Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[[ ૧૩૧
વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું, તે સત્ય “વ્યવહારસત્ય અને પરમાર્થ સત્ય” એમ બે પ્રકારે છે. પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી ભાષા બોલવામાં દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કઈ મારૂં નથી, એવો ઉપગ રહેવો જોઈએ. અન્ય આત્મા સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદભાવે, તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બેલવામાં આવે છે, એવા ઉપવેગપૂર્વક બોલાય છે તે પારમાર્થિક ભાષા છે એમ સમજવાનું છે. દૃષ્ટાંત તરીકે એક માણસ પોતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હોય, તે વખતે વક્તા સ્પષ્ટપણે તે પદાર્થથી હું ભિન્ન છું અને તે મારા નથી, એમ સ્પષ્ટપણે બેલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય. જેમ કેઈગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણ રાણીનું વર્ણન કરતાં હેય. તેઓ બંને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમને સંબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વિગેરેનો સંબંધ હતું, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થ સત્ય. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય બેલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
શ્રી જી. અ. જૈન ગ્રથમાળા જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચનથી આપણને અનુભવવામાં આવ્યું હેય તેવા જ પ્રકારે યથાર્થ પણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે જે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. જેમકેઅમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગે દીઠે હોય અને કેઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કઈ પ્રાણીના પ્રાણુને નાશ થતો હોય અગર ઉન્મત્તતાથી વચન બેલાયું હોય, તે ખરૂં હોય તે પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને દુર્ગચ્છા અજ્ઞાનાદિથી અસત્ય બોલાય છે. ક્રોધાદિ મોહનીયતા અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કર્મથી વધારે એટલે સીત્તેર કડાકેડી સાગરોપમની છે. આ કમ ક્ષય થયા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણત્રીમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણું મહત્ત્વતા છે, કેમકે-સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કમની મૂખ્યતા છે. આવું મહનીયમનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરવું મુશ્કેલ નથી. એટલે કે-જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, તેમ આ કર્મને માટે નથી. વિપક્ષ ભાવનાથી મોહનયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરા
Page #3
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૩૩ ભિમાનપણું, સરલપણું, નિર્દભતા અને સંતેષાદિની વિપક્ષ ભાવનાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કેતેને માટે બાહ્ય કાંઈ કરવું પડતું નથી. “મુનિ' એ નામ પણ આ પૂર્વોકત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રજન વિના બોલવું જ નહિ તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું-મૌનપણું જાણવું. પૂર્વે તીર્થકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરીને મૌનપણું ધારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મનપણું ધારણ કરનાર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકમને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તે સત્ય બાલવું કાંઈ કઠિન નથી. વ્યવહારસત્યભાષા ઘણી વાર બલવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું સંસારપરિભ્રમણ મટતું નથી. સમ્યકત્ર થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા દસ્તાવેજો કરવાં તે પણ અસત્ય જાણવું. પછી તપ વિગેરે માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ કરે તે અસત્ય જાણવું. શુદ્ધ-અખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણ પણે પરમાર્થ સત્ય વચન
Page #4
--------------------------------------------------------------------------
________________ 134] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા બેલી શકાય. એટલે કે તે જ આત્મામાંથી અન્યપણે પદાર્થ ભિન્નપણે ઉપગ લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કેઈ પૂછે કે-લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યો? તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તે તે સત્ય ગણાય. વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે. એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી. નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યના અથવા જેના સંબંધમાં બેલાયું હોય તેને પ્રીતિકારી હોય અને પચ્ચ-ગુણકારી હોય, એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ (ત્યાગી) પ્રાયઃ હાઈ શકે છે. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં, પૂર્વકર્મથી અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બેલવાનો નિયમ રાખવા યંગ્ય છે. તે મૂખ્ય આ પ્રમાણે છે–મનુષ્ય સંબંધી (કન્યાલિક), પશુ સંબંધી (ગેવાલિક), ભૂમિ સંબંધી (માલિક), બેટી સાક્ષી અને થાપણ, તેમજ ભરૂસો એટલે વિશ્વાસથી રાખવા ગ્યા આપેલા દ્રવ્યાદિ પદાર્થ, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂલ પ્રકાર છે. આ વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જેવા પ્રકારે સમ્યક વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કરવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં આવવું એ જ આ લોક અને પરલોકમાં હિતકારી છે.