Book Title: Vitrag Vani
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 2
________________ નિવેદન ભગવાન શ્રી મહાવીરસ્વામીના શાસનમાં છેલ્લાં બે હજાર વર્ષોથી જેમ શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવનો જૈન જગત ઉપર પરમ ઉપકાર છવાયેલો વર્તી રહ્યો છે તેમ, અધ્યાત્મયુગસ્ત્રષ્ટા વાત્સલ્યમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભૂતિપથપ્રદર્શક પ્રરૂપણા વડે મોક્ષાર્થીઓ ઉપર પ્રબળ ઉપકારછાયા પ્રવર્તી રહી છે. ૪૫-૪૫ વર્ષ વહેલી તેઓશ્રીની અધ્યાત્મગંગાનું વર્તમાન મુમુક્ષુઓએ તો અનુપાન કર્યું જ છે પરંતુ આગામી કાળમાં ચિરકાળ સુધી ભવ્યોને તે દ્રવ્યદષ્ટિમાર્ગપ્રકાશક પ્રરૂપણાનો લાભ મળતો રહે તેવી અમારા આત્મહિતચિંતક પિતાશ્રીની ભાવના સાકાર કરવા, તે ઉપકારમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીના ‘પરિવર્તન-દિન’—મહાવીરજયંતી—ના મંગલ દિવસે આ C.D. પ્રવચન-પ્રચાર યોજના શરૂ કરીને અમો ધન્યતા અનુભવીયે છીએ. મુમુક્ષુસમાજ ઉપર જેઓનો વિશિષ્ટ ઉપકાર વર્તી રહ્યો છે તે પ્રશમમૂર્તિ ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રીનો ઉપકાર તેમ જ અમારા પિતાશ્રી ઉપર જેમની વિશેષ અધ્યાત્મ-પ્રભા છવાયેલી રહી તે મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનો ઉપકાર અમોને સદાય આત્મહિત-પ્રેરક બની રહો. અમોને આ યોજનામાં જેઓ પ્રગટરૂપ તેમ જ અપ્રગટરૂપ સહયોગી બન્યા છે તે સર્વનો તેમ જ ઉલ્લેખનીયરૂપે જેઓનો સહકાર મળ્યો છે તે શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢનો આભાર વ્યક્ત કરતાં પ્રમોદ અનુભવીએ છીએ. જેમ સાક્ષાત્ જિનેન્દ્રદેવનાં દર્શન-શ્રવણનો મહિમા તો વચન-અગોચર છે પરંતુ તેઓશ્રીની અનુપસ્થિતિમાં ગામોગામમાં જિનમંદિરો પણ ભવ્યોને આત્મકલ્યાણનું આહ્વાનન કરે છે તેમ, પુરુષાર્થમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીનાં સાક્ષાત્ દર્શન-શ્રવણના અહોભાગ્યનું વર્ણન વચન-અગોચર છે પરંતુ તેઓશ્રીની અનુપસ્થિતિમાં ગામોગામના મંડળોમાં તેઓશ્રીના આધ્યાત્મિક પ્રવચનોનો ગુંજારવ મુમુક્ષુઓને આત્મકલ્યાણનું સતત આહ્વાનન કરનાર બની રહે એવી ઉમદા ભાવના સહ – -- મહાવીર જયંતી ૬ એપ્રિલ, ૨૦૦૧ L – સ્વ. શાંતિલાલ રતિલાલ શાહ-પરિવાર મુંબઈઃ નોંધ : સુધારા વધારા સાથેની નવી આવૃત્તિ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 287