Book Title: Vyavar satya ane Parmartha Satya Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ 134] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા બેલી શકાય. એટલે કે તે જ આત્મામાંથી અન્યપણે પદાર્થ ભિન્નપણે ઉપગ લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કેઈ પૂછે કે-લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યો? તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તે તે સત્ય ગણાય. વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે. એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી. નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યના અથવા જેના સંબંધમાં બેલાયું હોય તેને પ્રીતિકારી હોય અને પચ્ચ-ગુણકારી હોય, એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ (ત્યાગી) પ્રાયઃ હાઈ શકે છે. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં, પૂર્વકર્મથી અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બેલવાનો નિયમ રાખવા યંગ્ય છે. તે મૂખ્ય આ પ્રમાણે છે–મનુષ્ય સંબંધી (કન્યાલિક), પશુ સંબંધી (ગેવાલિક), ભૂમિ સંબંધી (માલિક), બેટી સાક્ષી અને થાપણ, તેમજ ભરૂસો એટલે વિશ્વાસથી રાખવા ગ્યા આપેલા દ્રવ્યાદિ પદાર્થ, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂલ પ્રકાર છે. આ વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જેવા પ્રકારે સમ્યક વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કરવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં આવવું એ જ આ લોક અને પરલોકમાં હિતકારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4