________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૩૭ નહિ. ઉંઘી ગયેલ માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ-જે જીવ ચારિત્રમેહનીય નામની નિદ્રામાં સુતો છે તેને અવ્યક્ત કિયા લાગતી નથી એમ નથી. જે મેહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમેહનીયની ક્રિયા બંધ પડે છે. તે પહેલાં તે બંધ પડતી નથી.
કિયાથી થતે બંધ મૂખ્ય એવા પાંચ પ્રકારે છે. (૧) મિથ્યાત્વ પાંચ, (૨) અવિરતિ બાર, (૩) કષાય પચીશ, (૪) પ્રમાદ, અને (૫) ગ પંદર. આ વિષય કર્મગ્રંથાદિકમાંથી સમજવા ગ્ય છે.
જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી એટલે જતું નથી, પરંતુ જે મિથ્યાત્વપણું ખસે તે અવિરતિપણાને જવું જ જોઈએ એ નિસંદેહ છે કારણ કે-મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જ નથી. જ્યાં સુધી મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી અને મૂખ્યપણે રહેલે એ જે મેહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી અને જે બાહ્ય અવિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ અત્યંતર છે તે સહેજે બહાર આવે છે.
અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તે પણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે; કારણ કે અત્યંતર વિરતિપણે પહેલેથી પ્રાપ્ત થયેલું છે; જેથી હવે અવિરતિપણું છે નહિ કે તે અવિરતિપણાથી કિયા કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org