Book Title: Vijayanandsuri Atmaramji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૩૭૪ શાસનં પ્રભાવક ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકેટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું. પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશકિત અને સ્મરણશક્તિ અજોડ હતી. રજની ૩૦૦ ગાથાઓ કંઠસ્થ કરી શક્યા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમના કેટલાક પાઠના ખેટા અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથે ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને બાઈબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. આ ઊંડાં અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહિ, પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં ક્યપુર, પાલી, જીરા, લુધીયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલું જ નહિ, દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન ધર્મવેત્તા તરીકે પ્રતિષ્ઠિત થયા. ઇ. સ. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય આચાર્ય પ્રવરને આમંત્રણ મળ્યું હતું. પરંતુ જૈન સાધુ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પરિષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલે “શિકાગે પ્રશ્નોત્તર ' નામના ગ્રંથ જૈન ધર્મના પાયાના સિદ્ધાંત પર ઘણે પ્રકાશ પાડે છે. આ પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તે સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત ! તે સમયે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી રાજસ્થાનમાં પધાર્યા હતા. બંનેને પરસ્પર મળવાની ઇચ્છા હતી. પૂ. આત્મારામજીએ સ્વામી દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનું નિમંત્રણ આપ્યું. અને તેઓશ્રી વિહાર કરીને જોધપુર પહોંચ્યા. પરંતુ એ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું. ધર્મશાસ્ત્રોના આ બંને પારંગતેનું મિલન તત્કાલીન સમાજ માટે જુદું જ પરિણામ લાવી શકયું હોત. કારણ કે વિશાળ અધ્યયનને લીધે પૂ. આત્મારામજી મહારાજ ઉદારમતવાદી હતા. એટલે પંજાબના લાંબા સમયના વિહાર દરમિયાન તેઓશ્રીએ શુદ્ધ સનાતન જૈન ધર્મને બોધ આપીને લેકે માં ફેલાયેલી મૂર્તિપૂજા આદિની ગેરસમજને દૂર કરી. આ ઉદાર નીતિને લીધે તેઓશ્રી અનેક સમયેગી કાર્યો સહેલાઈથી કરી શક્યા. પૂ. આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિને સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તમાં એટલે અસરકારક દ્યો કે બંને સંયુક્ત નામે આત્માનંદ” નામની અનેક શાળાઓ, કેલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલ, દવાખાનાઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તે ક્યાં જઈ એ ત્યાં “આત્માનંદ”નું જ નામ ગુંજતું હોય! સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષા પર્યાય પછી સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4