SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે સં. ૧૮૬૫માં તેઓશ્રીના ઉપદેશથી શ્રાવક તાલભાઈ કીકુ, ભગવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદે અમદાવાદમાં ભઠ્ઠીની બારીમાં એક ઉપાશ્રય બંધાવ્યું. ત્યાર પછી પં. વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા, ત્યારે ત્યારે એ ઉપાશ્રયે નિવાસ કરતા. આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજ્યજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. પૂ. શ્રી વીરવિજયજીએ સં. ૧૮૫૩માં જેઠ સુદ પાંચમે “શ્રી ગોડી પાર્શ્વનાથનું ઢાળિયું' ખંભાત (ત્રંબાવટી)માં, સં. ૧૮૫૫ના માગશર વદ ૧૦ના ડાઈ ( અપમહત્વ) બેલનું સ્તવન, સં. ૧૮૫૭માં શ્રાવણ સુદ ૪ને દિવસે “સુરસુંદરી રાસ” તથા વીરપ્રભુનું પાંત્રીશ વાણીના ગુણનું સ્તવન, સં. ૧૮૫૮ના ભાદરવા સુદ ૧૨ના અટારી પૂજા, સં. ૧૮૬૦ના પિષ વદ ૮ના “ શ્રી નેમિનાથ વિવાહલું', સં. ૧૮૬૦ના ચૈત્ર સુદ ૧૧ના “ શ્રી શુભલિ, સં. ૧૮૬૨માં “ધૂલિભદ્રની શિયાળવેલ નામનું કાવ્ય, સં. ૧૮૬૩ના પિષ સુદ ૧૩ના દશાર્ણભદ્રની સઝાય, સં. ૧૮૬પના અષાઢ સુદ ૧ના ચાતુર્માસના ૧૪ના વાંદવાના દેવવંદને, જેમાં ચેસ ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ, પાંચ તીર્થનાં ચેત્યવંદન, સ્તવન સ્તુતિ વગેરે રચ્યાં. તેમની શિયળવેલમાંનાં પંદર તિથિ, સાત વાર, બાર માસનાં કાવ્ય અમદાવાદ શહેરમાં ઘેર ઘેર ગવાવા લાગ્યાં. આ શિયળવેલીએ એમને જૈન-જૈનેતરોમાં પણ ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તેમની ગલીઓએ અનેકેનાં શિર ડોલાવ્યાં. તેમની રચેલી અષ્ટપ્રકારી પૂજા દેરાસરોમાં રસથી ગવાવા લાગી. તેમને સં. ૧૮૬૭માં અમદાવાદમાં શ્રી સંધ સમક્ષ પંન્યાસપદવી આપવામાં આવી. સં. ૧૮૭૧ના શ્રાવણ વદમાં અક્ષયનિધિ તપનું સ્તવન, સં. ૧૮૭૩માં શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, સં. ૧૮૭૪ના વૈશાખ સુદ ૩-અક્ષયતૃતીયાના દિવસે ચોસઠ પ્રકારી પૂજા રાજનગરમાં, સં. ૧૮૭૭ના માગશર વદ ૧ના તથા સં. ૧૮૭૮ના માગશર સુદ ૧૧ના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવને, સં. ૧૮૮૧ના માગશર સુદ ૧૧ના પિસ્તાલીસ આગમની પૂજ, ચૈત્ર સુદ ૧૫ના ગુજરાતી ગદ્યમાં શ્રી અધ્યાત્મસાર , સં. ૧૮૮૪માં મહા સુદ ૧૧ના વિમલાચલનું સ્તવન, ચેત્રી પૂનમે નવ્વાણું પ્રકારી પૂજા, સં. ૧૮૮૭ના આ વદિ અમાસ-દિવાળીને દિવસે બાર વ્રતની પૂજા, સં. ૧૮૮૮ના આસો સુદ ૧૧ના મોતીશાહ શેઠે ભાયખલા-મુંબઈમાં પ્રતિષ્ઠા કરાવી તેનાં તળિયાં, સં. ૧૮૮ન્ના અક્ષયતૃતીયાના શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા, સં. ૧૮૯૯માં શત્રુંજય તીર્થ પર મોતીશાહ શેઠે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી તેનાં ઢાળિયાં, સં. ૧૮૯૬ના શ્રાવણ સુદ ૩ના ધમ્મિલરાસ, સં. ૧૯૦૧ના શ્રાવણ સુદ ૧પના શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન, સં. ૧૯૦૨ના વિજયાદશમીના શ્રી ચંદ્રશેખરને રાસ, સં. ૧૯૦૩માં શેઠ હઠીસંગ કેસરીસંગે અમદાવાદમાં પિતાની વાડીના દેરાસરમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવેલ તેનાં ઢાળિયાં, સં. ૧૯૦પના મહા સુદ ૧૫ના શેડ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઊભી સેરઠને સંઘ કાઢેલ તેનાં તળિયાં તથા બીજા અનેક સ્તવને, સજા, ચૈિત્યવંદન, સ્તુતિઓ, હિતશિક્ષા છત્રીસી વગેરે ગુજરાતીમાં રચ્યાં. આ ઉપરાંત, સંસ્કૃતમાં પ્રશ્નચિંતામણિ” નામનો ગ્રંથ બે ભાગમાં રચ્ચે. સં. ૧૮૭૮માં સાણંદના કેઈ સ્થાનકવાસીએ અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249097
Book TitleVirvijayji Maharaj
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy