વિરોધ જાગે ત્યારે, ક્રિયામાર્ગ પ્રત્યે વિરોધ જાગ્યા ત્યારે, તેને પ્રતિકાર કરી, પ્રાણને પણ મંદિરની સંસ્કૃતિને ટકાવી રાખી જ્ઞાનઢિયાખ્યાં મોક્ષ = જ્ઞાનક્રિયા બંનેથી મોક્ષ છે–એવું સૂત્ર ગાજતું કર્યું હતું. (પૂ. આ. શ્રી વિજ્ય યશોદેવસૂરિજીએ લખેલી યશદેહન' ગ્રંથની પ્રતાવનામાંથી ઉધૃત.) વિપુલ વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ શ્રી વિજયસૂરિજી-કનકવિજ્યજી-શીલવિયજી શિષ્ય કમલવિજયજી, શિષ્ય કૃપાવિજયજીના શિષ્ય હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય ઉપરાંત જોતિષ વિદ્યામાં પણ પ્રવીણ હતા. તેઓશ્રી પિતાના દરેક ગ્રંથને આરંભ " હીં શ્રીં કલી અટું ઐ નમઃ” એ મંત્રથી કરતા. તેમણે વિ. સં. ૧૭૨૭માં દેવાનંદાબ્યુદય મહાકાવ્ય સાદડી (રાજ)માં રચી પૂર્ણ કર્યું. એમાં પ્રતિકે મહાકવિ માઘરચિત મહાકાવ્ય “શિશુપાલવધ”ના પ્રત્યેક કલાકનું છેલ્લું પાદ લઈ, તેની સાથે ઉપજાવેલા ત્રણ પાદો સુંદર રીતે સંઘટિત કરીને તેમાં સાત સર્ગમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિનું ભિન્ન ભિન્ન સમયનું ઈતિવૃત્ત એક ઇતિહાસ રૂપે કવિતામાં આલેખ્યું છે. તદુપરાંત, તેમની રચનાઓ નીચે પ્રમાણે છે : મેઘદૂત સમસ્યલેખ : “મેઘદૂત' કાવ્યના દરેક શ્લોકનું છેલ્લું પાદ આબાદ રાખી તેના ત્રણ પાદ પિતે રચી 130 શ્લોકનું કાવ્ય બનાવ્યું, અને વિજ્યદેવસૂરિ ઉપર તેમના પટ્ટધર વિજયપ્રભસૂરિ દેવપત્તનમાં ચાતુર્માસ હતા. ત્યારે ત્યાંથી વિજ્ઞપ્તિ રૂપે આ કાવ્ય મોકલેલ હતું. દિગ્વિજય મહાકાવ્ય : શ્રી વિજયપ્રભસૂરિનાં જીવનવૃત્તાંત તરીકે તેર સર્ગમાં પણ ટેકા સહિત આ કાવ્ય રચ્યું છે. તેમાં તે તે સૂરિઓના ટૂંકા ઇતિહાસ સાથે વિજયપ્રભસૂરિનાં સત્કાર્યો, વિહારો, ચોમાસાઓ, પ્રભાવના આદિ ઘણા વિષયે વર્ણવ્યા છે. તપાગચ્છ પટ્ટાવલી પણ રચી છે, જેના ઉપરથી ઐતિહાસિક વિગતો મળી આવે છે. શાંતિનાથ ચરિત્રને નૈષધીય સમસ્યા એવું નામ પણ આપ્યું છે. તેમાં મહાકવિ હર્ષવિરચિત ઔષધીય મહાકાવ્યનું પ્રતિલોકનું એક પાદ લઈને, પિતાનાં ત્રણ નવાં પાદ સાથે મેળવી છે સર્ગમાં રમ્યું છે. સપ્તસંધાન મહાકાવ્ય સં. ૧૭૬૦માં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3