Book Title: Vividh Pooja Sangraha Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 7
________________ સામાન્ય ભણેલ જનસમાજને એ અમૃત રસનું પાન ખૂબ સુગમ બને. આ પૂજાઓ ભવરોગીને નિર્દોષ કાષ્ટ ઔષધિની જેમ ગુણ કારી બને છે; કર્મોદયે કદાચ ગુણકારી ન બને તો પણ અવગુણ તો કરતી જ નથી. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે આધ્યાત્મિક પાયા પર જ ભારત વર્ષનું જીવનગઠિત થયું છે. સાદાઈ, સરળતા, સમાનતા ને ત્યાગ એ ધર્મના ચાર પાયા છે. દેવમંદિરો, ધર્મમંદિરો, જ્ઞાનમંદિરો તો આ ચારના પ્રતીક હોવાં ઘટે. . છીછરી મોટાઈ, નિરર્થક આડંબરો, ખોટાં દેખાવો, ઉભટ વેશભૂષાઓ ને સાંસારિક આલાપપ્રલાપો આ પ્રસંગે સર્વથા વર્જ્ય ગણવા જોઈએ. આત્મા મલ્લ છે, મન પ્રતિમલ્લ છે. મનની મોટાઈ કરતાં આત્મિક મોટાઈ તરફ આ પ્રસંગે ચિત્ત રાખવામાં આવે તો પૂજાની નીતિ ને નીતિ બંને જરૂર હૃદયને સ્પર્યા વગર રહે નહિ. સહજ ભાવે કલ્યાણ માર્ગ સાંપડી રહે. પૂજામાં વપરાતા પદાર્થોની સંખ્યા કે શોભા તરફ વિશેષ લક્ષ આપવા કરતાં ગીતાર્થ મુનિઓએ. એ પ્રત્યેક વસ્તુને જેના પ્રતીક તરીકે રજૂ કરી છે. એ પ્રતીકોને સ્મરણ કરવાં ઘટે, જેમ કે કેસ૨પૂજા એ કેવલ. જ્ઞાનનું પ્રતીક છે; ફળથી મોક્ષફળની યાદ લાવવાની. છે, ધૂપથી ભવતારિણી ત્યાગ વૈભવ ભરી દીક્ષાની કલ્પના કરવાની છે; નૈવેદ્યથી અણાહારી પદની અંતરઝંખના સાકાર કરવાની છે. જળ એ અતાગ ભવસાગરનું પ્રતીક છે. ને સ્વસ્તિક એ દેવ મનુષ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 690