Book Title: Virvijayji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249097/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શાસનપ્રભાવક જીવનચરિત્રની ટૂંકી નોંધ લખી હતી. સુરતના સંઘવી તારાચંદે શત્રુંજય તીર્થને છરી પાળતો સંઘ કાઢયો તેમાં અન્ય મુનિવરો સાથે પં. ઉત્તમવિજય ગણિ પણ હતા. તેમણે સં. ૧૮૨૭ના પિષ સુદ ૧૪ના રોજ શત્રુંજય તીર્થમાં “શત્રુંજય તીર્થનું સ્તવન” રચીને તેમાં આ ત્રાસંધનું ઐતિહાસિક વર્ણન કર્યું હતું. તે જ વર્ષે મહા સુદ ૮ ને રવિવારે તેઓ કાળધર્મ પામ્યા હતા. આ સમયગાળામાં પં. ઉત્તમવિજય ગણિ નામના ઘણા વિદ્વાન મુનિઓના ઉલ્લેખ મળે છે. તેથી કેટલીક ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. ઉપરોક્ત માહિતી જ સાધાર છે. ( સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-૪માંથી સાભાર.) શિયળવેલ” કાવ્યરચના વડે જેઓ જેન–જેતરમાં પરમ પ્રસિદ્ધિને પામ્યા એ કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ અમદાવાદ શહેરના ઘીકાંટા નજીકના શાંતિદાસના ખાડામાં એક જિધર નામના ઔદિચ્ય બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ વીજકેરબહેન હતું. તેઓને ગંગા નામે પુત્રી અને કેશવરામ નામે પુત્ર હતાં. કેશવરામને જન્મ સં. ૧૮૨૯ના આસો સુદ ૧૦ના રોજ થયો હતો. કેશવરામના લગ્ન રળિયાતબેન સાથે થયા હતા. કેશવરામના પિતા સ્વર્ગવાસી થયા, ત્યાર બાદ એક વખત તે ભીમનાથ ગામે ગયા. દરમિયાન તેમના અમદાવાદના ઘરમાં ચોરી થઈ કેશવરામ ઘેર પાછા આવ્યા ત્યારે તેની માએ તેને ઠપકો આપે, અને આવેશમાં આવી જઈ નહિ કહેવાના શબ્દો કીધા. કેશવરામ આ વાકબાણ સહન ન કરી શક્યા ને ઘર છોડીને ચાલી નીકળ્યા. માને ઘણો પસ્તાવો થયે. ઘણી શોધખોળ કરી પણ કેશવરામને પત્તો લાગે નહીં. માતાને પતિના મૃત્યુનું દુઃખ તો હતું જ; એમાં પુત્રનો વિયોગ થતાં વધુ વ્યાકુળ બની અને એ જ અવસ્થામાં બે મૃત્યુ પામી. કેશવરામની પત્ની રળિયાતનું શું થયું તેની કાંઈ વિગત મળતી નથી. ત્યાર બાદ કેશવરામ ચિકા ગામે ગયા. ત્યાંથી ભીમનાથ જઈ શ્રી શુભવિજ્યજી મહારાજને મળ્યા. તેમની પાસેથી તેણે જેનધર્મનું જ્ઞાન મેળવ્યું. તેમની સાથે પાદવિહાર કરતાં તે પાલીતાણા આવ્યા. શત્રુંજય તીર્થની યાત્રા કરી. આથી તેને જૈનધર્મ પ્રત્યે અત્યંત લાગણી થઈ. અને પાલીતાણાથી ખંભાત જતાં, માર્ગમાં પાનસર ગામે સં. ૧૮૪૮ના કાર્તિક વદમાં ગુરુ મહારાજ શ્રી શુભ વિજયજીએ તેમને દીક્ષા આપી, અને પોતાના શિષ્ય વીરવિજયજી તરીકે ઘોષિત કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે પંચપ્રતિક્રમણ, કર્મગ્રંથ, સંસ્કૃત, છે દર્શન અને પાંચ કાવ્યને અભ્યાસ કર્યો. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે સં. ૧૮૬૫માં તેઓશ્રીના ઉપદેશથી શ્રાવક તાલભાઈ કીકુ, ભગવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદે અમદાવાદમાં ભઠ્ઠીની બારીમાં એક ઉપાશ્રય બંધાવ્યું. ત્યાર પછી પં. વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા, ત્યારે ત્યારે એ ઉપાશ્રયે નિવાસ કરતા. આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજ્યજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. પૂ. શ્રી વીરવિજયજીએ સં. ૧૮૫૩માં જેઠ સુદ પાંચમે “શ્રી ગોડી પાર્શ્વનાથનું ઢાળિયું' ખંભાત (ત્રંબાવટી)માં, સં. ૧૮૫૫ના માગશર વદ ૧૦ના ડાઈ ( અપમહત્વ) બેલનું સ્તવન, સં. ૧૮૫૭માં શ્રાવણ સુદ ૪ને દિવસે “સુરસુંદરી રાસ” તથા વીરપ્રભુનું પાંત્રીશ વાણીના ગુણનું સ્તવન, સં. ૧૮૫૮ના ભાદરવા સુદ ૧૨ના અટારી પૂજા, સં. ૧૮૬૦ના પિષ વદ ૮ના “ શ્રી નેમિનાથ વિવાહલું', સં. ૧૮૬૦ના ચૈત્ર સુદ ૧૧ના “ શ્રી શુભલિ, સં. ૧૮૬૨માં “ધૂલિભદ્રની શિયાળવેલ નામનું કાવ્ય, સં. ૧૮૬૩ના પિષ સુદ ૧૩ના દશાર્ણભદ્રની સઝાય, સં. ૧૮૬પના અષાઢ સુદ ૧ના ચાતુર્માસના ૧૪ના વાંદવાના દેવવંદને, જેમાં ચેસ ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ, પાંચ તીર્થનાં ચેત્યવંદન, સ્તવન સ્તુતિ વગેરે રચ્યાં. તેમની શિયળવેલમાંનાં પંદર તિથિ, સાત વાર, બાર માસનાં કાવ્ય અમદાવાદ શહેરમાં ઘેર ઘેર ગવાવા લાગ્યાં. આ શિયળવેલીએ એમને જૈન-જૈનેતરોમાં પણ ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તેમની ગલીઓએ અનેકેનાં શિર ડોલાવ્યાં. તેમની રચેલી અષ્ટપ્રકારી પૂજા દેરાસરોમાં રસથી ગવાવા લાગી. તેમને સં. ૧૮૬૭માં અમદાવાદમાં શ્રી સંધ સમક્ષ પંન્યાસપદવી આપવામાં આવી. સં. ૧૮૭૧ના શ્રાવણ વદમાં અક્ષયનિધિ તપનું સ્તવન, સં. ૧૮૭૩માં શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, સં. ૧૮૭૪ના વૈશાખ સુદ ૩-અક્ષયતૃતીયાના દિવસે ચોસઠ પ્રકારી પૂજા રાજનગરમાં, સં. ૧૮૭૭ના માગશર વદ ૧ના તથા સં. ૧૮૭૮ના માગશર સુદ ૧૧ના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવને, સં. ૧૮૮૧ના માગશર સુદ ૧૧ના પિસ્તાલીસ આગમની પૂજ, ચૈત્ર સુદ ૧૫ના ગુજરાતી ગદ્યમાં શ્રી અધ્યાત્મસાર , સં. ૧૮૮૪માં મહા સુદ ૧૧ના વિમલાચલનું સ્તવન, ચેત્રી પૂનમે નવ્વાણું પ્રકારી પૂજા, સં. ૧૮૮૭ના આ વદિ અમાસ-દિવાળીને દિવસે બાર વ્રતની પૂજા, સં. ૧૮૮૮ના આસો સુદ ૧૧ના મોતીશાહ શેઠે ભાયખલા-મુંબઈમાં પ્રતિષ્ઠા કરાવી તેનાં તળિયાં, સં. ૧૮૮ન્ના અક્ષયતૃતીયાના શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા, સં. ૧૮૯૯માં શત્રુંજય તીર્થ પર મોતીશાહ શેઠે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી તેનાં ઢાળિયાં, સં. ૧૮૯૬ના શ્રાવણ સુદ ૩ના ધમ્મિલરાસ, સં. ૧૯૦૧ના શ્રાવણ સુદ ૧પના શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન, સં. ૧૯૦૨ના વિજયાદશમીના શ્રી ચંદ્રશેખરને રાસ, સં. ૧૯૦૩માં શેઠ હઠીસંગ કેસરીસંગે અમદાવાદમાં પિતાની વાડીના દેરાસરમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવેલ તેનાં ઢાળિયાં, સં. ૧૯૦પના મહા સુદ ૧૫ના શેડ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઊભી સેરઠને સંઘ કાઢેલ તેનાં તળિયાં તથા બીજા અનેક સ્તવને, સજા, ચૈિત્યવંદન, સ્તુતિઓ, હિતશિક્ષા છત્રીસી વગેરે ગુજરાતીમાં રચ્યાં. આ ઉપરાંત, સંસ્કૃતમાં પ્રશ્નચિંતામણિ” નામનો ગ્રંથ બે ભાગમાં રચ્ચે. સં. ૧૮૭૮માં સાણંદના કેઈ સ્થાનકવાસીએ અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ 348 શાસનપ્રભાવકે ઉપર કેસ માંડેલ, તે કેસમાં ધર્મચર્ચા કરવા કવિશ્રી વીરવિજયજીએ ભાગ લીધે હતું અને વિજય મેળવ્યું હતું. સં. ૧૯૦૮માં ભાદરવા વદ ના દિવસે તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. અમદાવાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે પણ પાંખી પળાય છે. સં. ૧૯૦૯ના મહા સુદ ને દિવસે તેઓશ્રીની પાદુકાની ભઠ્ઠીની બારીના ઉપાશ્રયે સ્થાપના કરવામાં આવી હતી. (“પંડિત શ્રી વીરવિજ્યજી મહારાજ જીવનચરિત્ર”ની પુસ્તિકામાંથી સંકલન : કરમશી ખેતશી બેના.) જેમનાં સ્તવન-સ્તુતિઓ અને અષ્ટપ્રકારી પૂજાઓ આજે પણ જૈનમંદિરમાં રસપૂર્વક ગવાય છે તે વીતરાગના સાધક પૂ. પંન્યાસ શ્રી પવવિજ્યજી ગણિ જૈની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ શહેરમાં શામળાની પળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતા હતા. તેમની ધર્મપત્ની ઝમકુબાઈ એ સં. ૧૮૬૨ના ભાદરવા સુદ બીજને દિવસે એક પુત્રને જન્મ આપે. પુત્રનું નામ પાનાચંદ શેખવામાં આવ્યું. પાનાચંદ સાત વર્ષે ભણવા બેઠે. અગિયાર વર્ષની વયે ભણી-ગણને વ્યવહારકુશળ બને. પાનાચંદને જીવીબાઈ નામે માસી હતી, તે ધર્મક્રિયામાં ખૂબ પ્રવીણ હતી. જીવવિચાર, નવતત્ત્વ તેમ જ ચરિત્ર વગેરેમાં ખૂબ પારંગત હતી. તેણે પિતાના ભાણેજ પાનાચંદને ધાર્મિક સંસ્કાર આપવા માંડ્યા. તેરમે વર્ષે તે માસાની સાથે પં. ઉત્તમવિજયજી ગણિનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં “પ્રજ્ઞાપનાસૂત્ર” અને “ઝાષભદેવનું ચરિત્ર” વંચાતું હતું. તેમાં મહાબલ મુનિને અધિકાર આવ્યો. એ સાંભળીને પાનાચંદનું હૃદય વૈરાગ્યવાસિત થયું. સં. ૧૮૭૫માં મહા સુદ પને દિવસે માતાપિતાની આજ્ઞા મેળવી, પાનાચંદે 14 વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ મુનિ પદ્મવિયજી રાખ્યું. શ્રી પદ્મવિજયજીએ મુનિજીવનના આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથને અભ્યાસ કર્યો. વ્યાકરણાદિમાં નિષ્ણાત મુનિ શ્રી સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદ, અલંકાર આદિ શાને અભ્યાસ કરાવ્યું. ગીતાર્થ મુનિ પાસે અંગોપાંગ, આગમગ્રંથ, પાંચ કર્મગ્રંથો, કમ્મપચડી વગેરે શા ભણીને પ્રવીણતા પ્રાપ્ત કરી. તપાગચ્છના પટ્ટધર આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં શ્રી પદ્મવિજયજીને પંન્યાસ પદવી આપી. ત્યાર બાદ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી. ત્યાંથી શત્રુંજય થઈ ભાવનગર આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહદ્ કલ્પસૂત્રની ટીકાની વાચના આપી. સં. 1813 અને સં. ૧૮૧૪નાં ચોમાસાં સુરતમાં કર્યા. અહીં સુરતના શેઠ તારાચંદે ઉપધાન વહેવરાવ્યાં. સં. 1815 અને સં. ૧૮૧૬નાં ચાતુર્માસ બહેરાનપુરમાં ગાળ્યાં. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી. ત્યાંથી પાલીતાણા આવીને શેઠ રૂપચંદ 2010_04