Book Title: Virti Vicharna Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૩૫ વિરતિ-વિચારણું વિરતિ” એટલે “મૂકાવું” અથવા રતિથી વિરૂદ્ધ, એટલે રતિ નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દને એ સંબંધ છે કે-અ વિ + રતિ. અ–નહિ +વિ-વિરૂદ્ધ + રતિ-પ્રીતિમોહ એટલે પ્રીતિ–મોહ વિરૂદ્ધ નહિ તે “અવિરતિ” છે. તે અવિરતિપણે પાંચ ઇંદ્રિય, છઠું મન, પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ-એમ બાર પ્રકારે છે. એ સિદ્ધાંત છે કે-કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલેકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. કેઈ જીવ કાંઈ પદાર્થ જી મરણ પામે અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે જેલ પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, તે ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજો પયય ધારણ કર્યોથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થોની ચેજના કરેલી છે તેની તેને ખબર નથી, તે પણ તથા હાલના પર્યાયના સમયે તે જીવ તે જેલા પદાર્થની ક્રિયા નથી કરતો, તો પણ જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણાને નથી પામ્યા, ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયના સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતું નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે પદધી રહે ત્યાં વિરતિપણાની કર્યોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4