Book Title: Vyavar satya ane Parmartha Satya
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૩૩ ભિમાનપણું, સરલપણું, નિર્દભતા અને સંતેષાદિની વિપક્ષ ભાવનાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કેતેને માટે બાહ્ય કાંઈ કરવું પડતું નથી. “મુનિ' એ નામ પણ આ પૂર્વોકત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રજન વિના બોલવું જ નહિ તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું-મૌનપણું જાણવું. પૂર્વે તીર્થકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરીને મૌનપણું ધારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મનપણું ધારણ કરનાર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકમને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તે સત્ય બાલવું કાંઈ કઠિન નથી. વ્યવહારસત્યભાષા ઘણી વાર બલવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું સંસારપરિભ્રમણ મટતું નથી. સમ્યકત્ર થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા દસ્તાવેજો કરવાં તે પણ અસત્ય જાણવું. પછી તપ વિગેરે માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ કરે તે અસત્ય જાણવું. શુદ્ધ-અખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણ પણે પરમાર્થ સત્ય વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4