Book Title: Virvijayji Maharaj Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ ૩૪૬ શાસનપ્રભાવક જીવનચરિત્રની ટૂંકી નોંધ લખી હતી. સુરતના સંઘવી તારાચંદે શત્રુંજય તીર્થને છરી પાળતો સંઘ કાઢયો તેમાં અન્ય મુનિવરો સાથે પં. ઉત્તમવિજય ગણિ પણ હતા. તેમણે સં. ૧૮૨૭ના પિષ સુદ ૧૪ના રોજ શત્રુંજય તીર્થમાં “શત્રુંજય તીર્થનું સ્તવન” રચીને તેમાં આ ત્રાસંધનું ઐતિહાસિક વર્ણન કર્યું હતું. તે જ વર્ષે મહા સુદ ૮ ને રવિવારે તેઓ કાળધર્મ પામ્યા હતા. આ સમયગાળામાં પં. ઉત્તમવિજય ગણિ નામના ઘણા વિદ્વાન મુનિઓના ઉલ્લેખ મળે છે. તેથી કેટલીક ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. ઉપરોક્ત માહિતી જ સાધાર છે. ( સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-૪માંથી સાભાર.) શિયળવેલ” કાવ્યરચના વડે જેઓ જેન–જેતરમાં પરમ પ્રસિદ્ધિને પામ્યા એ કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ અમદાવાદ શહેરના ઘીકાંટા નજીકના શાંતિદાસના ખાડામાં એક જિધર નામના ઔદિચ્ય બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ વીજકેરબહેન હતું. તેઓને ગંગા નામે પુત્રી અને કેશવરામ નામે પુત્ર હતાં. કેશવરામને જન્મ સં. ૧૮૨૯ના આસો સુદ ૧૦ના રોજ થયો હતો. કેશવરામના લગ્ન રળિયાતબેન સાથે થયા હતા. કેશવરામના પિતા સ્વર્ગવાસી થયા, ત્યાર બાદ એક વખત તે ભીમનાથ ગામે ગયા. દરમિયાન તેમના અમદાવાદના ઘરમાં ચોરી થઈ કેશવરામ ઘેર પાછા આવ્યા ત્યારે તેની માએ તેને ઠપકો આપે, અને આવેશમાં આવી જઈ નહિ કહેવાના શબ્દો કીધા. કેશવરામ આ વાકબાણ સહન ન કરી શક્યા ને ઘર છોડીને ચાલી નીકળ્યા. માને ઘણો પસ્તાવો થયે. ઘણી શોધખોળ કરી પણ કેશવરામને પત્તો લાગે નહીં. માતાને પતિના મૃત્યુનું દુઃખ તો હતું જ; એમાં પુત્રનો વિયોગ થતાં વધુ વ્યાકુળ બની અને એ જ અવસ્થામાં બે મૃત્યુ પામી. કેશવરામની પત્ની રળિયાતનું શું થયું તેની કાંઈ વિગત મળતી નથી. ત્યાર બાદ કેશવરામ ચિકા ગામે ગયા. ત્યાંથી ભીમનાથ જઈ શ્રી શુભવિજ્યજી મહારાજને મળ્યા. તેમની પાસેથી તેણે જેનધર્મનું જ્ઞાન મેળવ્યું. તેમની સાથે પાદવિહાર કરતાં તે પાલીતાણા આવ્યા. શત્રુંજય તીર્થની યાત્રા કરી. આથી તેને જૈનધર્મ પ્રત્યે અત્યંત લાગણી થઈ. અને પાલીતાણાથી ખંભાત જતાં, માર્ગમાં પાનસર ગામે સં. ૧૮૪૮ના કાર્તિક વદમાં ગુરુ મહારાજ શ્રી શુભ વિજયજીએ તેમને દીક્ષા આપી, અને પોતાના શિષ્ય વીરવિજયજી તરીકે ઘોષિત કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે પંચપ્રતિક્રમણ, કર્મગ્રંથ, સંસ્કૃત, છે દર્શન અને પાંચ કાવ્યને અભ્યાસ કર્યો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3