SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [[ ૧૩૧ વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું, તે સત્ય “વ્યવહારસત્ય અને પરમાર્થ સત્ય” એમ બે પ્રકારે છે. પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી ભાષા બોલવામાં દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કઈ મારૂં નથી, એવો ઉપગ રહેવો જોઈએ. અન્ય આત્મા સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદભાવે, તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બેલવામાં આવે છે, એવા ઉપવેગપૂર્વક બોલાય છે તે પારમાર્થિક ભાષા છે એમ સમજવાનું છે. દૃષ્ટાંત તરીકે એક માણસ પોતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હોય, તે વખતે વક્તા સ્પષ્ટપણે તે પદાર્થથી હું ભિન્ન છું અને તે મારા નથી, એમ સ્પષ્ટપણે બેલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય. જેમ કેઈગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણ રાણીનું વર્ણન કરતાં હેય. તેઓ બંને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમને સંબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વિગેરેનો સંબંધ હતું, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થ સત્ય. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય બેલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249624
Book TitleVyavar satya ane Parmartha Satya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy