________________
૩૩ર
ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહેાપાધ્યાય, મહાન જ્ગ્યાતિર ઉપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજ
શાસનપ્રભાવક
વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા, જૈન ધર્મોના પરમ પ્રભાવક, જૈનદનના મહાન દાર્શનિક, જૈન તના મહાન તાર્કિક, પટ્ટનવેત્તા અને ગુજરાતના મહાન યેતિધર ઉપાધ્યાયશ્રી યશૈાવિજયજી મહારાજ એક મહાન જૈન મુનિવર હતા. ચેાગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસ ઘે સમર્પિત કરેલા ઉપાધ્યાયપદના બિરૂદથી તેએ ‘ ઉપાધ્યાયજી’ બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ · વિશેષ ' નામથી જ ઓળખાય છે; પણ યશેવિજયજી મહારાજ માટે નવાઈની વાત એ હતી કે જૈનસ'માં તેઓશ્રી વિશેષ્યથી નહિ, પણ · વિશેષણ 'થી વિશેષ ઓળખાતા · ઉપાધ્યાયજી આમ કહે છે', ‘ આ તે ઉપાધ્યાયજીનું વચન છે, ’ વગેરે સામાન્ય વાતચીતમાં પણ થતાં આવાં વિધાનેથી ‘ઉપાધ્યાયજી ’થી શ્રી યજ્ઞેાવિજયજી એમ સમજાતું થઈ રહ્યું. વિશેષ્ય વિશેષણના પર્યાય બની ગયું. આવી ઘટના વિરલ વ્યક્તિએ માટે બનતી હોય છે. ઉપાધ્યાયજી માટે પણ આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી..
હતા.
.
વળી, તેઓશ્રીનાં વચના માટે પણ ખીજી એક વિરલ અને વિશિષ્ટ બાબત છે. એમની વાણી–વચન–વિચારે ‘ ટકશાળી ' એવાં વિશેષણથી આળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે ‘ આગમશાખ ' અર્થાત્ શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વત માનના એક વિદ્વાન આચાયે તેમને વમાનના મહાવીર તરીકે પણ ઓળખાવ્યા છે. આજે પણ શ્રીસ ધમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની · શહાદત 'ને અતિમ પ્રમાણ માનવામાં આવે છે. ઉપાધ્યાયજીના ચુકાદા એટલે જાણે સજ્ઞના ચુકાદા. એટલે જ એમનાં સમકાલીન મુનિવરોએ તેઓશ્રીને ‘શ્રુતકેવલી ' વિશેષણથી નવાજ્યા છે. એટલે કે ‘શાસ્ત્રીના સજ્ઞ ’ અર્થાત્ શ્રુતના ખળે કેવલી. એને અથ એ કે સર્વાં જેવું પદા'નું સ્વરૂપ વર્ણંવી શકનારા.
"
આવા ઉપાધ્યાયજી ભગવંતે આલ્યવયમાં ( આઠેક વર્ષની આસપાસ ) દીક્ષિત બનીને, વિદ્યા પ્રાપ્ત કરવા માટે—ગુજરાતમાં ઉચ્ચ કૅટિના વિદ્વાનોને અભાવે કે ગમે તે કારણે ગુજરાત છેડીને દૂર-સુદૂર પોતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું. અને ત્યાં તેમણે છએ દનના તેમ જ વિદ્યાની વિવિધ શાખા-પ્રશાખાઓને આમૂલ-ફૂલ અભ્યાસ કર્યાં; અને તેના પર તેમણે અદ્ભુત પ્રભુત્વ મેળવ્યુ અને વિદ્વાનોમાં ષટ્ટુશનવેત્તા ' તરીકે પકાયા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગ્ગજ વિદ્વાન – જે અજૈન હતા તેની જોડે, અનેક વિદ્વાના અને અધિકારી આદિ સમક્ષ, શાસ્રા કરી વિજયની વરમાળા પહેરી હતી. તેએાશ્રીના અગાધ પાંડિત્યથી મુગ્ધ થઈને વિદ્વાનોએ તેમને ન્યાયવિશારદ' બિરૂદથી અલંકૃત કર્યાં હતા. આમ, જૈનસ સ્મૃતિના એક જ્યોતિધરે તે જૈનપ્રજાના એક સપૂતે જૈનધર્મના અને ગુજરાતની પુણ્યભૂમિનો જય જયકાર વતૅબ્યા હતા. વિવિધ વાદ્ગમયના પારંગત હોવાથી આજની દૃષ્ટિએ કહીએ તો તેઓશ્રીને અે-ચાર નહિ પણ સખ્યાબંધ વિષયેાના પીએચ. ડી. કહીએ તે તે યથાય જ છે.
Jain Education International/2010/04
For Private & Personal Use Only
www.jainelibrary.org