Page #1
--------------------------------------------------------------------------
________________
૩૩ર
ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહેાપાધ્યાય, મહાન જ્ગ્યાતિર ઉપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજ
શાસનપ્રભાવક
વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા, જૈન ધર્મોના પરમ પ્રભાવક, જૈનદનના મહાન દાર્શનિક, જૈન તના મહાન તાર્કિક, પટ્ટનવેત્તા અને ગુજરાતના મહાન યેતિધર ઉપાધ્યાયશ્રી યશૈાવિજયજી મહારાજ એક મહાન જૈન મુનિવર હતા. ચેાગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસ ઘે સમર્પિત કરેલા ઉપાધ્યાયપદના બિરૂદથી તેએ ‘ ઉપાધ્યાયજી’ બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ · વિશેષ ' નામથી જ ઓળખાય છે; પણ યશેવિજયજી મહારાજ માટે નવાઈની વાત એ હતી કે જૈનસ'માં તેઓશ્રી વિશેષ્યથી નહિ, પણ · વિશેષણ 'થી વિશેષ ઓળખાતા · ઉપાધ્યાયજી આમ કહે છે', ‘ આ તે ઉપાધ્યાયજીનું વચન છે, ’ વગેરે સામાન્ય વાતચીતમાં પણ થતાં આવાં વિધાનેથી ‘ઉપાધ્યાયજી ’થી શ્રી યજ્ઞેાવિજયજી એમ સમજાતું થઈ રહ્યું. વિશેષ્ય વિશેષણના પર્યાય બની ગયું. આવી ઘટના વિરલ વ્યક્તિએ માટે બનતી હોય છે. ઉપાધ્યાયજી માટે પણ આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી..
હતા.
.
વળી, તેઓશ્રીનાં વચના માટે પણ ખીજી એક વિરલ અને વિશિષ્ટ બાબત છે. એમની વાણી–વચન–વિચારે ‘ ટકશાળી ' એવાં વિશેષણથી આળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે ‘ આગમશાખ ' અર્થાત્ શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વત માનના એક વિદ્વાન આચાયે તેમને વમાનના મહાવીર તરીકે પણ ઓળખાવ્યા છે. આજે પણ શ્રીસ ધમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની · શહાદત 'ને અતિમ પ્રમાણ માનવામાં આવે છે. ઉપાધ્યાયજીના ચુકાદા એટલે જાણે સજ્ઞના ચુકાદા. એટલે જ એમનાં સમકાલીન મુનિવરોએ તેઓશ્રીને ‘શ્રુતકેવલી ' વિશેષણથી નવાજ્યા છે. એટલે કે ‘શાસ્ત્રીના સજ્ઞ ’ અર્થાત્ શ્રુતના ખળે કેવલી. એને અથ એ કે સર્વાં જેવું પદા'નું સ્વરૂપ વર્ણંવી શકનારા.
"
આવા ઉપાધ્યાયજી ભગવંતે આલ્યવયમાં ( આઠેક વર્ષની આસપાસ ) દીક્ષિત બનીને, વિદ્યા પ્રાપ્ત કરવા માટે—ગુજરાતમાં ઉચ્ચ કૅટિના વિદ્વાનોને અભાવે કે ગમે તે કારણે ગુજરાત છેડીને દૂર-સુદૂર પોતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું. અને ત્યાં તેમણે છએ દનના તેમ જ વિદ્યાની વિવિધ શાખા-પ્રશાખાઓને આમૂલ-ફૂલ અભ્યાસ કર્યાં; અને તેના પર તેમણે અદ્ભુત પ્રભુત્વ મેળવ્યુ અને વિદ્વાનોમાં ષટ્ટુશનવેત્તા ' તરીકે પકાયા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગ્ગજ વિદ્વાન – જે અજૈન હતા તેની જોડે, અનેક વિદ્વાના અને અધિકારી આદિ સમક્ષ, શાસ્રા કરી વિજયની વરમાળા પહેરી હતી. તેએાશ્રીના અગાધ પાંડિત્યથી મુગ્ધ થઈને વિદ્વાનોએ તેમને ન્યાયવિશારદ' બિરૂદથી અલંકૃત કર્યાં હતા. આમ, જૈનસ સ્મૃતિના એક જ્યોતિધરે તે જૈનપ્રજાના એક સપૂતે જૈનધર્મના અને ગુજરાતની પુણ્યભૂમિનો જય જયકાર વતૅબ્યા હતા. વિવિધ વાદ્ગમયના પારંગત હોવાથી આજની દૃષ્ટિએ કહીએ તો તેઓશ્રીને અે-ચાર નહિ પણ સખ્યાબંધ વિષયેાના પીએચ. ડી. કહીએ તે તે યથાય જ છે.
/2010/04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
૩૩૩ ભાષાની દૃષ્ટિએ જોઈએ તે, ઉપાધ્યાયજીએ અલપઝ અને વિશેષજ્ઞ, બાળક અને પ્રઢ, સાક્ષર અને નિરક્ષર, સાધુ અને સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે જેનધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં, એ વખતની રાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમ જ હિન્દી, ગુજરાતી ભષાભાષી પ્રાન્તની સામાન્ય પ્રજા માટે હિન્દી અને ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે.
વિષયની દૃષ્ટિએ જોઈએ તે, તેમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, ગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયે ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે.
સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો, તેઓશ્રીની કૃતિઓની સંખ્યા “અનેક” શબ્દથી નહિ, પણ સેંકડો’ શબ્દોથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાકિકબંને પ્રકારની છે. એમાં કેટલીક અપૂર્ણ પણ છે, અને કેટલીક અનુપલબ્ધ પણ છે. પિતે વેતાંબર પરંપરાના હેવા છતાં દિગબરાચાર્ય કૃત ગ્રંથ ઉપર ટીકા રચી છે. જૈન મુનિ હવા છતાં અજેન ગ્રંથ ઉપર પણ ટીકા રચી શક્યા છે. આ સર્વે તેમના સર્વગ્રાહી પાંડિત્યના પ્રખર પૂરાવા છે.
શૈલીની દૃષ્ટિએ જોઈએ તે, તેમની કૃતિઓ ખંડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું, પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને, પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં આવે તે જૈન આગમના સંપૂર્ણ જ્ઞાતા બની શકાય. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિ મહત્ત્વપૂર્ણ અધ્યયન થયું હોય તેવી સેંકડે કૃતિઓ રચનારા સર્જકે આ દેશમાં ગણ્યાગાંઠયા પાક્યા છે, તેમાં નિઃશંક ઉપાધ્યાયજીનો સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઈ કેઈન જ લલાટે લખાયેલી હોય છે. આ શક્તિ ખરેખર, સદ્ગુરુકૃપા, જન્માક્તરનો તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનાં સાક્ષાત્ વરદાનના ત્રિવેણી સંગમને આભારી હોય છે.
તેઓશ્રી “અવધાનકાર' (એટલે બુદ્ધિની તીવ્ર ધારણશક્તિ ધરાવનાર) પણ હતા. એક વાર અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સૂબાની રાજસભામાં આ અવધાનના પ્રયોગ કરી બતાવ્યા હતા, તે જોઈને સહુ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. એ સમયે તેઓશ્રીએ માનવીની બુદ્ધિશક્તિને અદ્ભુત પ બતાવી જૈનધર્મ અને જેનસાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું.
તેઓશ્રીની શિષ્યસંપત્તિ અલ્પસંખ્યક હતી. તેઓ અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન તો હતા જ, પણ “નવ્ય ન્યાય અને તેમણે એવો આત્મસાત કર્યો હતો કે તેઓ “નવ્ય ન્યાયના અવતાર” લેખાયા હતા. એને લીધે જ તેઓ “તાર્કિક શિરોમણિ” તરીકે વિખ્યાત થયા હતા. તેઓશ્રી જૈનસંઘમાં નવ્ય ન્યાયના આદ્ય વિદ્વાન હતા. જેના સિદ્ધાંતો અને તેના ત્યાગ-વૈરાગ્યપ્રધાન આચારેને નવ્ય ન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર ઉપાધ્યાયજી અદ્વિતીય હતા. તેઓશ્રીનું સ્વર્ગગમન ગુજરાતના વડેદરા શહેરથી ૧૮ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્શાવતી, વર્તમાનમાં ભેઈ શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે તેમની
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________ 334 શાસનપ્રભાવક દેહાન્તભૂમિ પર એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં વિ. સં. ૧૭૪પમાં તેમની પાદુકા પધરાવવામાં આવી હતી. ડભેઈ આ રીતે બડભાગી બન્યું છે. આમ, ઉપાધ્યાયજી અસાધારણ પ્રજ્ઞાવાન મહષિ હતા. તેમના ગુરુ શ્રી નવિજયજી મહારાજ હતા. તે સમયના સાધુસમુદાયના બંધારણ મુજબ એક જ આચાર્યની પ્રથા હેવાથી, શ્રી યશોવિજયજીએ વિપુલ ગ્રંથસર્જન કર્યું અને વિશાળ રીતે શાસનપ્રભાવના કરી હોવા છતાં તેમને “ઉપાધ્યાય પદ જ આપવામાં આવ્યું હતું. જેનશાસનની અનેકવિધ સેવા કરવા સાથે મૂર્તિપૂજા સામે વિરોધ જાગે ત્યારે, ક્રિયામાર્ગ પ્રત્યે વિરોધ જાગ્યા ત્યારે, તેને પ્રતિકાર કરી, પ્રાણને પણ મંદિરની સંસ્કૃતિને ટકાવી રાખી જ્ઞાનઢિયાખ્યાં મોક્ષ = જ્ઞાનક્રિયા બંનેથી મોક્ષ છે–એવું સૂત્ર ગાજતું કર્યું હતું. (પૂ. આ. શ્રી વિજ્ય યશોદેવસૂરિજીએ લખેલી યશદેહન' ગ્રંથની પ્રતાવનામાંથી ઉધૃત.) વિપુલ વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ શ્રી વિજયસૂરિજી-કનકવિજ્યજી-શીલવિયજી શિષ્ય કમલવિજયજી, શિષ્ય કૃપાવિજયજીના શિષ્ય હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય ઉપરાંત જોતિષ વિદ્યામાં પણ પ્રવીણ હતા. તેઓશ્રી પિતાના દરેક ગ્રંથને આરંભ " હીં શ્રીં કલી અટું ઐ નમઃ” એ મંત્રથી કરતા. તેમણે વિ. સં. ૧૭૨૭માં દેવાનંદાબ્યુદય મહાકાવ્ય સાદડી (રાજ)માં રચી પૂર્ણ કર્યું. એમાં પ્રતિકે મહાકવિ માઘરચિત મહાકાવ્ય “શિશુપાલવધ”ના પ્રત્યેક કલાકનું છેલ્લું પાદ લઈ, તેની સાથે ઉપજાવેલા ત્રણ પાદો સુંદર રીતે સંઘટિત કરીને તેમાં સાત સર્ગમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિનું ભિન્ન ભિન્ન સમયનું ઈતિવૃત્ત એક ઇતિહાસ રૂપે કવિતામાં આલેખ્યું છે. તદુપરાંત, તેમની રચનાઓ નીચે પ્રમાણે છે : મેઘદૂત સમસ્યલેખ : “મેઘદૂત' કાવ્યના દરેક શ્લોકનું છેલ્લું પાદ આબાદ રાખી તેના ત્રણ પાદ પિતે રચી 130 શ્લોકનું કાવ્ય બનાવ્યું, અને વિજ્યદેવસૂરિ ઉપર તેમના પટ્ટધર વિજયપ્રભસૂરિ દેવપત્તનમાં ચાતુર્માસ હતા. ત્યારે ત્યાંથી વિજ્ઞપ્તિ રૂપે આ કાવ્ય મોકલેલ હતું. દિગ્વિજય મહાકાવ્ય : શ્રી વિજયપ્રભસૂરિનાં જીવનવૃત્તાંત તરીકે તેર સર્ગમાં પણ ટેકા સહિત આ કાવ્ય રચ્યું છે. તેમાં તે તે સૂરિઓના ટૂંકા ઇતિહાસ સાથે વિજયપ્રભસૂરિનાં સત્કાર્યો, વિહારો, ચોમાસાઓ, પ્રભાવના આદિ ઘણા વિષયે વર્ણવ્યા છે. તપાગચ્છ પટ્ટાવલી પણ રચી છે, જેના ઉપરથી ઐતિહાસિક વિગતો મળી આવે છે. શાંતિનાથ ચરિત્રને નૈષધીય સમસ્યા એવું નામ પણ આપ્યું છે. તેમાં મહાકવિ હર્ષવિરચિત ઔષધીય મહાકાવ્યનું પ્રતિલોકનું એક પાદ લઈને, પિતાનાં ત્રણ નવાં પાદ સાથે મેળવી છે સર્ગમાં રમ્યું છે. સપ્તસંધાન મહાકાવ્ય સં. ૧૭૬૦માં 2010_04