Book Title: Virvijayji Maharaj Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ 348 શાસનપ્રભાવકે ઉપર કેસ માંડેલ, તે કેસમાં ધર્મચર્ચા કરવા કવિશ્રી વીરવિજયજીએ ભાગ લીધે હતું અને વિજય મેળવ્યું હતું. સં. ૧૯૦૮માં ભાદરવા વદ ના દિવસે તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. અમદાવાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે પણ પાંખી પળાય છે. સં. ૧૯૦૯ના મહા સુદ ને દિવસે તેઓશ્રીની પાદુકાની ભઠ્ઠીની બારીના ઉપાશ્રયે સ્થાપના કરવામાં આવી હતી. (“પંડિત શ્રી વીરવિજ્યજી મહારાજ જીવનચરિત્ર”ની પુસ્તિકામાંથી સંકલન : કરમશી ખેતશી બેના.) જેમનાં સ્તવન-સ્તુતિઓ અને અષ્ટપ્રકારી પૂજાઓ આજે પણ જૈનમંદિરમાં રસપૂર્વક ગવાય છે તે વીતરાગના સાધક પૂ. પંન્યાસ શ્રી પવવિજ્યજી ગણિ જૈની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ શહેરમાં શામળાની પળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતા હતા. તેમની ધર્મપત્ની ઝમકુબાઈ એ સં. ૧૮૬૨ના ભાદરવા સુદ બીજને દિવસે એક પુત્રને જન્મ આપે. પુત્રનું નામ પાનાચંદ શેખવામાં આવ્યું. પાનાચંદ સાત વર્ષે ભણવા બેઠે. અગિયાર વર્ષની વયે ભણી-ગણને વ્યવહારકુશળ બને. પાનાચંદને જીવીબાઈ નામે માસી હતી, તે ધર્મક્રિયામાં ખૂબ પ્રવીણ હતી. જીવવિચાર, નવતત્ત્વ તેમ જ ચરિત્ર વગેરેમાં ખૂબ પારંગત હતી. તેણે પિતાના ભાણેજ પાનાચંદને ધાર્મિક સંસ્કાર આપવા માંડ્યા. તેરમે વર્ષે તે માસાની સાથે પં. ઉત્તમવિજયજી ગણિનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં “પ્રજ્ઞાપનાસૂત્ર” અને “ઝાષભદેવનું ચરિત્ર” વંચાતું હતું. તેમાં મહાબલ મુનિને અધિકાર આવ્યો. એ સાંભળીને પાનાચંદનું હૃદય વૈરાગ્યવાસિત થયું. સં. ૧૮૭૫માં મહા સુદ પને દિવસે માતાપિતાની આજ્ઞા મેળવી, પાનાચંદે 14 વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ મુનિ પદ્મવિયજી રાખ્યું. શ્રી પદ્મવિજયજીએ મુનિજીવનના આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથને અભ્યાસ કર્યો. વ્યાકરણાદિમાં નિષ્ણાત મુનિ શ્રી સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદ, અલંકાર આદિ શાને અભ્યાસ કરાવ્યું. ગીતાર્થ મુનિ પાસે અંગોપાંગ, આગમગ્રંથ, પાંચ કર્મગ્રંથો, કમ્મપચડી વગેરે શા ભણીને પ્રવીણતા પ્રાપ્ત કરી. તપાગચ્છના પટ્ટધર આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં શ્રી પદ્મવિજયજીને પંન્યાસ પદવી આપી. ત્યાર બાદ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી. ત્યાંથી શત્રુંજય થઈ ભાવનગર આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહદ્ કલ્પસૂત્રની ટીકાની વાચના આપી. સં. 1813 અને સં. ૧૮૧૪નાં ચોમાસાં સુરતમાં કર્યા. અહીં સુરતના શેઠ તારાચંદે ઉપધાન વહેવરાવ્યાં. સં. 1815 અને સં. ૧૮૧૬નાં ચાતુર્માસ બહેરાનપુરમાં ગાળ્યાં. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી. ત્યાંથી પાલીતાણા આવીને શેઠ રૂપચંદ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3