Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૩૫ વિરતિ-વિચારણું વિરતિ” એટલે “મૂકાવું” અથવા રતિથી વિરૂદ્ધ, એટલે રતિ નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દને એ સંબંધ છે કે-અ વિ + રતિ. અ–નહિ +વિ-વિરૂદ્ધ + રતિ-પ્રીતિમોહ એટલે પ્રીતિ–મોહ વિરૂદ્ધ નહિ તે “અવિરતિ” છે. તે અવિરતિપણે પાંચ ઇંદ્રિય, છઠું મન, પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ-એમ બાર પ્રકારે છે.
એ સિદ્ધાંત છે કે-કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલેકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
કેઈ જીવ કાંઈ પદાર્થ જી મરણ પામે અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે જેલ પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, તે ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજો પયય ધારણ કર્યોથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થોની ચેજના કરેલી છે તેની તેને ખબર નથી, તે પણ તથા હાલના પર્યાયના સમયે તે જીવ તે જેલા પદાર્થની ક્રિયા નથી કરતો, તો પણ જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણાને નથી પામ્યા, ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
હાલના પર્યાયના સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતું નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે
પદધી રહે ત્યાં વિરતિપણાની
કર્યોથી
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
શ્રી જી. અ. જૈત ગ્રન્થમાળા
આ પટ્ટાથી થતા પ્રયાગ જ્યાં સુધી કાયમ રહેશે, ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે ચેાજેલા પદાથથી અવ્યક્તપણે પણ થતી લાગતી ક્રિયાથી મુક્ત થવું ડાયા માહભાવને મૂકવા. મેાહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે ચાળેલા પદાર્થીના જ ભવને વિષે આઢવામાં આવે, તે તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેાહનીયના કારણથી આવે છે. તે મેાહભાવના ક્ષય થવાથી આવતી અંધ થાય છે.
ક્રિયા એ પ્રકારે થાય છે. એક વ્યક્ત એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે, અવ્યક્તપણે થતી ક્રિયા જો કે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી તે થતી નથી એમ નથી.
પાણીને વિષે લહેર અથવા હિલ્લેાળ તે વ્યક્તપણે જણાય છે, પર ંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હાય અને પાણી શાંતપણામાં હાય, તેા પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જો કે ઢેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને શ્રદ્ધવામાં ન આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે, તે એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ અને બીજો ઉંધી ગયેલા માણસ જે કાંઈ ક્રિયા વ્યક્તપણે કરતા નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે
Page #3
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૩૭ નહિ. ઉંઘી ગયેલ માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ-જે જીવ ચારિત્રમેહનીય નામની નિદ્રામાં સુતો છે તેને અવ્યક્ત કિયા લાગતી નથી એમ નથી. જે મેહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમેહનીયની ક્રિયા બંધ પડે છે. તે પહેલાં તે બંધ પડતી નથી.
કિયાથી થતે બંધ મૂખ્ય એવા પાંચ પ્રકારે છે. (૧) મિથ્યાત્વ પાંચ, (૨) અવિરતિ બાર, (૩) કષાય પચીશ, (૪) પ્રમાદ, અને (૫) ગ પંદર. આ વિષય કર્મગ્રંથાદિકમાંથી સમજવા ગ્ય છે.
જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી એટલે જતું નથી, પરંતુ જે મિથ્યાત્વપણું ખસે તે અવિરતિપણાને જવું જ જોઈએ એ નિસંદેહ છે કારણ કે-મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જ નથી. જ્યાં સુધી મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી અને મૂખ્યપણે રહેલે એ જે મેહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી અને જે બાહ્ય અવિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ અત્યંતર છે તે સહેજે બહાર આવે છે.
અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તે પણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે; કારણ કે અત્યંતર વિરતિપણે પહેલેથી પ્રાપ્ત થયેલું છે; જેથી હવે અવિરતિપણું છે નહિ કે તે અવિરતિપણાથી કિયા કરી શકે.
Page #4
--------------------------------------------------------------------------
________________ 138] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા માહભાવવડે કરીને જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સભ્યત્વભાવ તે પ્રગટે છે. માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અથતું હેત નથી. જે એવી આશંકા કરવામાં આવે કે-પાંચ ઈદ્રિય, છઠું મન, પાંચ સ્થાવરકાય અને છઠી ત્રસકાય-એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે, તે લોકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે, તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ પરંતુ લેકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃતિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતિએ ગણી શકાય? તેનું સમાધાનપાંચ ઈંદ્રિય અને છઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે, તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. આ રીતે જે જીવ મોહભાવને ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે તેટલા પ્રમાણમાં તે વિરતિને પામવા ગ્ય બને છે. કર્મસત્તા અને આત્મસત્તા કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણુઓ ડરી જાય છે, પણ તેમાં તેવું કરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, તેમ આત્માની સત્તા તેના કરતાં અનંતગુણ બળવાન છે. યોગ્ય સાધને એકઠા કરી પુરુષાર્થ કરતાં આત્માની સત્તા આગળ કર્મો ધ્રુજી ઉઠે છે.