Book Title: Yashovijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવંતો ૩૩૩ ભાષાની દૃષ્ટિએ જોઈએ તે, ઉપાધ્યાયજીએ અલપઝ અને વિશેષજ્ઞ, બાળક અને પ્રઢ, સાક્ષર અને નિરક્ષર, સાધુ અને સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે જેનધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં, એ વખતની રાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમ જ હિન્દી, ગુજરાતી ભષાભાષી પ્રાન્તની સામાન્ય પ્રજા માટે હિન્દી અને ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. વિષયની દૃષ્ટિએ જોઈએ તે, તેમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, ગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયે ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો, તેઓશ્રીની કૃતિઓની સંખ્યા “અનેક” શબ્દથી નહિ, પણ સેંકડો’ શબ્દોથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાકિકબંને પ્રકારની છે. એમાં કેટલીક અપૂર્ણ પણ છે, અને કેટલીક અનુપલબ્ધ પણ છે. પિતે વેતાંબર પરંપરાના હેવા છતાં દિગબરાચાર્ય કૃત ગ્રંથ ઉપર ટીકા રચી છે. જૈન મુનિ હવા છતાં અજેન ગ્રંથ ઉપર પણ ટીકા રચી શક્યા છે. આ સર્વે તેમના સર્વગ્રાહી પાંડિત્યના પ્રખર પૂરાવા છે. શૈલીની દૃષ્ટિએ જોઈએ તે, તેમની કૃતિઓ ખંડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું, પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને, પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં આવે તે જૈન આગમના સંપૂર્ણ જ્ઞાતા બની શકાય. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિ મહત્ત્વપૂર્ણ અધ્યયન થયું હોય તેવી સેંકડે કૃતિઓ રચનારા સર્જકે આ દેશમાં ગણ્યાગાંઠયા પાક્યા છે, તેમાં નિઃશંક ઉપાધ્યાયજીનો સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઈ કેઈન જ લલાટે લખાયેલી હોય છે. આ શક્તિ ખરેખર, સદ્ગુરુકૃપા, જન્માક્તરનો તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનાં સાક્ષાત્ વરદાનના ત્રિવેણી સંગમને આભારી હોય છે. તેઓશ્રી “અવધાનકાર' (એટલે બુદ્ધિની તીવ્ર ધારણશક્તિ ધરાવનાર) પણ હતા. એક વાર અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સૂબાની રાજસભામાં આ અવધાનના પ્રયોગ કરી બતાવ્યા હતા, તે જોઈને સહુ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. એ સમયે તેઓશ્રીએ માનવીની બુદ્ધિશક્તિને અદ્ભુત પ બતાવી જૈનધર્મ અને જેનસાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું. તેઓશ્રીની શિષ્યસંપત્તિ અલ્પસંખ્યક હતી. તેઓ અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન તો હતા જ, પણ “નવ્ય ન્યાય અને તેમણે એવો આત્મસાત કર્યો હતો કે તેઓ “નવ્ય ન્યાયના અવતાર” લેખાયા હતા. એને લીધે જ તેઓ “તાર્કિક શિરોમણિ” તરીકે વિખ્યાત થયા હતા. તેઓશ્રી જૈનસંઘમાં નવ્ય ન્યાયના આદ્ય વિદ્વાન હતા. જેના સિદ્ધાંતો અને તેના ત્યાગ-વૈરાગ્યપ્રધાન આચારેને નવ્ય ન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર ઉપાધ્યાયજી અદ્વિતીય હતા. તેઓશ્રીનું સ્વર્ગગમન ગુજરાતના વડેદરા શહેરથી ૧૮ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્શાવતી, વર્તમાનમાં ભેઈ શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે તેમની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3