Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય પૂ.શ્રીચંદ્રપ્રભમહત્તરકૃત વિજયચંદચરિયનું પ્રકાશન કરતાં અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પરમાત્મભક્તિવિષયક અષ્ટપ્રકારી પૂજાનું માહાત્મ વર્ણવતી પ્રસ્તુત કૃતિ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. આ ગ્રંથ સં. ૧૯૬૨માં જૈનધર્મ પ્રસારક સભા ભાવનગરથી પ્રકાશિત થયો હતો પણ હાલ તે અનુપલબ્ધ હોવાથી તેમજ તેની લિપિ પણ વર્તમાન વાચકોને ઉકેલવી કઠિન હોવાથી પુનઃ પ્રકાશન કરવાનું વિચારવામાં આવ્યું હતું. તીર્થંકર પરમાત્માની ભક્તિ માટે અપ્રકારી પૂજા કરવામાં આવે છે તે આઠ પ્રકારની પૂજા ઉપર એક-એક કથા આ ગ્રંથમાં આલેખવામાં આવી છે. કથાઓની ભાષા અને વર્ણનશૈલી સરળ અને સુબોધ છે. પ્રાકૃતભાષાના પ્રારંભિક અભ્યાસુને ઉપયોગી થાય તેવો આ ગ્રંથ છે. પ્રસ્તુત પ્રકાશનમાં પૂર્વે પ્રકાશિત થયેલ ગુજરાતી અનુવાદ પણ સમાવી લેવામાં આવ્યો છે. તેથી પ્રાકૃતભાષા ન જાણતા પરમાત્મભક્ત રસિકો પણ આ ગ્રંથનું વાંચન કરી આનંદ અનુભવશે. પૂર્વે પ્રકાશિત થયેલ મૂળ અને અનુવાદમાં કેટલીક શુદ્ધિ કરી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથના સંપાદન કાર્યમાં પૂ.સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીને સહયોગ આપવા વિનંતી કરી હતી. તેઓશ્રીની નાદુરસ્ત તબીયત હોવાથી તેમજ સ્વાધ્યાય, લેખન, ચિંતન-મનન આદિ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં અમારી વિનંતીનો સ્વીકાર કરીને સહયોગ આપવા સંમતિ દર્શાવી તેથી અમે ધન્યતા અનુભવી. તેઓશ્રીએ ખૂબ જ પરિશ્રમ કરી કાર્યને સરળ બનાવ્યું છે. તે માટે અમે તેમનો ખૂબ જ આભાર માનીએ છીએ. આ ગ્રંથ જિજ્ઞાસુવર્ગને ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે. ગ્રંથપ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો અમે આભાર માનીએ છીએ. જિતેન્દ્ર બી. શાહ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218